હૈદરાબાદ: તબીબોનું કહેવું છે કે, 'ફળને સીધું ખાવું એ શ્રેષ્ઠ ઉપાય છે.' ઘણા લોકો ફળ ખાઈને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. તો કેટલાક લોકો ફળો ખોટી રીતે ખાવાથી બીમાર પડે છે. એ જાણવું જરુરી છે કે, કેવી રીતે ફળ ખાવા શરીર માટે ફાયદાકારક છે. દરેક વ્યક્તિ જાણે છે કે, જો દિવસમાં એક સફરજન ખાશો તો ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. ફળ ખાવાનો અર્થ એ છે કે, શરીરને જરૂરી પોષક તત્વો મળે. પરંતુ જે લોકોને ફળ ખાવાની આદત હોય છે, તેમાં કેટલાક લોકો તેમની કેટલીક ભૂલોને કારણે બીમાર પડી જાય છે.
આ પણ વાંચો: Sheet masks : શીટ માસ્ક ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે, જાણો કઈ રીતે
ફળ ખાવાના ફાયદા: એપ્પલ અને બનાના ખાવાથી શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. પરંતુ ઘણાને આ રીતે સીધું ખાવાનું ગમતું નથી. તેને વિવિધ પ્રકારના રસ અથવા અન્ય વસ્તુઓ સાથે ખાવાનું પસંદ છે. તેઓ સલાડ, ચાટ, શેક જેવા વિવિધ નામ સાથે વિવિધ સંયોજનોમાં ફળ લે છે. ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ફળની સાથે અમુક પદાર્થોનું સેવન કરવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે. તો અહિં એ જાણવાનો પ્રયાસ કરીશું કે, ક્યા ફળ એક સાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
દૂધ અને સંતરા: દરરોજ એક ગ્લાસ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, તે પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ જો દૂધ અને સંતરા એક સાથે લેવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન થાય છે. આ સંયોજનનું સેવન કરવાથી પાચનક્રિયા ખરાબ થઈ શકે છે. પરિણામે, તે એક રોગ ખરીદવા જેવું છે.
દૂધ અને પાઈનેપલ: પાઈનેપલમાં બ્રોમેલેન નામનો એક ખાસ પદાર્થ હોય છે. તે માત્ર પાઈનેપલમાં જ જોવા મળે છે. પાઈનેપલમાં હાજર બ્રોમેલેન જો દૂધ સાથે લેવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. પરિણામે, પેટમાં ગેસ, હાર્ટબર્ન, ચેપ અને માથાનો દુખાવો જેવા પરિણામોનો સામનો કરવો પડે છે.
ગાજર અને નારંગી: ગાજર અને નારંગી આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તેમને સાથે લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સારા નથી. તેમને એકસાથે ન ખાવા જોઈએ. ઉપરાંત, ઘણા લોકો ગાજરનો રસ અને સંતરાનો રસ એકસાથે લે છે. આમ કરવાથી ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ડૉક્ટર્સ ચેતવણી આપે છે કે, જો આ મિશ્રણ લેવામાં આવે તો હાર્ટબર્ન અને કિડનીને નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો: Excessive alcohol : વધુ પડતા આલ્કોહોલનું સેવન પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વનું કારણ બને છે
પપૈયા અને લીંબુ: લીંબુ જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકોને તેમની શબજીમાં લીંબુ નીચોવવાની આદત હોય છે. પરંતુ કેટલાક લોકોને પપૈયા પર લીંબુ નીચોવીને ખાવાની પણ આદત હોય છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આનાથી શરીરમાં હિમોગ્લોબિનના સ્તરમાં ઘણો ફરક પડે છે.
જામફળ અને કેળાઃ દરરોજ જામફળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ ડોકટરો કેળા ખાવાનું સૂચન કરે છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. પરંતુ જો આ બંનેને સાથે લેવામાં આવે તો તબીબોએ ચેતવણી આપી છે કે, સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તેનાથી શરીરમાં ગેસ વધે છે અને તેનાથી માથાનો દુખાવો પણ થાય છે. પરંતુ જો તેને સલાડ, જ્યુસ કે અન્ય કોઈપણ સ્વરૂપમાં સીધું લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો નથી એવું કહેવાય છે.
શાકભાજી સાથે ફળો ન ખાઓ: ઘણા લોકો ફળો સીધા ખાતા નથી પરંતુ તેને શાકભાજી સાથે ભેળવીને ખાય છે. હકીકતમાં ફળોમાં શુગર લેવલ ખૂબ જ વધારે હોય છે. તેમજ તેઓ પચવામાં વધુ સમય લે છે. આનાથી ઝાડા, માથાનો દુખાવો, ચેપ, પેટમાં દુખાવો અને અન્ય ઘણી સમસ્યાઓ થાય છે.