મેધા પાટકર વિશે સવાલ ઉઠતાં અરવિંદ કેજરીવાલ ઉશ્કેરાઇ ગયાં - આમ આદમી પાર્ટી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 13, 2022, 5:01 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાતોનું પ્રમાણ વધારી રહ્યાં છે. આજે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal in Ahmedabad) વિવિધ કાર્યક્રમો હતાં. જેમાં જાહેર માધ્યમો દ્વારા તેમને અનેક સવાલો કરવામાં આવી રહ્યાં હતાં. આવા એક સવાલમાં મેધા પાટકરને આમ આદમી પાર્ટી (Medha Patkar ) દ્વારા સીએમ ફેસ તરીકે પ્રમોટ કરવાની ચર્ચાઓ રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધેલો છે. આમ આદમી પાર્ટી (Aam Adami Party ) અને મેધા પાટકરને લઈ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહે નિવેદનો આપ્યાં હતાં. ત્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના ટાઉન હોલ કાર્યક્રમમાં મેધા પાટકર મુખ્યપ્રધાન ઉમેદવાર તરીકે જોવાના પ્રશ્ન સંદર્ભે ( question about Medha Patkar) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જવાબ આપતા ઉશ્કેરાઈ (Arvind Kejriwal agitated ) ગયા હતાં. તેમણે કટાક્ષમાં જવાબ આપતા જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે ભાજપવાળા નરેન્દ્ર મોદી પછી સોનિયા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.