ETV Bharat / sukhibhava

કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન - દર્દીઓમાં બીપી પણ જોવા મળ્યું વધારે

કોવિડના દર્દીઓમાં સ્ટ્રોકનો પણ ખતરો હોવાનું એક સંશોધનમાં સામે આવ્યું છે. શ્વસનનો રોગ હોવાની સાથે જ આ વાઇરસ શરીરના કોઇ પણ તંત્રને અસર પહોંચાડી શકે છે. આથી આ વાઇરસને અટકાવવો ખૂબ જ જરૂરી બન્યો છે.

વિડના દર્દીઓને સ્ટ્રોક આવવાનો ખતરો
વિડના દર્દીઓને સ્ટ્રોક આવવાનો ખતરો
author img

By

Published : Mar 23, 2021, 5:14 PM IST

  • કોવિડના દર્દીઓને સ્ટ્રોક આવવાનો ખતરો
  • સંશોધનમાં સામે આવી વિગતો
  • અમુક દર્દીઓમાં વધારે બીપીની પણ જોવા મળ્યું

ન્યૂઝ ડેસ્ક: એક સંશોધન મુજબ કોવિડ - 19 સ્ટ્રોકના જોખમને વધારી શકે છે. જે દર્દીઓ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહ્યાં હોય તેમના માટે આ ખતરો વધી જાય છે. શ્વાસ સંબંધિત બિમારી હોવાના કારણે શરીરના અનેક અંગોને તે પ્રભાવિત કરી શકે છે. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરેલા કોવિડ - 19 ના દર્દીઓને સ્ટ્રોક આવવાનો ખતરો વધી જાય છે. આ ખતરોએ દર્દીઓ માટે વધી જાય છે જેમને ઇન્ફ્લુએન્જા અને સેપ્સિસ જેવા વાઇરસ લાગ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્ટોક 2021માં રજૂ કરવામાં આવેલા એક શોધપત્રમાં સામે આવ્યું છે કે કોવિડ-19 કોર્ડિયોવસ્કુલર ડિઝીઝ રજીસ્ટરમાં 1.4 ટકા દર્દીઓની તપાસમાં આ સામે આવ્યું છે. જેમાંથી 52.7 ટકા દર્દીઓને ઇસ્કીમિક સ્ટ્રોકનો અનુભવ થયો હતો. 2.5 ટકા લોકોને ક્ષણિક ઇસ્કેમિક એટેક આવ્યો હતો અને 45.2 ટકા બ્લડ સ્ટ્રોક આવ્યો હતો.

કોરોના વાઇરસ ફક્ત શ્વસનતંત્રની બિમારી નથી

વોશિંગટન વિશ્વ વિદ્યાલયના પ્રમુખ લેખક સૈટે એસ. શકીલે જણાવ્યું હતું કે 'આ તારણો પરથી કહી શકાય કે કોવિડ - 19 સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. જો આ અંગે હજી પણ કોઇ નિશ્ચિત તારણ પર આવવું અશક્ય છે.' શકીલે કહ્યું હતું કે 'મહામારી હજી ફેલાઇ રહી છે અને તેમાં એવું સામે આવી રહ્યું છે કે કોરોના વાઇરસ ફક્ત શ્વસનતંત્રની બિમારી નથી. તે એવી બિમારી થછે કે શરીરના કોઇપણ તંત્રને પ્રભાવિત કરી શકે છે.' ટીમે એક અભ્યાસ માટે અમેરિકન હાર્ટ એસોસિએશનના કોવિડ - 19 સીવીડી રજીસ્ટ્રેશનના ડેટાનો ઉપયોગ કર્યો હતો. જેમાં સમગ્ર અમેરિકાના 20,000થી વધારે દર્દીઓનો સમાવેશ થયો છે.

વધુ વાંચો: શું કોવિડ-19ને કારણે લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરનાં લક્ષણો વિકસે છે?

અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે સ્ટ્રોક વાળા રોગીઓની તુલનામાં કોઇ પણ પ્રકારના સ્ટ્રોકવાળા પુરુષો અને વૃદ્ધો(સરેરાશ ઉંમર 65)ની સંખ્યા વધારે હોવાની શક્યતા પ્રબળ છે. મોટાભાગે ઇસ્કેમિક સ્ટ્રોકના દર્દીઓમાં સ્ટ્રોક વગરના દર્દીઓની તુલનામાં બીપી વધારે જોવા મળ્યું હતું.

વધુ વાંચો: આંખમાં કોવિડનું ઇન્ફેક્શન થતું અટકાવવા માટે લેન્સને બદલે ચશ્માં પહેરવાનું રાખો

શકીલે જણાવ્યું હતું કે,' સ્ટ્રોકના પરીણામો વિનાશકારી હોઇ શકે છે અને કોવિડ-19થી બચવું બચી ગયેલા દર્દીઓ માટે ખૂબ જ મુશ્કેલ છે.' તેમણે એવું પણ જણાવ્યું હતું કે એ પહેલાંથી ઘણું મહત્વપૂર્ણ બન્યું છે કે આપણે જાહેર સ્વાસ્થ્ય સેવા અને વેક્સિન વિતરણ વ્યવસ્થાના માધ્યમથી કોવિડ-19ને પ્રસરતો અટકાવી શકીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.