ETV Bharat / sukhibhava

Fitness tips: શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરી આ રીતે રહો તંદુરસ્ત - Fitness tips

આ કોરોના મહામારીએ (Corona epidemic) લોકોને ઘરમાં બંધ કરી દીધા છે. મહામારીએ ઓફિસ જતા લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી અને સ્કૂલે જતા બાળકો માટે ઓનલાઇન શિક્ષણ (Disadvantages Of Online Eudcation) ચાલું થયું. ટુંકમાં કહીએ તો આ મહામારીએ લોકોના જીવનને આળસું બનાવી (fitness tips) દીધું છે. જેના કારણે શરીર સંબંધિત ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે. જાણો તે બીમારીના નામ વિશે..

Fitness tips: શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરી આ રીતે રહો તંદુરસ્ત

author img

By

Published : Feb 17, 2022, 1:05 PM IST

કોવિડ મહામારીના (Corona epidemic) આગમન પહેલા સામાન્યપણે લોકોમાં આળસુ જીવનશૈલી Fitness tips) અને ખરાબ ખાવાની આદતો, ડાયાબિટીસ અને સ્થૂળતા સહિત અન્ય કોમોર્બિડ સમસ્યાઓના કેસો પ્રકાશમાં આવતા હતાં. કોરોના દરમિયાન,પીડિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જેનું એક મુખ્ય કારણ લોકડાઉન અને તેના કારણે વધેલી શારીરિક નિષ્ક્રિયતા.

લોકડાઉનમાં લોકો આળસુ બન્યા

બાળકોમાં ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓને રોકવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત દિલ્હી ફિઝિશિયન ડૉ. કુમુદ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, નાની વયમાં કે યુવાવસ્થામાં ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાએ આજે સામાન્ય સ્વરૂપ લઇ લીધું છે. જેનું મોટું કારણ આપણી જીવનશૈલીમાં થતો શારીરિક શ્રમનો અભાવ છે.

વ્યાયમ વગર શરીરનો વિકાસ સારી રીતે નથી થતો

ડૉ. કુમુદ વિસ્તૃત માહિતી આપતા કહે છે કે, વર્તમાન સમયમાં બાળકો વાંચવા ઉપરાંત, પુખ્ત વયના તેના ઓફિસ કામ માટે કલાકો સુધી એકની એક જગ્યાએ બેસી રહે છે. જેની અસર તેના ખાવા-પીવાની આદત તેમજ કોઇ પણ પ્રકારની કસરત પણ નથી થતી. તેના લીધે શરીરમાં સાચી માત્રામાં કૈલરી બર્ન નથી થઇ શકતી અને પાંચન તંત્ર પણ નબળું થાય છે. ડો.કુમુદ કહે છે કે, ઉંમર કોઇ પણ હોય શરીરને સ્વસ્થ બનાવી રાખે તેવા પ્રકારની જીવનશૈલી અપનાવી જોઇએ. જે શરીરને રોગોથી બચાવશે.

આ પણ વાંચો: water retention In body: જાણો શરીરમાં કેટલી માત્રામાં પાણીની જરૂરીયાત

આહાર પર નિયંત્રણ રાખવું જરૂરી

કોઈપણ પ્રકારની બીમારીઓ કે સમસ્યાઓથી બચવા કે નિયંત્રણમાં રાખવા માટે સૌથી જરૂરી છે આહાર પર નિયંત્રણ રાખવું. નિયંત્રણ રાખવાનો મતલબ નથી કે, કેટલીક વસ્તુઓને સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ. જો ડાયાબિટીસ, સ્થૂળતા કે બ્લડપ્રેશર જેવી કોઈ ખાસ સમસ્યા પહેલાથી જ હોય ​​તો અલબત્ત અમુક ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું આવશ્યક હોય છે. ડો. કુમુદએ જણાવ્યું કે, વધુ તૈલી, મસાલેદાર, સાચવેલા અને પ્રોસેસ્ડ ફૂડ તથા વધુ ખાંડવાળા કે ખારા ખોરાક વારંવાર ખાવાથી માત્ર કોમોર્બિડિટી જ નહીં, પરંતુ બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ફિટ રહેવા લોકોએ આ કરવું જોઇએ

હાઇબ્રિડ એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમના કારણે લોકડાઉન હટ્યા બાદ પણ ઘણા બાળકો શાળા અને લોકો તેમની નોકરી ઓનલાઈન માધ્યમથી કરી રહ્યા છે. જેના પરિણામે તેમની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય એવા કાર્યો પણ કરી શકાય છે, જેમાં શરીર વધુ સક્રિય બને, જેમ કે જો તમારે બજારમાંથી કોઈ વસ્તુ લાવવી હોય તો તમે પગપાળા અથવા સાઈકલ ચલાવી જઇ શકો છો. સાથે જ તમે સવારે અને સાંજે વોક કરી શકો છો.

નશીલા પદાર્થ કરવા જોઈએ નહીં

કેટલીકવાર ધૂમ્રપાન, આલ્કોહોલ અથવા અન્ય કોઈપણ પ્રકારના નશાની આદત પણ અનેક પ્રકારની સમસ્યાઓને જન્મ આપી શકે છે. ખાસ કરીને જો વ્યક્તિ પહેલેથી જ કોઈ રોગ અથવા અન્ય સ્થિતિનો શિકાર હોય, તો આવી આદતો તેની શારીરિક અને માનસિક સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આ સમસ્યાઓમાં, કોઈપણ પ્રકારના નશાની આદતથી આંખો, ફેફસા, કિડની, આંતરડા અને હૃદય વગેરેમાં ગંભીર રોગો થવાનું જોખમ વધી જાય છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી આવી આદતોથી દૂર રહેવાનો પ્રયાસ કરો અથવા ઓછામાં ઓછું તેનું સંયમિત સેવન કરો.

આ પણ વાંચો: Problem of Folliculitis : મસ્તિષ્ક ત્વચાની આ ગંભીર સમસ્યાથી કઇ રીતે બચી શકાય? નિષ્ણાત પાસે જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.