ETV Bharat / state

સપ્તક સંગીત સમારોહ દિવસ 11: નાદ, નૃત્ય અને તાલના સંયોજને શ્રોતાઓને અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવી - SAPTAK MUSIC FESTIVAL 2025

સપ્તક સંગીત મહોત્સવનો અગિયારમાં દિવસના આરંભમાં કથક, બાદ ભક્તિ ગાન અને અંતે સંતુરના સૂર થકી સપ્તકની 11મી રાત રસપ્રધાન બની રહી હતી.

નાદ, નૃત્ય અને તાલના સંયોજને શ્રોતાઓને અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવી
નાદ, નૃત્ય અને તાલના સંયોજને શ્રોતાઓને અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 12:35 PM IST

અમદાવાદ: સપ્તક સંગીત મહોત્સવનો અગિયારમો દિવસ શ્રોતાઓ માટે આલ્હાદક બની રહ્યો હતો. 11માં દિવસે પ્રથમ સત્રનો આરંભ કથક કલાકાર મૌલિક શાહ અને ઇશિરા પરીખના પરંપરાગત રચનાથી થયો હતો.

કથક કલાકાર ઇશીરા પરીખ: કથક નૃત્યાંગના ઈશીરા પરીખે અનંત નાદ રજૂ કર્યું હતું. અનંત નાદની પ્રસ્તુતિ બાદ તીન તાલમાં થાટ, આમદ, પરણ, ઉઠાન અને તોડા પ્રસ્તુત કરી શ્રોતાઓના મન હરી લીધા હતા. 11માં દિવસની પ્રસ્તુતિમાં કથક કલાકારોએ શિવનું ડમરું, કૃષ્ણની વાંસળી, સરસ્વતીની વીણા અને ગણેશના નૃત્યને રજૂ કર્યું હતું.

કથક કલાકાર ઇશીરા પરીખ: (Etv Bharat Gujarat)

પંડિત જયતીર્થજીએ ભક્તિ રસથી શ્રોતાઓને ભક્તિથી તરબોળ કર્યા:

આજના દ્વિતીય સત્રમાં શાસ્ત્રીય ભક્તિ સંગીતના હુબલીના કલાકાર પંડિત જયતીર્થ મેવુંડીએ કન્નડ અને મરાઠી ભક્તિ ગીતો ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. સત્રના આરંભે પંડિત જયતિર્થજીએ રાગ શુદ્ધ કલ્યાણમાં બડા ખ્યાલ અને મધ્યલયમાં બંદિશ રજૂ કરી હતી. પોતાની શાસ્ત્રીય ગાયકીમાં પંડિત જયતીર્થજીએ 'તુમ બિન કૌન ખબરિયા લેત..,' 'મંદિર બાજો રે બાજો..,' 'રંગ ના ડારો શ્યામજી..,' ગાઈને શબ્દોના ભાવને પોતાની ગાયકીમાં રજુ કર્યા હતા.

પંડિત જયતીર્થ મેવુંડી (Etv Bharat Gujarat)

પંડિત શિવકુમાર શર્માના પુત્ર રાહુલ શર્માએ સંતુર વાદન થકી શ્રોતાઓને રસતરબોળ કર્યા:

સત્રના સમાપનમાં સંતુરના આલ્હાદક સૂર થકી દિવસ આહલાદક બની ગયો હતો. પંડિત શિવ કુમાર શર્માના પુત્ર અને શિષ્ય રાહુલ શર્માએ સંતુરના સૂર થકી શ્રોતાઓને અદભુત રસપાન કરાવ્યું હતું. રાહુલ શર્માએ રાગ ઝિંગોટી, રૂપક તાલ અને મધ્ય લીન તાલમાં ત્રણ બંદિશ રજૂ કરી હતી.

સંતુર વાદક રાહુલ શર્મા (Etv Bharat Gujarat)

આમ, સપ્તકના અગિયારમા દિવસે કથક, ભક્તિ ગાન અને સંતુરના સૂર થકી નાદ, નૃત્ય અને તાલના સંયોજન થકી અવિસ્મરણીય પ્રસ્તુતિ થઈ હતી. જે ઉપસ્થિત શ્રોતાઓ માટે આજીવન આમૂલ સ્મરણ બની રહેશે.

આ પણ વાંચો:

  1. સપ્તક દિવસ 10: સતત 10મા દિવસે શાસ્ત્રિય ગાયિકા દેવકી પંડિતે ગાયું રાગ બાગેશ્રી
  2. સપ્તક સંગીત સમારોહ દિવસ 9: "દુર્ગા રો રહી હૈ"-ઉસ્તાદ અમજદ અલી ખાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.