ચાલુ મેચમાં માત્ર એક જ પંચથી ભારતીય ખેલાડીનું મૃત્યુ, જૂઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
બેંગલુરુ: શહેરમાં એક ઘટના બની જ્યારે કર્નાટક મૈસૂરના એક બોક્સરનું બેંગલુરુમાં કિકબોક્સિંગ રમતી વખતે તેના વિરોધીએ મારેલા પંચને કારણે રિંગમાં જ મૃત્યુ થયું. (Young Boxer dies by punch during kickboxing) આ ઘટના રવિવારે બની હતી અને મોડેથી પ્રકાશમાં આવી હતી. 23 વર્ષીય નિખિલ એક કિકબોક્સર હતો જેનું મૃત્યુ થયું હતું. મૈસૂરના વતની નિખિલે ત્રણ દિવસ પહેલા (રવિવાર) બેંગલુરુના નાગરભાવીમાં રેપિડ ફિટનેસમાં આયોજિત રાજ્ય-સ્તરની કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. અખાડામાં હતા ત્યારે જ વિરોધીએ આપેલા મુક્કાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે ભાંગી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, અને તેનું મૃત્યુ થયું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST