ન્યૂયોર્ક: એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ સ્ટ્રોબેરીનું સેવન કરવાથી મગજનો વિકાસ, ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ક્ષમતા અને બીપીમાં સુધારો થાય છે. આ અભ્યાસ સ્ટ્રોબેરીના સ્વાસ્થ્ય લાભો, જેમ કે હૃદય અને જ્ઞાનાત્મક કાર્ય દર્શાવતા અગાઉના સંશોધનો પર આધારિત છે. આ પરીક્ષણ 66 થી 78 વર્ષની વયના 35 સ્વસ્થ પુરુષો અને સ્ત્રીઓ પર કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ 26 ગ્રામ સૂકા સ્ટ્રોબેરી પાવડરનો વપરાશ કર્યો, જે 8 અઠવાડિયા માટે દરરોજ સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવ્યું હતુ.
મગજના વિકાસના વિકાસ માટે ફાયદાકારક: સ્ટ્રોબેરીના વપરાશ પછી, જ્ઞાનાત્મક કાર્યમાં 5.2 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો, જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 3.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કુલ એન્ટીઑકિસડન્ટ ક્ષમતામાં 10.2 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. "આ અભ્યાસ દર્શાવે છે કે, સ્ટ્રોબેરીનું સેવન મગજના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવા કાર્ડિયોવેસ્ક્યુલર જોખમી પરિબળોને સુધારી શકે છે," સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ એક્સરસાઇઝ એન્ડ ન્યુટ્રિશન સાયન્સના પ્રોફેસર શિરીન હોશમાન્ડે જણાવ્યું હતું.
હૃદયના રોગોમાં ફાયદાકારક, પોષક તત્વોનો સ્ત્રોત: સ્ટ્રોબેરી ઘણા જૈવ સક્રિય સંયોજનોનો સ્ત્રોત છે. આપણી દૈનિક વિટામિન Cની 100 ટકા જરૂરિયાત પૂરી પાડવા ઉપરાંત, સ્ટ્રોબેરીમાં ફોલેટ, પોટેશિયમ, ફાઇબર, ફાયટોસ્ટેરોલ્સ અને પોલિફીનોલ્સ જેવા હૃદયને આરોગ્યપ્રદ પોષક તત્વો હોય છે. આ તારણો તાજેતરમાં યુ.એસ.માં યોજાયેલી અમેરિકન સોસાયટી ઓફ ન્યુટ્રિશન (ASN) ની વાર્ષિક બેઠક ન્યુટ્રિશન 2023માં રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉના પરીક્ષણોમાં પણ સ્ટ્રોબેરીનું સેવન હ્રદયના રોગો માટે ફાયદાકારક સાબિત થયું છે.
અલ્ઝાઈમર ડિમેન્શિયાનું ઓછું જોખમ: ક્લિનિકલ અને વસ્તી-આધારિત અભ્યાસોએ પણ સ્ટ્રોબેરીના સેવન અને મગજના સ્વાસ્થ્ય વચ્ચે જોડાણ શોધી કાઢ્યું છે. રશ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસમાં, સ્ટ્રોબેરી અને પેલાર્ગોનિડિન, જે મુખ્યત્વે સ્ટ્રોબેરીમાં જોવા મળતું બાયોકેમિકલ છે, અલ્ઝાઈમર ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકે છે. હેલ્થ પ્રોફેશનલ્સ સ્ટડી સહિતના લાંબા ગાળાના અવલોકન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ટ્રોબેરી જ્ઞાનાત્મક કાર્ય (મગજના વિકાસ) ને ફાયદો કરે છે.
કેન્સર જેવા રોગો સામે રક્ષણ: સ્ટ્રોબેરીમાં ઘણા વિટામિન હોય છે. સ્ટ્રોબેરીમાં હાજર ફોલિક અને વિટામિન C શરીરને કેન્સર જેવા રોગોથી સુરક્ષિત કરે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં કેન્સરને જન્મ આપતા કોષોને નષ્ટ કરે છે અને કેન્સરને વિકસવા દેતા નથી.
આ પણ વાંચો: