ETV Bharat / sukhibhava

પ્રાચીન યોગિક પદ્ધતિથી સિંહ ક્રિયા આસન- Simha Kriya Asana કરો, ઇમ્યૂનિટીમાં વધારો કરો - Lungs

સિંહ ક્રિયા આસન ( Simha Kriya Asana ) એ પ્રાણાયામ શ્રેણીનું એક એવું આસન છે જે શરીરની રોગપ્રતિકારકતા વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, શ્વસન પ્રણાલી સહિતની નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ કામ કરે છે. યોગાચાર્ય જણાવે છે કે 6 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ સિંહ આસન કરી શકે છે, સગર્ભા સ્ત્રીઓ પણ કેટલીક ખાસ સાવચેતી રાખીને આ આસન કરી શકે છે.

પ્રાચીન યોગિક પદ્ધતિથી સિંહ ક્રિયા આસન કરો, ઇમ્યૂનિટીમાં વધારો કરો

author img

By

Published : Jul 12, 2021, 4:11 PM IST

Updated : Jul 23, 2022, 2:57 PM IST

  • રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી પ્રાચીન યોગાસન Simha Kriya
  • સિંહ ક્રિયા આસન દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મળે છે મદદ
  • શ્વસનતંત્ર, નર્વસ સીસ્ટમ અને સ્નાયુઓને મજબૂત કરે છે સિંહ આસન

ન્યૂઝ ડેસ્ક: સારી રોગપ્રતિકારક શક્તિ સાથે માત્ર કોરોના જ નહીં, પરંતુ કોઈપણ પ્રકારના સંક્રમણ સામે લડી શકાય છે. પૌષ્ટિક આહાર અને ઉપઆહાર સાથે, યોગ અને કસરત પણ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. આવો જ એક યોગ આસનસિંહ ક્રિયા આસન છે, ( Simha Kriya Asana ) જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ફેફસાની ક્ષમતામાં સુધારણા માટે એક મહાન યોગિક પદ્ધતિ માનવામાં આવે છે. આ ક્રિયા વિશે વધુ જાણવા માટે ETV Bharat Sukhibhav દ્વારા વૈશ્વિક ચિકિત્સક, વૈકલ્પિક ચિકિત્સા પ્રેક્ટિશનર અને યોગ શિક્ષક ડો. જાહ્વવી કથરાની સાથે વાત કરી હતી.

સિંહ ક્રિયા આસન

ડૉ.જાહ્વવી કહે છે કે આ એક પ્રાચીન યોગ ( Yog ) ક્રિયા છે, જેનો ઉલ્લેખ ઘેરંડા સંહિતા સહિત વિવિધ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ આસનને પ્રાચીન યોગ ગ્રંથોમાં "કુંભક" ( Kumbhak ) તરીકે ઓળખવામાં આવે છે.
Simha Kriya Asanaના વિવિધ તબક્કાઓ

સિંહ મુદ્રા કરવા માટે, સૌ પ્રથમ તમારા પગના અંગૂઠાને એકમેકમાં ભેળવીને તેના પર બેસો.

બંને એડીને અંડકોષની નીચે એવી રીતે મૂકો કે જમણી એડી ડાબી બાજુ હોય અને ડાબી બાજુની પગની જમણી બાજુ હોય અને ઉપરની તરફ વાળો.

પિંડીના હાડકાના આગળના ભાગને જમીન પર ટેકવો

હાથને પણ જમીન પર રાખો

મોં ખુલ્લું રાખો અને શક્ય બની શકે તેટલી જીભને બહાર કાઠો

આંખોને પૂરેપૂરી ખોલીને આકાશમાં જૂઓ

નાકથી શ્વાસ લો

શ્વાસને ધીમેધીમે છોડતાં છોડતાં ગળામાંથી સ્પષ્ટ અને સ્થિર અવાજ કાઢો

શ્વાસ પ્રક્રિયા

ડૉ. જાન્વી કહે છે કે આ સિંહ મુદ્રામાં ( Simha Kriya Asana ) આરામથી બેસવું જોઈએ, વ્યક્તિએ સંપૂર્ણ શ્વાસ બહાર કાઢવો જોઈએ અને શક્ય તેટલો ઊંડો શ્વાસ લેવો જોઈએ. ચહેરા પર સિંહ જેવી અભિવ્યક્તિ હોવી જોઈએ અને આંખો ખુલ્લી હોવી જોઈએ. જડબાને શક્ય તેટલું પહોળું કરવું જોઈએ અને જીભને બહાર રાખવી જોઈએ. આ આસનને પ્રાણાયામ કેટેગરીમાં સૌથી ફાયદાકારક આસનમાંથી એક માનવામાં આવે છે. આ આસનના નિયમિત અભ્યાસ પછી લોકો શ્વાસ અને શ્વાસ બહાર કાઢવાની વચ્ચે શ્વાસ રોકવાની અવધિમાં વધારો કરી શકે છે અને શ્વાસ બહાર કાઢતી વખતે પણ તેને વધુ ઝડપે અને મોટેથી મુક્ત કરી શકે છે. સામાન્ય રીતે શરૂઆતમાં આ આસનની પ્રેક્ટિસ દરમિયાન ઓછામાં ઓછા એક મિનિટના વિરામ સાથે આ મુદ્રામાં શ્વાસ લેવાની પ્રક્રિયાને ત્રણ વખત પુનરાવર્તન કરવાની સલાહ આપવામાં આવે છે. આ આસનને સવારે અને સાંજે ત્રણ વાર પુનરાવર્તિત કરી શકાય છે.

આ પણ વાંચોઃ Long Covid Syndrome રીકવરીમાં મુશ્કેલી વધારી શકે છે

Simha Kriya Asanaના ફાયદા

શરીરમાં પ્રતિરક્ષા બૂસ્ટર તરીકે કામ કરે છે.

ફેફસાં વિસ્તારે છે અને ફેફસાંની ક્ષમતામાં વધારો થાય છે.

આસન દરમિયાન, જ્યારે સિંહની કિકિયારી જેવો અવાજ આવે છે, જીભના સ્નાયુઓ ખેંચાય છે, તેમજ ગળા અને છાતીનો અવરોધ શ્વાસ બહાર આવવાને કારણે દૂર થાય છે.

જો આસન દરમિયાન યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવામાં આવે તો તે અસરકારક રીતે ઓક્સિડેટીવ તાણ અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરી શકે છે.

આ ક્રિયા શરીરની નાડીઓમાં પ્રાણિક શક્તિના પ્રવાહમાં સુધારો કરે છે જે ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ મટાડી શકે છે.

આ આસનના નિયમિત અભ્યાસથી માનસિક શક્તિમાં વધારો થાય છે અને ગળાના ચક્રને સાફ કરવામાં ઉપયોગી છે.

હૃદયને સ્વસ્થ રાખે છે.

શ્વસનતંત્રના સ્નાયુઓ અને ચહેરાના સ્નાયુઓને આરામ આપે છે.

આ પણ વાંચોઃ અનિદ્રાના રોગોમાં Ayurveda સારવાર ઉપયોગી

સાવચેતીનાં પગલાં

ડૉ જાહ્નવી કહે છે કે સામાન્ય રીતે કોઈ યોગ અથવા આસન ખાલી પેટ પર અથવા ભોજન કર્યાના ઓછામાં ઓછા બે કલાક પછી કરવા જોઈએ. તે સૂચવે છે કે યોગના કોઈપણ આસનને પ્રશિક્ષિત યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ શીખ્યાં પછી જ અભ્યાસ કરવો જોઈએ.

વાચકો પોતાના પ્રશ્નો માટે ડૉ. જાહ્નવી કથરાની સાથે jk.swasthya108@gmail.com પર સંપર્ક કરી શકાય છે.

Last Updated : Jul 23, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.