Government Housing Scheme: અમદાવાદમાં કોર્પોરેશનના નકલી અધિકારી બની આવાસ યોજનાના નામે લોકો સાથે કરી છેતરપિંડી - Ahmedabad Municipal Corporation

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 14, 2022, 4:08 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

અમદાવાદ શહેરમાં સરકારી આવાસ યોજનામાં મકાન(Government Housing Scheme) મેળવવાની ઘેલછાને કારણે રખિયાલમાં અનેક લોકો 1.51 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે. જોકે આરોપીઓએ પોતે કોર્પોરેશનના અધિકારી હોવાની ઓળખ આપીને આવાસ યોજના માટે કોર્પોરેશનના ખોટા એલોટમેન્ટ લેટર અને નોટિસ આપી હતી. જેથી લોકોએ વિશ્વાસ કરીને મકાન મેળવવા પૈસા આપ્યા હતા. જે પૈસા આપ્યા છતાં મકાન ના મળતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં(Rakhial police station )ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને પોલીસે અત્યારે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે કોર્પોરેશનના અધિકારીની(Ahmedabad Municipal Corporation) ઓળખ આપનાર વ્યક્તિઓ હકીકતમાં કોઈ અધિકારી નથી અને નકલી પહોંચ આપી હતી. પોલીસે આ મામલે નાઝીયા અંસારી, મોહમ્મદ શરીફ સૈયદ, દુર્ગા ગોસ્વામી અને મુખ્ય આરોપી ફૈઝ શેખની ધરપકડ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.