ન્યૂઝ ડેસ્ક: આયુર્વેદ એક એવું શાસ્ર છે જેમાં દરેક ઈલાજની બેઝિક મેડિસીન ઘરમાંથી જ મળી રહે છે. ખાસ કરીને જ્યારે કોઈ રોગ સામાન્ય હોય ત્યારે ઘરના રસોડામાંથી એની દવા મળતી જતી હોય છે. ખાધેલું જમવાનું યોગ્ય રીતે પાચન ન થવાની પીડાને અપચો કહેવામાં આવે છે. જેમાં ક્યારેક પેટ બગડે છે તો ક્યારે ટોયલેટ ન થવાને કારણે સવાર તો શું આખો દિવસ બગડે છે. અપચાની સમસ્યા ત્યારે જ થાય છે, જ્યારે પાચન યોગ્ય રીતે ન થતું હોય.
જ્યારે વ્યક્તિનું પેટ દરેક પ્રકારના આહારને સહન કરી શકતું નથી એટલે ફૂડ પેડમાં પડ્યું રહે છે જેના કારણે શરીરને યોગ્ય પ્રમાણમાં કોઈ પોષકતત્વ મળતા નથી. કોઈ અન્ય પ્રકારની સમસ્યાને કારણે જ્યુસ અને ખાદ્ય પદાર્થ અલગ થઈ શકતા નથી. ડિસપેપ્સિયા (અપચા) દરમિયાન સામાન્ય રીતે પેટની અંદર ઊપરના ભાગમાં દુખાવા થાય છે. પરંતુ આ તેનું એકમાત્ર લક્ષણ નથી. જ્યારે અપચો થાય છે, ત્યારે શરીર સ્મૂથ રહેતું નથી. ટોયલેટ બરોબર આવતું નથી. દિવસ આખો એવો લાગે જાણે પેટ ભારી ભારી થયું હોય.
લાઈફસ્ટાઈલ બદલોઃ જો અપચાની સમસ્યાથી પરેશાન છો, તો દવાઓની જરૂર નથી, પરંતુ કેટલાક પરિવર્તન અનિવાર્ય છે. અપચાની પીડા ત્યારે જ થાય છે. જ્યારે પાચન યોગ્ય રીતે ન થતું હોય. અપચાની પીડા બચવા માટે સૌથી પહેલા ફૂડ અને લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે.
કેમ ખબર પડે કે અપચો છેઃ પેટની અંદરના ભાગમાં ઉપરની બાજુંમાં દુખાવો થવો એ સામાન્ય છે એ સિવાય પણ ક્યારેક છાતીમાં ઉપર સુધી બળતરા થવી, પેટ ભારી ભારી લાગવું, ઓબકા આવવા, ખાટા ઓડકાર.
શા કારણે આવું થાયઃ આ એક ફૂડ સંબંધીત રોગ છે. પણ જરૂરી નથી કે હંમેશા આવું જ હોય. ખૂબ તણાવ, એકસાથે જુદા જુદા ફૂડ ટ્રાય કરવા, જેમ કે, દૂધ અને ડુંગળી સાથે ન ખવાય. વધુ મસાલેદાર ખોરાક ખાવું, ખૂબ તેલયુક્ત ખોરાક ખાવું, ધૂમ્રપાનની આદત, દારૂ, ગર્ભાવસ્થા દરમિયાન પણ અપચો થાય છે,
પીડા સામે ઉપચારઃ ડૉક્ટર પાસે જવું જોઈએ, જ્યારે ભૂખ લાગે ત્યારે અતિશય ખાવું નહીં. એટલે કે સ્વાદને કારણે વધુ પડતું ખાવાનું ટાળો, જો અપચો હોય તો ઠંડા પીણા અને સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો. છાશ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેર પાણી જેવા પીણાં પીવો. જો તમારી નોકરી કે વ્યવસાય એવો હોય કે સતત લાંબા સમય સુધી બેસી રહેવું પડે તો દર 40 મિનિટ પછી ખુરશી પરથી ઉઠો અને 5 મિનિટ ચાલો. બને ત્યાં સુધી ઉભા રહીને કામ કરો. ખોરાક ખાધા પછી ક્યારેય કસરત ન કરો. રાત્રીના સમયે ડીનર કરી લીધાના 3 કલાક બાદ દૂધ પીવાનું રાખો.