ETV Bharat / sukhibhava

Foods That Help In Weight Loss : વજન ઘટાડવામાં લાભદાયી બની શકે રાઈનો ઉપયોગ - પોષણ ટિપ્સ

રાઈ આપણાં મસાલાનો એક વિશેષ ભાગ માનવામાં આવે છે અને તેમાંથી બનાવેલ ખોરાક, વજન ઘટાડવામાં મદદ (Foods That Help In Weight Loss) કરી શકે છે. ચયાપચય પ્રકિયામાં સકારાત્મક અસર કરતા ખાદ્યપદાર્થો પરના સંશોધનમાં આ માહિતી સામે આવી છે. સંશોધનમાં વ્યક્તિના વજન અને તેના શરીરમાં ચરબીની માત્રાને અસર કરતા વિવિધ પ્રકારના આહારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ઘઉં અને રાઈ મુખ્ય હતાં.

Foods That Help In Weight Loss : વજન ઘટાડવામાં લાભદાયી બની શકે રાઈનો ઉપયોગ

author img

By

Published : Jan 7, 2022, 6:26 PM IST

ક્લિનિકલ ન્યુટ્રિશન જર્નલ મેમનમાં પ્રકાશિત થયેલા તાજેતરના સંશોધનમાં ચેલમર્સ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ દાવો કર્યો છે કે રાઈમાંથી બનેલો ખોરાક વજન ઘટાડવામાં (Foods That Help In Weight Loss) અસરકારક સાબિત થઈ શકે છે. આટલું જ નહીં રાઈ અને તેનાથી બનેલા ખોરાકનું નિયમિત સેવન કરવાથી શરીરને બીજા પણ ઘણા ફાયદા થાય છે. નોંધપાત્ર રીતે આ સંશોધન એવા ખોરાકને શોધવા અને વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું, જે ભૂખ અને શરીરના ચયાપચય પર હકારાત્મક અસર કરે છે. આ સંશોધનમાં રાઈના ફાયદાઓ પર વિશેષ ધ્યાન (nutrition tips ) આપવામાં આવ્યું છે.

સંશોધનના પરિણામો શું કહે છે

નોંધનીય છે કે સ્થૂળતા અને વધુ વજનને (Foods That Help In Weight Loss) હાલમાં વિશ્વમાં સૌથી મોટા સ્વાસ્થ્ય પડકારો પૈકી એક ગણવામાં આવે છે. જેનાથી રાહત મેળવવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંશોધન પણ આ શ્રેણીની એક કડી છે. જેમાં સંશોધકોએ અલગ-અલગ ઉંમરની મહિલાઓ અને પુરુષોના આહારમાં ફેરફાર કરીને તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કર્યું હતું.

આ સંશોધનમાં 30 થી 70 વર્ષની વયના એવા પુરૂષો અને મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતાં જેનું વજન 242 કિલોથી વધુ હતું. સંશોધન સમયગાળા દરમિયાન સહભાગીઓને બે જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતાં. જેમાં ચોક્કસ સમયગાળા માટે એક જૂથના આહારમાં શુદ્ધ ઘઉંનો સમાવેશ થતો હતો અને બીજા જૂથમાં સમાન ઊર્જા ધરાવતાં શુદ્ધ ઘઉં તેમ જ રાઈમાંથી બનાવેલ ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

રાઈનો ઉપયોગ કરનાર જૂથમાં વજન ઓછું થયું

સંશોધન પરિણામો દર્શાવે છે કે જો કે બંને જૂથના સહભાગીઓ જેઓ રાઈ અને ઘઉં અને એકલા ઘઉં આધારિત આહાર લેતા હતાં તેમના વજનમાં ઘટાડો (Foods That Help In Weight Loss) થયો હતો, પરંતુ ખાસ કરીને એકલા ઘઉંમાંથી બનાવેલ આહાર લેનારાઓની સરખામણીમાં ઘઉં સાથે રાઈનો ખોરાક લેનારા જૂથમાં સહભાગીઓએ સરેરાશ એક કિલોગ્રામ વધુ વજન ઓછું થયું હતું. સંશોધનમાં એ પણ સામે આવ્યું કે જે લોકો ઘઉં સાથે રાઈ યુક્ત આહાર ખાય છે તેમના શરીરમાં ચરબીના સ્તર પર પણ સકારાત્મક અસર પડે છે.

આ પણ વાંચોઃ કોરોનાની વર્તમાન સ્થિતિમાં મેદસ્વી લોકો માનસિક અને શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે

જરુરી છે વધુ સંશોધનો

સંશોધનના તારણો વિશે વધુ માહિતી આપતાં ચેલમર્સ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ વિભાગમાં મુખ્ય સંશોધક કિયા નોહર ઇવરસેને જણાવ્યું હતું કે પરિણામોએ સાબિત કર્યું છે કે રાઈનો ઉપયોગ માત્ર વજન ઘટાડવાના સંદર્ભમાં જ નહીં, શરીરમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરવા (Foods That Help In Weight Loss)અને શરીરના ચયાપચયને સુધારવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે. તેમણે કહ્યું કે તેમની ટીમ હાલમાં તપાસ કરી રહી છે કે રાઈના ઉપયોગથી વજન ઘટવા માટે આંતરડામાં હાજર કોઈ ચોક્કસ બેક્ટેરિયા જવાબદાર છે કે કેમ!

રાઈનો ઉપયોગ શરીરમાં ફાઈબર વધારે

નોંધપાત્ર છે કે પહેલાં પણ રાઈના ફાયદાઓને લઈને કેટલાક સંશોધન કરવામાં આવ્યા હતાં. જેના પરિણામોમાં એવું માનવામાં આવતું હતું કે જે લોકો નિયમિતપણે રાઈનું સેવન કરે છે (Foods That Help In Weight Loss) તેમના શરીરમાં ફાઈબરની માત્રા પ્રમાણમાં સારી હોય છે. આ સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે જે લોકો નિયમિતપણે રાઈનું સેવન કરે છે તેઓ માત્ર શુદ્ધ ઘઉંમાંથી બનાવેલ આહાર લેનારા લોકો કરતાં વધુ ઊર્જાસભર લાગે છે. જોકે સંશોધકોએ એમ પણ કહ્યું છે કે એક જ પ્રકારનો ખોરાક અલગ-અલગ લોકો પર અલગ-અલગ ફાયદા અને ગેરફાયદા દર્શાવી શકે છે અને તેમનું શરીર વિવિધ રીતે ખોરાક પર પ્રતિક્રિયા આપી શકે છે.

આ પણ વાંચોઃ સાધારણ ચાલવા કરતાં ઝડપથી ચાલવું ફાયદાકારક છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.