Accident in Navsari Highway : પૂરઝડપે આવતી કારનું ટાયર ફાટતા કાર ટેમ્પો સાથે અથડાઈ, 19 લોકો થયા ઈજાગ્રસ્ત - વેસ્મા ગામમાં કાર અને ટેમ્પાનો અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 14, 2022, 11:54 AM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક એક અકસ્માત (Accident in Navsari Highway) સર્જાયો હતો. અહીં પૂરઝડપે દોડી રહેલી કારનું ટાયર ફાટતા આ કાર મજૂરો ભરેલા ટેમ્પા સાથે (Car and Tempo accident in Vesma village) અથડાઈ હતી. આના કારણે ગંભીર અકસ્માત થયો હતો. જોકે, આ અકસ્માતમાં કારમાં સવાર 2 યુવાનો અને ટેમ્પોમાં સવાર 17 ખેતમજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ખેતમજૂરો નવસારીના હાંસાપોરથી સુરતના પીંજરત ગામમાં જઈ રહ્યા હતા. વેસ્મા ગામના ઓવરબ્રિજ પહેલા વાપીથી સુરત જઈ રહેલા 2 નબીરાઓની પૂરઝડપે દોડતી કારનું ટાયર અચાનક ફાટતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જ્યારે કારે આગળ મજૂરો ભરેલા ટેમ્પોને અડફેટે લેતા ટેમ્પો પલટી ગયો હતો. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.