ETV Bharat / sukhibhava

Depression Treatment: ડિપ્રેશનને ટાળો નહી તેની સારવાર અત્યંત જરૂરી, જાણો તેના લક્ષણો - Depression Symtoms

એક જૂની કહેવત છે 'સ્વસ્થ તનમાં સ્વસ્થ મનનો વાસ હોય છે, પરંતુ શું તમારુ ક્યારેય એ વાત પર ધ્યાન ગયુ છે કે જો મન સ્વસ્થ હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. એટલે કે આ બે વસ્તુઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જાણો ડિપ્રેશનની સારવાર (Depression Treatment) અને તેના લક્ષણો (Depression Symtoms) અંગે...

Depression Treatment: ડિપ્રેશનને ટાળો નહી તેની સારવાર અત્યંત જરૂરી, જાણો તેના લક્ષણો
Depression Treatment: ડિપ્રેશનને ટાળો નહી તેની સારવાર અત્યંત જરૂરી, જાણો તેના લક્ષણો
author img

By

Published : Mar 26, 2022, 11:44 AM IST

સ્વસ્થ તનમાં સ્વસ્થ મનનો વાસ હોય છે: એક જૂની કહેવત છે 'સ્વસ્થ તનમાં સ્વસ્થ મનનો વાસ હોય છે, પરંતુ શું તમારુ ક્યારેય એ વાત પર ધ્યાન ગયુ છે કે જો મન સ્વસ્થ (Depression Treatment) હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. એટલે કે આ બે વસ્તુઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે મનના સ્વાસ્થ્ય વિશે ઉદાસીન વલણ અપનાવીએ છીએ અથવા તો તેને શરમજનક બનાવીને છુપાવવાનો પ્રયત્ન કરીએ (Depression Symtoms) છીએ.

માનસિક સ્થિતિ અંગે ઘણી બધી ગેરસમજણો કેમ: જે રીતે તાવ આવે ત્યારે આપણે તેની દવા લઇને તેનો ઇલાજ કરીએ છીએ, એ જ રીતે મન અસ્વથ હોય ત્યારે તેનો ઇલાજ કરવો અત્યંત આવશ્યક છે. ખાસ કરીને આપણે ભારતીયોમાં માનસિક સ્થિતિ અંગે ઘણી બધી ગેરસમજણો છે. જો કોઇ વ્યકિત માનસિક બીમારીથી પીડાતી હોય તો લોકો તરત જ તેને પાગલપનનુ બિરુદ આપી તેનુ નામકરણ કરી દે છે. આ સંદર્ભે તેઓ અંધશ્રદ્ધાનો ભોગ બને છે, પરંતુ તે સાયકાઇટ્રિસ્ટ અને કાઉન્સેલર પાસે જવાથી ડરે છે. સૌથી ખાસ બાબત એ છે કે કોઇ પણ પ્રકારની દિમાગી સમસ્યાને તેઓ બીમારી માનતા જ નથી. તેઓ એક વહેમ માનીને જીવવા લાગે છે. ડિપ્રેશન જેવી બીમારી જે ખરા ઇલાજથી એકદમ સામાન્ય થઇ જાય છે, પરંતુ જો સમયાંતરે આ બીમારીની સારવાર લેતા નથી તો આવા સંજોગોમાં આ બીમારી એક ભયાનક સ્વરૂપ લઇ લે છે. દેશમાં આજે પણ એવી વિચારધારા છે, સાયકાયટ્રિસ્ટ યા કાઉન્સેલરનુ નામ અથવા તો તેની પાસે જવુ એ સારી બાબત નથી. આ અનુસંધાને ડિપ્રેશનના કેસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે.

આ પણ વાંચો: Skin cancer symptoms: જાણો ત્વચા કેંસર વિષે અને તેના લક્ષણો

ડિપ્રેશન એ કોઇ નવી સમસ્યા નથી: ડિપ્રેશન એ કોઇ નવી સમસ્યા નથી, પરંતુ આ સમસ્યાને અવગણવામાં આવે છે. લોકો વિચારે છે કે તેને મહત્વ આપવાની શું જરૂર છે, તેના પરથી ધ્યાન હટાવી દેશુ એટલે સારું થઇ જશે, કારણ કે ડિપ્રેશન એ વિપ્રેશન સિવાય બીજું કંઈ નથી. રિસર્ચમાં પૂરવાર થયું છે, જો ડિપ્રેશનથી પીડાતી વ્યકિતને સમયસર સારવાર મળી જશે તો આત્મહત્યાં જેવા કિસ્સાઓ પર રોક લાગી જશે, પરંતુ ખરેખર તો વિપરીત સ્થિતિ છે. વર્તમાન સમયમાં કેટલાક લોકો આ બીમારીને લઇને જાગૃત થયા છે, પરંતુ તે લોકો પણ કોઇને કોઇ ગેરસમજણોનો શિકાર છે. તેથી મહત્વનું એ છે કે, આ બાબતે સાચી અને સચોટ માહિતી મેળવો જેથી તમે કોઇ પણ ગેરસમજણનો શિકાર બનશો નહીં. આ સંદર્ભે ખાસ આ બાબતોનુ ધ્યાન રાખો...

ડિપ્રેશનને કાલ્પનિક તરીકે નકારશો નહીં: ખરેખર તો સત્યને ટાળવા માટેનું આ એક બહાનું છે. તથ્ય તો એ છે કે, જ્યારે ડોકટરો મગજનુ સ્કેન કરે છે એ દરમિયાન ડિપ્રેશનના દર્દીઓમાં મગજના રસાયણો જ્ઞાનતંતુઓમાં જતા અસંતુલિત દેખાય છે. તેથી ડિપ્રેશનને કાલ્પનિક તરીકે નકારશો નહીં.

ડિપ્રેશનના કિસ્સામાં વ્યસ્તતા મદદરૂપ: કેટલીકવાર ડિપ્રેશનના કિસ્સામાં વ્યસ્તતા મદદરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને કોઈ રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેવું. જો કે વધુ પડતી વ્યસ્તતા પણ સમસ્યાઓનો પોટલો છે. કોઇ પણ પ્રકારનુ સામાજિક કાર્ય અથવા કલા પ્રવૃત્તિ કરવી ડિપ્રેશનના પ્રારંભિક અથવા હળવા કેસોમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ ક્રોનિક ડિપ્રેશન દરમિયાન ડૉક્ટર અમુક સમય માટે વ્યસ્ત ન રહેવાની સલાહ પણ આપી શકે છે. ક્યારેક તમારી જાતને વધુ પડતા કામમાં મૂકવું એ પણ ક્લિનિકલ ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. આ સંજોગોમાં દર્દી વધુ એકલા અને હતાશ થવાની સંભાવના પણ વધી જાય છે. ખાસ કરીને ડિપ્રેશનથી પીડિત પુરુષોમાં આ એક સામાન્ય લક્ષણ છે કારણ કે તેઓ તેમની સમસ્યાઓ સરળતાથી વ્યક્ત કરી શકતા નથી.

ડિપ્રેશન અંગે લાકોની આવી માન્યતા: લોકોની સામાન્ય રીતે એવી ધારણા બાંધે છે કે ડિપ્રેશન ફક્ત તે જ લોકોને થશે જેઓ કોઈક દુ:ખમાંથી પસાર થયા છે, પરંતુ ખરેખર તો એવું નથી. કેટલીકવાર વ્યક્તિ પાસે તમામ સુખ સગવડો હોવા છતાં તેઓ ભાવનાત્મક અશાંતિમાંથી પસાર થઈ શકે છે. આપણે અખબારોમાં કોઈ સેલિબ્રિટી અથવા અમીર વ્યક્તિ વિશે વાંચતા હોઇએ છીએ કે તેણે ડિપ્રેશનને કારણે પોતાનો જીવ આપી દીધો. ડિપ્રેશન એ એવી સ્થિતિ છે જે કોઈપણ વય અથવા જૂથની કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. બાળકોમાં પણ ઉપરાંત તે ક્યારેક આનુવંશિક પણ હોઈ શકે છે.

જાણો ડિપ્રેશનના લક્ષણો: ડિપ્રેશનના લક્ષણો બઘામાં સામાન્ય હોય એ જરૂરી નથી. માત્ર દુખી દેખાવુ, રડવુ, હતાશા જ તેના લક્ષણો નથી. આ સિવાય ચિડચિડાપણુ, ગુસ્સે થવુ, ખીજ, એકાગ્રતા ન હોવી, વધુ પડતો ખોરાક લેવો કે ખાવાનુ જ બંધ કરી દેવુ, એકલુ રહેવુ, કોઇ કારણ વગર ઉત્સાહિત થઇ જવુ કે પછી એકદમ ચૂપ થઇ જવુ આ પ્રકારના લક્ષણોનો પણ સમાવેશ થાય છે. ક્યારેક એવુ પણ બને કે કોઇ વ્યકિત બહારથી એકદમ બરાબર દેખાતો હોય, પરંતુ તેના મનમાં તો ઉથલ પુથલ થઇ રહી હોય છે.

ડિપ્રેશનમાં સારવારની જરૂર: ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે દર્દીને સારવાર કરવી જરૂરી છે, ઉપરાંત, તેની આસપાસ સ્વસ્થ અને સકારાત્મક વાતાવરણ હોય એ પણ અત્યંત જરૂરી છે. દર્દીની સ્થિતિને સમજતા મિત્રો, પરિચિતો કે પરિવારજનો સાથે સમય વિતાવવો, વાત કરવી, નિયમિત કસરત અને પૌષ્ટિક આહાર ચાલુ રાખવો, કાઉન્સેલિંગ સેશન નિયમિત રાખવું અને સંપૂર્ણ સારવાર લેવી તેમજ પોતાની જાતમાં આત્મવિશ્વાસ કેળવવો આ સમસ્યામાંથી ચમત્કારિક સાબિત થઈ શકે છે. તેથી, જ્યારે પણ કોઈ વ્યક્તિ આ કોઈ લક્ષણો દર્શાવે છે, ત્યારે તેની તરફ મદદનો હાથ લંબાવો, શું તમે જાણો છો કે તમે અમૂલ્ય જીવન બચાવવામાં યોગદાન આપી શકો છો.

આ પણ વાંચો: World Tuberculosis Day 2022: ટીબીનો અંત લાવવા માટે રોકાણ કરો અને બચાવો જીવન

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.