- હાડકાની પેશીઓ અને સોજા વચ્ચે શું સંબંધ છે?
- મેદસ્વિતાના કારણે Osteoclast થવા વિશે સંશોધન
- Journal of Dental Research દ્વારા જાણવા મળ્યાં તથ્યો
- Obesity થી ક્રોનિક ઇન્ફ્લેમેશન અથવા સોજાની અસરમાં વધારો થાય છે
એમ તો મેદસ્વિતા (Obesity ) અને તેના કારણે થતા સામાન્ય રોગોના જોખમમાં વધારો થવાની સંભાવનાને લઈને ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં જર્નલ ઑફ ડેન્ટલ રિસર્ચ (Journal of Dental Research) યુનિવર્સિટી ઑફ બફેલોમાં ( University of Buffalo ) પ્રકાશિત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેદસ્વિતાથી ક્રોનિક ઇન્ફ્લેમેશન ( Chronic inflammation ) અથવા સોજાની અસરમાં વધારો થાય છે. મેદસ્વિતાના કારણે શરીરના હાડકાંની પેશીઓને (bone tissue) પણ અસર થાય છે. સાથે જ શરીરમાં હાડકાની ( Bone Marrow ) પેશીઓને નુકસાન પહોંચાડનાર કોષો ( Osteoclast ) ઝડપથી વધે છે. તેની અસર દાંત અને પેઢાંના પેશીઓ પર પડે છે જેનાથી તેમાં રોગો થવાનું જોખમ પણ વધી જાય છે.
સોજાથી વધી શકે છે એમડીએસસીમાં Osteoclast કોશિકાઓ
વૈજ્ઞાનિકોએ સંશોધનમાં પ્રાણીઓના મોડલ પર પરીક્ષણ કર્યું હતું, તો તેમાં જાણવા મળ્યું હતું કે મેદસ્વિતાના ( Obesity ) કારણે શરીરમાં બળતરા વધવાને કારણે માયલોઇડ-ડેરિવ્ડ સપ્રેસર સેલ (MDSC) ની સંખ્યા વધે છે.
વાસ્તવમાં જોઇએ તો આપણી પ્રતિકારક પેશી-કોશિકાઓ એટલે કે ઇમ્યૂન સેલ્સનો એક સમૂહ હોય છે જે બીમારી આવવા સાથે શરીરની પ્રતિકારક પ્રણાલીનું નિયંત્રણ કરે છે. મેદસ્વિતાની ( Obesity ) સમસ્યા સર્જાવા પર બોન મેરો ( Bone Marrow ) એટલે કે અસ્થિ મજ્જામાં માઇલોઇડ-ડેરિવ્ડ સપ્રેસર સેલ (MDSC) કોશિકાઓમાં ઓસ્ટિયોક્લાસ્ટ ( Osteoclast ) પેશીઓ વિકસવા લાગે છે. ઓસ્ટિયોક્લાસ્ટમાં એ કોશિકાઓ હોય છે જે આપણા શરીરમાં બોન ટિશ્યૂઝને વિઘટન એટલે કે તોડવાનું કામ કરે છે. પરિણામે દાંત અને મસૂડાંના રોગની શક્યતાઓ વધી જાય છે.
એમ પણ પેઢાં-મસૂડાંની બીમારી એ હાડકાની નબળાઈના મુખ્ય લક્ષણોમાંથી એક છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર 30 કે તેથી વધુ ઉંમરના 47 ટકાથી વધુ લોકો પેઢાંના રોગથી પીડાતા હોય છે.
આ સંશોધનમાં યુબી સ્કૂલ ઑફ ડેન્ટલ મેડિસિન (UB School of Dental Medicine) ખાતે ઓરલ બાયોલોજીના સંશોધક અને પ્રોફેસર કેથ કિર્કવૂડે જણાવ્યું છે કે મેદસ્વિતા ( Obesity ) અને પિરિઓડોન્ટલ રોગ વચ્ચે સીધો સંબંધ હોવા છતાં આ સંદર્ભમાં વધુ માહિતી ઉપલબ્ધ નથી. નોંધપાત્ર છે કે પિરિઓડોન્ટલ રોગો એ એવા રોગોને કહેવાય છે જે મુખ્યત્વે દાંત અને પેઢાંને એકસાથે કસી રાખતા હાડકામાં ચેપ અને બળતરાના પરિણામે ઉદ્ભવે છે.
યુબી ડિપાર્ટમેન્ટ ઓફ ઓરલ બાયોલોજીના સહાયક સંશોધક ક્વિહવાન ક્વાકીએ જણાવ્યું હતું કે આ સંશોધનમાં મેદસ્વિતાની ( Obesity ) સ્થિતિમાં એમડીએસસીના ( MDSC ) વધવા તથા પિરિઓડોન્ટિસ દરમિયાન ઓસ્ટિઓક્લાસ્ટને ( Osteoclast ) લઇને વધુ માહિતી મળી છે તેના આધારે એવું તારણ કાઢી શકાય છે કે મેદસ્વિતાથી પિરિઓડોન્ટલ હાડકાના ( Bone Marrow ) નુકશાનનું જોખમ વધે છે.
એનિમલ મોડલ પર થયું હતું પરીક્ષણ
આ શોધ અંતર્ગત ઉંદરો પર પરીક્ષણ થયું હતું. જેમાં ઉંદરોને બે જૂથમાં 16 અઠવાડિયા સુધી અલગ અલગ ખોરાક આપવામાં આવ્યો હતો. એક જૂથને પરીક્ષણ દરમિયાન ઓછા વસાયુક્ત ખોરાક અપાયો હતો જેમાં 10 ટકા સુધી ઊર્જા મેળવી શકે. તો બીજા જૂથને વધુ માત્રામાં વસા હોય તેવો ખોરાક આપવામાં આવ્યો હતો જેનાથી તે ઉંદરોને ઓછામાં ઓછી 45 ટકા ઊર્જા મળી શકે. પરીક્ષણના તારણોમાં જોવા મળ્યું કે વધુ વસાયુક્ત ખોરાક લેવાવાળા જૂથના ઉંદરોમાં સ્થૂળતા વધવા સાથે શરીરમાં સોજામાં વૃદ્ધિ થઇ હતી જેનાથી તેમના બોન મેરો ( Bone Marrow ) અને પ્લીહામાં એમડીએસસીની સંખ્યામાં પણ વૃદ્ધિ થઇ હતી. આ જૂથમાં ઓસ્ટિયોક્લાસ્ટ ( Osteoclast ) કોશિકાઓમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. સાથે તે ઉંદરોમાં હાડકાંની કમજોરી જોવા મળી જે દાંત અને પેઢાંને પોતાની જગ્યાએ કસીને રાખવાનું કામ કરે છે. એટલું જ નહીં મેદસ્વિતાથી ( Obesity ) પીડિત ઉંદરોમાં ઓસ્ટિયોક્લાસ્ટ સંબંધિત 27 જીન વધુ સક્રિયરુપમાં જોવા મળ્યાં હતાં.
સોજા અને રોગ વિશે વધુ જાણકારી ઉપલબ્ધ થશે
સંશોધક કિર્કવુડે તારણો વિશે જાણકારી આપતાં આશા જતાવી હતી કે આ શોધના માધ્યમથી મેદસ્વિતાના ( Obesity ) કારણે શરીરમાં થતાં સોજા -ઇન્ફ્લેમેશનથી ( Chronic inflammation ) આર્થરાઇટિસ ( Arthritis ) તથા હાડકા સંબંધિત અન્ય રોગોની સ્થિતિ વધવા તથા સોજા અને રોગ વચ્ચેના સંબંધ વિશે વધુ જાણકારી મળી શકશે.
આ પણ વાંચોઃ શું શારીરિક સક્રિયતા એન્ગ્ઝાયટીના જોખમને કમ કરી શકે છે?
આ પણ વાંચોઃ Prostate Cancer ના દર્દીઓ માટે મહત્ત્વનું તારણ, મોટાપો વધારી શકે છે વધુ જીવિત રહેવાની સંભાવના