ETV Bharat / sukhibhava

vitamins Benefits In Body: સ્વાસ્થ્યની સાથે સુંદરતા જાળવવા માટે વિટામિનનો મહત્વપૂર્ણ ભાગ, જાણો કઇ રીતે - વિવિધ પ્રકારના વિટામિનો

શરીરના વિકાસ માટે વિટામિન મહત્વનો ભાગ (Vitamins Benefits in body) ભજવે છે. ખાસ કરીને મહિલાઓના ઉમ્રના તબક્કામાં અલગ અલગ પ્રકારના બદલાવ અને સમસ્યા જોવા મળે છે. તેની સામે લડવા માટે આ વિટામિન મદદરૂપ (Vitamins Benefits) સાબિત થાય છે. વાંચો અહેવાલ..

vitamins Benefits In Body: સ્વાસ્થ્યની સાથે સુંદરતા જાળવવા માટે વિટામિનનો મહત્વપૂર્ણ ભાગ, જાણો કઇ રીતે

author img

By

Published : Feb 14, 2022, 9:39 AM IST

ન્યૂઝ ડેસ્ક: દરેક વ્યક્તિ જાણે છે કે, શરીરને સ્વસ્થ અને સક્રિય રાખવામાં પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અન્ય પોષક તત્ત્વોની જેમ શરીરના વિકાસ માટે (vitamins Benefits in body) તેમજ તમામ અંગો માટે સુચારૂ કામગીરી, રોગોથી દૂર રહેવા સાથે સ્વાસ્થ્ય તેમજ સુંદરતા જાળવવા માટે વિવિધ પ્રકારના વિટામિનો જરૂરી માનવામાં આવે છે. વિવિધ પ્રકારના વિટામિનો (Types Of Vitamins) છે, જેના શરીર માટે અલગ-અલગ ફાયદા (vitamins Benefits) છે, પરંતુ સ્ત્રીઓ,પુરુષો, બાળકો સહિત પુખ્ત વયના લોકોમાં તેમની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે. જેમ કે, કેટલાક ખાસ પ્રકારના વિટામિનની સ્ત્રીઓને મોટી માત્રામાં જરૂરી હોઈ શકે તેમજ અમુકની પુરુષોને.

ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા આપી જાણકારી

ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા જણાવે છે કે, ખાસ કરીને સ્ત્રીઓને બાળપણ, ગર્ભાવસ્થા, માસિક સમસ્યાઓ અને વૃદ્ધાવસ્થામાં વિવિધ ઉંમ્રના તબક્કામાં વિવિધ પ્રકારના વિટામિનની વિવિધ માત્રાની જરૂર પડતી હોય છે. સ્ત્રીઓ માટે કયા વિટામીન વધુ માત્રામાં જરૂરી છે તે જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે કેટલા પ્રકારના વિટામીન હોય છે અને દરેક માટે તેના શું ફાયદા છે. ડો. દિવ્યા જણાવે છે કે, જો કે એક ડઝનથી વધુ પ્રકારના વિટામિન્સ છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક વિટામિન્સ નીચે દર્શાવ્યાં છે.

જાણો વિટામિન A વિશે

વિટામિન A શ્વસનતંત્ર અને પાંચન અંગો અને યૂરિનની નળીનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદગાર છે. યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી શરદી અને અન્ય પ્રકારના ચેપથી બચાવે છે. જે ત્વચાની સુંદરતા જાળવી રાખવા અને આંખોની રોશની તેજ રાખવાનું કામ કરે છે. વ્યક્તિએ આહાર દ્વારા દિવસમાં લગભગ 5000 યુનિટ વિટામિન Aનું સેવન કરવું જોઈએ.

આહારમાંથી શક્તિ મેળવવા માટે વિટામિન B અત્યંત આવશ્યક

આહારમાંથી શક્તિ મેળવવા માટે વિટામિન B સૌથી મહત્વપૂર્ણ છે. વ્યક્તિએ દરરોજ 10 ગ્રામ B.1 અને B.2 2 મિલિગ્રામ માત્રામાં જરૂરી છે. ખરેખર વિટામિન B કોમ્પ્લેક્સ એ એક નથી, પરંતુ વિવિધ પ્રકારના વિટામીનનો સમૂહ છે. જેમાં B.1, B.2, B.3, B.5, B.6, B.7 અને B.12 વગેરેનો સમાવેશ થાય છે.

જાણો વિટામિન Cના ફાયદા

વિટામિન C પેશીઓ, હાડકાં, નાની રક્તવાહિનીઓ, દાંત અને પેઢાંની તંદુરસ્તી જાળવવા તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. વ્યક્તિએ એક દિવસમાં લગભગ 10 મિલિગ્રામ વિટામિન સીનું સેવન કરવું જોઈએ.

જાણો પુખ્ત વ્યક્તિએ દિવસમાં કેટલા યૂનિટની જરૂર હોય

વિટામિન D હાડકાની રચના, તેમના વિકાસ અને આહારમાંથી અન્ય પોષક તત્વોના શોષણ માટે આવશ્યક ગણવામાં આવે છે. તેના મુખ્ય કાર્યોમાંથી એક છે, શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વચ્ચે સંતુલન જાળવવાનું છે. ઉંમર અને લિંગના આધારે, તેની જરૂરિયાત લોકોમાં અલગ હોઈ શકે છે. જેમ કે, એક પુખ્ત વ્યક્તિ માટે એક દિવસમાં લગભગ 200 યુનિટ વિટામિન D જરૂરી છે. તે જ સમયે, તેની જરૂરિયાત બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં દરરોજ લગભગ 800 યુનિટ છે.

વિટામિન E થ્રોમ્બોસિસથઈથી બચાવ કરે છે

વિટામિન E થ્રોમ્બોસિસથઈ બચાવે છે અને ઇજાઓનું ઝડપી ઉપચાર અને પ્રજનન ક્રિયામાં મદદ કરે છે અને હૃદયના તમામ સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાથે જ રક્ત પરિભ્રમણને સરળ બનાવે છે. તે સ્વાસ્થ્યને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડવા ઉપરાંત સુંદરતા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. વિટામિન Dનો બીજો એક ફાયદો એ છે કે, ત્વચા પરના ડાઘ-ધબ્બા ઘટાડવામાં પણ મદદ કરે છે.

જાણો વિટામિન Kનો શું રોલ હોય છે

આ વિટામિન K શરીરમાં લોહીના પ્રવાહને જાળવી રાખવામાં મદદ કરે છે. તે લોહીમાં અમુક પ્રકારના પ્રોટીન, મિનરલ્સ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોને સક્રિય કરીને ગાંઠો થવા દેતી નથી. ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન K જોવા મળે છે.

આ પણ વાંચો: Vitamin D કોવિડ-19 સામે લડવામાં મદદ કરી શકે? વાંચો અહેવાલ...

મહિલાઓ માટે ક્યારે અને કયા વિટામિનો જરૂરી છે જાણો

ડો. દિવ્યા જણાવે છે કે, આપણા દેશની મોટાભાગની મહિલાઓમાં પોષણની ઉણપ જોવા મળે છે. કારણ કે મોટાભાગની સ્ત્રીઓ પોતાના આહાર અને સ્વાસ્થ્ય પર બેદરકારી દાખવે છે. જેની અસર કેટલીકવાર સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને પર અસર થાય છે. સાથે જ તેમના પર ઉંમરની અસર વહેલા દેખાવા લાગે છે. ઉંમરના દરેક તબક્કે શરીરમાં ફેરફારો અને સમસ્યાઓના કિસ્સામાં, બધી સ્ત્રીઓને પ્રમાણમાં વધુ માત્રામાં કેટલાક વિશેષ વિટામિન્સની જરૂર હોય છે. મહિલાઓ માટે ક્યારે અને કયા વિટામિનો જરૂરી છે, ચાલો જાણીએ.

સ્ત્રીઓ માટે આવશ્યક વિટામિન

  • વિટામિન B9: ગર્ભાવસ્થા દરમિયાન, ખાસ કરીને સ્ત્રીઓને ઘણા પ્રકારના વિટામિન્સની જરૂર પડે છે, નહીં તો માતા અને ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરની સંભાવના રહે છે. ખાસ કરીને આ સમય દરમિયાન મહિલાઓ માટે વિટામિન B-9 એટલે કે ફોલિક એસિડ ખૂબ જ જરૂરી છે. આથી સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે.
  • વિટામિન D: જો કે વિટામિન ડી દરેક ઉંમરની મહિલાઓ માટે અંત્યત આવશ્યક છે, પરંતુ વધતી ઉંમરને કારણે કુદરતી રીતે મહિલાઓના શરીરમાં વિટામિન Dની ઉણપ દેખાય છે. હાડકાં, આંખો અને અન્ય પ્રકારની સમસ્યાઓ અને રોગોથી બચવા માટે મહિલાઓ માટે તેમના આહારમાં કેલ્શિયમ અને વિટામિન D યુક્ત ખોરાકની માત્રા વધારવી ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન વિટામિન D માટેની સપ્લીમેન્ટ્સ પણ તબીબી સલાહ પર લઈ શકાય છે.
  • વિટામિન E: ત્વચાને સ્વસ્થ રાખવા અને વાળ અને નખને સુંદર રાખવા માટે મહિલાઓને દરેક ઉંમરે વિટામિન Eની વધુ જરૂરિયાત હોય છે. વિટામિન E ત્વચામાં ચમક જાળવી રાખે છે અને કરચલીઓ તેમજ ડાઘની સમસ્યા દૂર કરે છે.

આ પણ વાંચો: ઓનલાઇન શિક્ષણના પગલે નવી આફત, બાળકોમાં જોવા મળી રહી છે આ મોટી અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.