ભરૂચના કલમ ગામમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો - Kalam village of Bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આડાસંબંધના વહેમમાં ફરી એકવાર (Killed in Bharuch)ખૂની ખેલ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની વિગતો પર નજર કરીયે તો ગત 28 જૂનના રોજ વાગરા તાલુકાનાં કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. વાગરા પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ LCB એ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહની તપાસ કરતા તે મહીસાગરના ઝનોર ગામનો જયેશ તડવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઊંડાણ પૂર્વ તપાસ શરૂ કરતાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો. LCB એ આ મામલામાં મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ વાગરાના જણીયાદરા ગામે રહેતા સુરેશ વસાવાની ધરપકડ કરી છે. આરોપી સુરેશ વસાવા અને મૃતક જયેશ તડવી બન્ને વચ્ચે મિત્રતાના (Bharuch murder case)સંબંધો હતા. પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી. આ બાબતે બન્ને વચ્ચે ફરી એકવાર ઝઘડો (cowardly friend killed a friend )થયો હતો અને ગામની સીમમાં સુરેશે જયેશની હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલામાં સુરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST