તનખલા ગામે વન વિભાગની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો - દીપડાનો આતંક છોટા ઉદેપુર
🎬 Watch Now: Feature Video
સંખેડા તાલુકામાં આવેલ તનખલ, રતનપુર તથા આજુબાજુના મેંવાસ વિસ્તારમાં(Leopard terror Chhota Udepur) દિપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવ્યો હતો. ઘણા સમયથી દીપડા એ માલ-ઢોરને નુકસાન કરી મારી નાખેલ આ આતંક થી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વન વિભાગના અધિકારીને જાણ કરતા તેઓ દ્વારા 22 તારીખના રોજ પિંજરૂ મૂકવામાં આવ્યું હતું. ઘણીવાર દીપડો અવરજવર કરી જતો રહેતો હતો. પણ આજે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાયા ની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનો દોડી આવ્યા હતા. દિપડો પાંજરામાં પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ(Leopard found in cage in Chota Udepur) લીધો હતો અને વન વિભાગની ટીમનો(Forest Department Chhota Udepur ) ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દીપડાની ઉંમર આશરે ચારથી પાંચ વર્ષ છે અત્યારે દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર સંખેડા દ્વારા તબીબી નિરીક્ષણ કરી સહી સલામત લઈ જવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST