ETV Bharat / sukhibhava

ખેલ દરમિયાન પહોંચતી ઇજાઓને ટાળો છો તો આ ખતરો છે - Health Tips

ખેલ કે તે સંબંઘિત અપાતી તાલીમ દરમિયાન ખેલાડીઓને ઇજા થવી એ સામાન્ય બાબાત થઇ ગઇ છે, પરંતુ આ ચોટ તેની ખેલ રમવાની ક્ષમતાને અસર ન કરે તે માટે તેમનું શરીર ફિટ અને સ્વસ્થ હોવુ આવશ્યક (Health Tips) છે. એક વાત તો પાકી છે કે, ઇજા ગમે તેટલી હોય તે અમુક સમયે તો ખેલાડીને અસર કરે છે. આ સંજોગામાં વ્યકિતએ આ વાતની ખાસ તકેદારી રાખવી જોઇએ.

ખેલ દરમિયાન પહોંચતી ઇજાઓને ટાળો છો તો આ ખતરો છે

author img

By

Published : Mar 9, 2022, 4:47 PM IST

ઘણી વખત રમતગમતની સ્પર્ધા, તાલીમ અથવા કસરત દરમિયાન ખેલાડીઓને ઈજા થવાની સંભાવના હોય છે. જો કે પ્રોફેશનલ ખેલાડીઓના સ્વાસ્થ્યની સામાન્ય રીતે નિયમિત તપાસ (Health Tips) કરવામાં આવે છે, પરંતુ આવા યુવાનો કે જેઓ રમતગમતમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે એ જરૂરી છે કે તેઓ શરૂઆતથી જ તેમના સ્વાસ્થ્ય ખાસ કરીને હાડકાં, સ્નાયુઓને મજબૂત અને રોગમુક્ત (sports injury prevention) રાખવાનો પ્રયાસ કરે.

જાણો આ માહિતી વિશે

સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડો. રતિ શ્રેષ્ઠા જણાવે છે કે, યોગ્ય માત્રામાં તાલીમની સાથે સાથે રમતને લગતી વિગતવાર માહિતી, યોગ્ય ટેકનિક અને રમત અંગે પૂરતી માહિતી સહિત અન્ય બીજી બાબતોનું ધ્યાન રાખી ઈજા થવાનું જોખમ ઘટાડી શકાય છે. આ ઉપરાંત, કેટલીક સાવચેતી અને મહત્વપૂર્ણ બાબતો છે જે ખેલાડીઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: International Womens Day 2022: ભારતમાં પ્રજનન દરમાં ઘટાડો એ ચિંતાનો વિષય

  • રમતગમતની પ્રેક્ટિસ દરમિયાન ગતિ, તત્પરતા અને સાચી ટેકનિકનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. જો ખેલાડીમાં આ માહિતીનો અભાવ હશે તો ખેલાડીમાં ફ્રેક્ચર, સ્નાયુમાં ખેંચાણ, ઈજાઓ અથવા અન્ય પ્રકારની સમસ્યાઓ થઇ શકશે.
  • ક્યારેક ફિટનેસના અભાવે પણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે. આ સંજોગોમાં રમતમાં ખેલાડીઓને ઈજા ન થાય તે માટે તેમનું વોર્મ-અપ અને કન્ડીશનીંગ યોગ્ય હોય તે અત્યંત જરૂરી છે. સાથે જ કસરતો, વોર્મ-અપ એક્સરસાઇઝ, કૂલડાઉન એક્સરસાઇઝ અને પ્રેક્ટિસનો સમયગાળો હંમેશા રમતના આધારે નક્કી કરવો જોઈએ.
  • મોટાભાગે ખેલાડીઓ પર તેનો વજન, ઉંમર ખેલની જરૂરિયાત મુજબ છે કે નહી આ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જો આ પ્રમાણે ખેલાડી ફિટ ના હોય તો તે આહાર અને કસરતના માધ્યમથી તેનો વજન, બોડી માસ ઇન્ડક્સને લેવલમાં લાવવાના પ્રયત્નો હાથ ધરે છે. ખેલાડીમાં આટલી બાબત હોવી તેની પૂરેપૂરી જવાબદારી ખેલાડીના કોચ પર હોય છે.
  • પ્રોફેશનલ ખેલાડીઓને સામાન્ય રીતે તેમના કોચ અથવા ટ્રેનરના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવે છે. એટલે તે ખેલાડીઓને યોગ્ય રીતે, યોગ્ય ટેકનીક સાથે અને નિયમો પ્રમાણે રમતની પ્રેક્ટિસ કરાવે છે. ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓએ માહિતી હોવી જોઇએ કે, તેમના માટે શું કરવું યોગ્ય છે અને શું નહીં. કારણ કે જો તેઓ બેઝિક્સ પણ જાણતા નથી, તો પછી માત્ર શારીરિક સમસ્યાઓ જ નહીં, પરંતુ કસરત દરમિયાન ઈજા થવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે.
  • મોટાભાગની રમતો દરમિયાન ખેલાડીએ રક્ષણાત્મક સાધનો પહેરવા જરૂરી છે. ખેલાડીઓને સામાન્ય રીતે તેમના ઘૂંટણ, અન્ય સાંધા અને ખાનગી ભાગોને સુરક્ષિત રાખવા માટે પ્રેક્ટિસ અથવા સ્પર્ધા દરમિયાન રક્ષણાત્મક ઉપકરણો પહેરવાની સૂચના આપવામાં આવે છે. સારી ગુણવત્તાના રક્ષણાત્મક સાધનો અને તેને પહેરવાની યોગ્ય રીત ખેલાડીઓને ઈજાઓથી ઘણી હદ સુધી સુરક્ષા પૂરી પાડે છે.
  • જો શરીરમાં કોઇ પણ પ્રકારની ખામી કે પછી નબળાઇ હશે સંભવિત તે ખેલાડીને ઇજા પહોંચી શકે છે. આ માટે ખેલાડીએ જરૂરી માત્રામાં સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે. અમુક પ્રકારની રમત માટે ખેલાડીઓને વિવિધ પ્રકારનો આહાર પણ આપવામાં આવે છે. જેમાં ચોક્કસ પોષણનું પ્રમાણ વધુ હોય છે. જેનો મુખ્ય હેતુ એ છે કે ખેલાડીનું શરીર ઉપર મુજબની રમત મુજબ અને રમતની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે.
  • ખેલાડીઓ માટે નિયમિત આરોગ્ય તપાસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે જો કોઈ રોગ કે સમસ્યા હશે તો તેની સારવાર અને નિવારણ માટે પ્રયત્નો કરવા માટે સમય મળે

આ પણ વાંચો: Kidney problems: પુરુષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ થવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.