ETV Bharat / sukhibhava

Hand Senitizer harmful for Environment: જાણો કેવી રીતે હેન્ડ સેનિટાઇઝર સ્વાસ્થ સાથે પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે - એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ પોલ્યુશન

કોરોનાકાળામાં આ સંક્રમણથી બચવા માટે, લોકોને નિયમિતપણે તેમના હાથ સાફ રાખવા માટે સૂચનો કરવામાં આવ હતા. જેના માટે લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો વપરાશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. જો કે, લગભગ દરેક વ્યક્તિ એ વાતથી પણ વાકેફ છે કે સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક (Hand Senitizer harmful for body) છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કેટલાક ખાસ રસાયણો ધરાવતા સેનિટાઈઝર સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ માટે પણ નુકસાનકારક (Hand Senitizer harmful for Environment) છે.

Hand Senitizer harmful for Environment: જાણો કેવી રીતે હેન્ડ સેનિટાઇઝર સ્વાસ્થ સાથે પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે

author img

By

Published : Mar 3, 2022, 3:49 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોરોનામાં સંક્રમણને ફેલાતા અટકાવા અને હાથને જંતુમુક્ત રાખવા માટે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને વિશ્વભરના ડોકટરો દ્વારા સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરથી હાથ ક્લિન રાખવાની સલાહ આપવામાં આવી છે, જે સંક્રમણને ફેલાતા અટકાવામાં ખુબ અસરકારક (Hand Senitizer harmful for body) સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે, વારંવાર અને દરેક જગ્યાએ સાબુથી હાથ ધોવા શક્ય ન હોવાથી, લોકોએ આ યુગમાં હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગને વધુ પ્રાધાન્ય આપ્યું છે.

સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ ઘણી આડઅસર કરે છે

જોકે આ મહામારીનો પ્રકોપ હાલ તો ટાઢો પડ્યો છે, પરંતુ સેનિટાઈઝરનો ઉપયોગ હવે મોટી સંખ્યામાં લોકોની આદત બની ગયું છે. મોટાભાગના લોકો સાબુથી હાથ ધોવાને બદલે સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે, તે જાણતા હોવા છતાં કે સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ ઘણી આડઅસર કરે છે. તાજેતરના એક અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે, સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને તેના ઉત્પાદન અને ઉપયોગથી વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ બે ટકા સુધી વધવાની સંભાવના રહે છે.

એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ પોલ્યુશન રિસર્ચ વિશે જાણો

'એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ પોલ્યુશન (Environmental Science and Pollution Research) રિસર્ચ'માં પ્રકાશિત આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ સેનિટાઈઝરના ઉપયોગ અને તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર વિશ્લેષણ કર્યુ છે. આ સંશોધનમાં, વૈજ્ઞાનિકોએ હાથ ધોવાની ચાર પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, ઇથેનોલ-આધારિત સેનિટાઇઝિંગ જેલનો ઉપયોગ, આઇસોપ્રોપેનોલ-આધારિત સેનિટાઇઝિંગ જેલ, પ્રવાહી સાબુ અને પાણીનો ઉપયોગ અને બાર સાબુ અને પાણીનો ઉપયોગના આધારને બનાવતા બ્રિટેનની વસ્તી પર અસરનું એક મોડેલ તૈયાર કરાયું હતું. સંશોધન દરમિયાન, આ મોડેલ પર 16 અલગ-અલગ કેટેગરીમાં તુલનાત્મક અભ્યાસ કરાયો હતો. જેમાં આબોહવા પરિવર્તન, તાજા અથવા તાજા પાણીના સ્ત્રોતોમાં પ્રદૂષણ અથવા ઝેરીતા, ઓઝોન સ્તરને નુકસાન અને પાણીનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણ બાળકોમાં ADHDનું જોખમ વધારી શકે છે: સંશોધન

કેમિકલ સેનિટાઈઝર પર્યાવરણ માટે હાનિકારક

સંશોધનના તારણો સૂચવે છે કે, મોટાભાગના વ્યવસાયિક હેન્ડ સેનિટાઇઝર ઓછામાં ઓછા 15 સેકન્ડ માટે તમારા હાથ પર ઘસવામાં આવે છે, જેનાથી ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાની વિશાળ સંખ્યા ઓછી થાય છે, પરંતુ કેટલાક ખાસ પ્રકારના કેમિકલ સેનિટાઈઝર પર્યાવરણ માટે હાનિકારક હોઈ શકે છે. બજારમાં વિવિધ પ્રકારના હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ છે. આ સેનિટાઇઝરમાં આઈસોપ્રોપેનોલ અથવા ઈથેનોલ હોય છે. તેમાંથી, ઇથેનોલ ધરાવતા હેન્ડ સેનિટાઇઝરને પર્યાવરણીય દૃષ્ટિકોણથી હાનિકારક ગણવામાં આવે છે. કારણ કે ઇથેનોલને ઝેરી શ્રેણીમાં રાખવામાં આવે છે.

ઇથેનોલનું બાષ્પીભવન પર્યાવરણીય સમસ્યાઓનું કારણ

ખરેખર તો ઇથેનોલનું બાષ્પીભવન પર્યાવરણીય સમસ્યાઓનું કારણ બને છે, જેમ કે જમીનની સપાટી અને ભૂગર્ભજળમાં જોવા મળતા ઇથેનોલમાં વધારો અને ફોટોકેમિકલ ઓઝોનની માત્રામાં ફેરફાર બાયોઇથેનોલ ઇંધણ સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. Isopropanol ને ઇથેનોલ કરતાં ઓછું જોખમી માનવામાં આવે છે, કારણ કે તે કાર્બનિક સંયોજનોમાં વધુ ઝડપથી તૂટી જાય છે. જો કે, તે પાણીમાં રહેલા ઓક્સિજન માટે પણ હાનિકારક માનવામાં આવે છે. આ સિવાય હેન્ડ સેનિટાઇઝિંગ જેલનું ઉત્પાદન અને ઉપયોગ સામાન્ય કાર્બનમાં લગભગ 2 ટકાનો વધારો કરી શકે છે. જેના કારણે લોકોના આરોગ્યને અસર થઈ રહી છે.

જાણો સંશોધનના તારણો વિશે

સંશોધનના તારણો દર્શાવે છે કે, આરોગ્ય માટે 16 માંથી 14 શ્રેણીઓમાં આઇસોપ્રોપેનોલ આધારિત સેનિટાઇઝિંગ જેલનો ઉપયોગ પ્રમાણમાં ઓછો નુકસાનકારક હતો. સંશોધનમાં, ટ્રિનિટી કૉલેજ ડબલિન સ્કૂલ ઑફ ડેન્ટલ સાયન્સના સહયોગી પ્રોફેસર અને અભ્યાસ સંશોધક ડૉ બ્રેટ ડુઆને કહ્યું છે કે, આ સંશોધન સેનિટાઇઝિંગ જેલના ઉપયોગનું મૂલ્યાંકન કરવા માટેનું પ્રથમ સંશોધન છ. જેમાં જાણવું મળ્યુ છે કે, જટિલ રસાયણો ધરાવતી હેન્ડ સેનિટાઇઝિંગ જેલનો ઉપયોગ અને ઉત્પાદન બન્ને પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. સંશોધન વધુ પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની શોધ અને ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

આ પણ વાંચો: Reverse Walking Benefits: પીઠ અને ઘુંટણના દર્દથી પીડાવ છો, તો રિવર્સ વોકિંગ કરશે મદદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.