આ રીતે ક્યારેય દારૂનો વરસાદ જોયો છે ? જૂઓ આ ગુજરાતનો વીડિયો..

By

Published : Feb 21, 2022, 1:14 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail
ગીર સોમનાથ જિલ્લાના ગામનો દારૂબંધીની ધજીયા ઉડાડતો વીડિયો (Gir somnath Video viral) ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ વીડિયો ઉનાના એક ગામનો હોવાનું સામે આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક પ્રસંગ દરમિયાન દારૂ અને બિયર (Una alcohol and bear)ની રેલમછેલ જોવા મળી રહી છે. આથી, 4-5 લોકો દારૂનો વરસાદ કરી રહ્યા હોય તેવા (Gujarat rain of alcohol) દ્રશ્યો સર્જાયા હતા. આ વાયરલ વિડીયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવ્યુ હતુ કે, ઉના તાલુકાના કાલાપણ ગામનો વિડીયો હોવાનું જાણવા મળ્યુ છે. જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખસોને શંકમદ તરીકે અટક કરી પૂછપરછ હાથ ધરી છે. વિડીયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફીલ અને પજેશનનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.