ન્યૂઝ ડેસ્કઃ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે ‘વિશ્વ કીડની દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ આપણા શરીરમાં કીડનીનું મહત્વ સમજવાનો, તેને લગતી બીમારીઓ વીશે જાણવાનો અને કીડનીના સ્વાસ્થ્યને કેવી રીતે જાળવી શકાય તેના વીશે માહિતી ફેલાવવાનો છે. આ વર્ષે આ દિવસ 11 માર્ચે ઉજવવામાં આવશે. આ વર્ષે તેની થીમ ‘લીવીંગ વેલ વીથ કીડની ડીસીઝ’ છે. સૌથી પહેલા આ દિવસ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી (ISN) અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કીડની ફાઉન્ડેશનના (IFKF)ના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2006માં ઉજવવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં લેસન્ટ દ્વારા ક્રોનિક કીડની ડીસીઝ (CKD) ના બર્ડન પર પ્રસીદ્ધ થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ હતુ કે વર્ષ 2017માં CKDના 697.5 મીલિયન કેસ નોંધાયા હતા અને 1.2 મીલિયન લોકોના તેના કારણે મૃત્યુ થયા હતા. CKDના દર ત્રીજા દર્દી માત્ર બે દેશ, ચીન અને ભારતમાં વસે છે.
આ દિવસ ઉજવવાનો હેતુ
‘વિશ્વ કીડની દિવસ’ની સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે આ દિવસ ઉજવવાનો હેતુ આ પ્રમાણે છે.
- તમારી કીડનીના કાર્યો વીશે જાણકારી ફેલાવવી તેમજ એ બાબત પર પ્રકાશ પાડવો કે ડાયાબીટીસ અને હાય બ્લડ પ્રેશરને કારણે ક્રોનિક કીડની ડીસીસ (CKD) થઈ શકે છે.
- ડાયાબીટીસ અને હાયપરટેન્શનના દર્દીઓમાં CKD માટે સીસ્ટમેટીક સ્ક્રીનીંગ માટે જાગૃતિ લાવવી.
- કીડનીની જાળવણી પહેલેથી જ થઈ શકે તેવી આદતો વીશે જાગૃતિ લાવવી.
- દરેક મેડીકલ પ્રોફેશનલને CKDના રીસ્ક અને તે થવાના કારણે વીશે જાગૃતિ લાવવા માટે પ્રેરીત કરવા. ખાસ કરીને એવા દર્દીઓમાં કે જેઓ CKDના હાય રીસ્ક પર છે.
- સ્થાનીક અને રાષ્ટ્રીય સ્તરે CKDને કાબુમાં લેવા માટેની તેમની ભૂમિકા પર ભાર આપવો. ‘વિશ્વ કીડની દિવસ’ પર દરેક સરકારને કીડની સ્ક્રીનીંગમાં રોકાણ કરવા માટે ઉત્સાહીત કરવા.
- કીડનીની નિષ્ક્રીયતા બાદ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન પર ભાર આપવો અને લોકોમાં અંગદાનના મહત્વ વીશે જાગૃતિ લાવવી.
કીડનીના કાર્યનું મહત્વ
કીડનીની ભૂમિકા ખુબ મોટી છે કારણ કે તે શરીરમાંથી ટોક્સીન દુર કરે છે, લોહીમાંથી વધારાનો કચરો બહાર ફેંકે છે તેમજ બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે અને રેડ બ્લડ સેલ ઉત્પાદીત કરે છે. આપણા હાડકાનું સ્વાસ્થ્ય પણ કીડની પર આધારીત છે. તેથી શરીરમાંથી કચરો બહાર ફેંકીને કીડની આપણા આખા શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમા ઉત્પન્ન થયેલા હોર્મોન્સ આપણા શરીરની યોગ્ય કાર્ય પદ્ધતિ જાળવવામાં મદદ કરે છે.
ક્રોનિક કીડની ડીસીઝ (CKD)
ધ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના કહેવા પ્રમાણે CKD એટલે એવી પરીસ્થીતિ કે જેમા કીડનીને નુકસાન પહોંચે છે અને જે રીતે તે શરીરમાં લોહી શુધ્ધ કરવુ જોઈએ તે રીતે કરી શકતુ નથી. તેના કારણે લોહીમાંનો વધારાનો કચરો શરીરમાં જ રહે છે અને તે અન્ય બીમારીઓ જેવી કે હ્રદયની બીમારી અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.
આ પણ વાંચોઃ જાણો કિડનીના રોગથી બચવા શું કરવું જોઈએ
CDC દ્વારા જણાવ્યા પ્રમાણે CKDને કારણે બીજી પણ કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
- એનીમીયા અથવા રેડ બ્લડ સેલમાં ઘટાડો
- ચેપ લાગવાની શક્યતામાં વધારો
- લોહીમાં કેલ્શીયમનું પ્રમાણ ઘટી શકે છે, પોટેશીયમનું પ્રમાણ વધી શકે છે તેમજ ફોસ્ફરસનું પ્રમાણ પણ વધી શકે છે.
- ભુખ લાગવામાં ઘટાડો થઈ શકે છે.
- તનાવ અને જીવન જીવવાની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે.
આ રોગની ગંભીરતામાં ફેરફાર હોઈ શકે છે પરંતુ આ રોગ થયા બાદ દર્દીની પરીસ્થીતિ દિવસે ને દિવસે ખરાબ થાય છે. જો સમયસર તેનું નિદાન કરવામાં ન આવે તો કીડની ફેઇલીયર અને કાર્ડીયોવેસ્ક્યુલર ડીસીઝ થઈ શકે છએ. જ્યારે કીડની કામ કરવાનું બંધ કરે છે ત્યારે ડાયાલીસીસ અને ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત ઉભી થાય છે. જો કે CDC એમ પણ જણાવે છે કે કીડનીની બીમારીના દરેક દર્દીને કીડની ફેઇલીયર થાય જ તેવુ જરૂરી નથી.
કીડની પર અસર પડવાના પાંચ મુખ્ય જોખમી પરીબળો આ પ્રમાણે છે.
- ડાયાબીટીસ
- હાય બ્લડ પ્રેશર
- હ્રદયની બીમારી
- CKDની ફેમેલી હીસ્ટ્રી
- મેદસ્વીતા
- કીડનીને સ્વસ્થ રાખવાના ઉપચાર
ડૉ. એલ. એચ. હીરાનંદાની હોસ્પીટલના સીઇઓ સુજીત ચેટર્જી જણાવે છે કે, “વધુ પડતી દવાઓ અને પેઇન કીલર લેવાનું ટાળવુ જોઈએ કારણ કે ખુબ વધુ માત્રામાં દવાઓ લેવાથી કીડનીની બીમારી થઈ શકે છે અને તે કીડની ફેઇલીયરનું કારણ પણ બની શકે છે. તેથી જ્યારે પણ શક્ય હોય ત્યારે નેચરલ થેરાપીનો ઉપયોગ કરો અને આયુર્વેદીક દવાઓ લેવાનો આગ્રહ રાખો.”
કીડનીને સ્વસ્થ રાખવા માટેના આઠ સોનેરી ઉપચારો:
- બ્લડ અને સુગર કાબુમાં રાખો
- વધુ માત્રામાં પાણી પીવો
- યોગ્ય વજનની જાળવણી કરો
- વધુ માત્રામાં દારૂનું સેવન ન કરો અને ધુમ્રપાન સદંતર છોડી દો
- બ્લડ પ્રેશરની તપાસ કરતા રહો
- શુદ્ધ અને સાત્વીક ખોરાક ખાઓ
- નીયમિત કસરત કરો
- નીયમિત રીતે બોડી ચેક-અપનો આગ્રહ રાખો