ETV Bharat / sukhibhava

શું તમે મૂંઝવાયેલા અને બેધ્યાન રહો છો ? તમને બ્રેઈન ફોગ હોઈ શકે છે... - how to deal brain fog

બ્રેઈન ફોગ એ કોઈ મેડિકલ કંડિશન નથી. બ્રેઈન ફોગ એટલે કે સામાન્ય રીતે મૂંઝવાયેલા રહેવું, અનિયમિત રહેવું અને બેધ્યાન રહેવું. વિચારશક્તિને પણ તે અસર કરે છે.

Brain Fog And Dealing With It
શું તમે મૂંઝવાયેલા અને બેધ્યાન રહો છો ? તમને બ્રેઈન ફોગ હોઈ શકે છે...
author img

By

Published : Jul 7, 2020, 4:54 PM IST

ન્યૂઝ ડેસ્કઃ બ્રેઈન ફોગ એ કોઈ મેડિકલ કંડિશન નથી. બ્રેઈન ફોગ એટલે કે સામાન્ય રીતે મૂંઝવાયેલા રહેવું, અનિયમિત રહેવું અને બેધ્યાન રહેવું. વિચારશક્તિને પણ તે અસર કરે છે. આ સ્થિતિ વિશે હૈદરાબાદના મનોચિકિત્સક ડો.પ્રવીણકુમાર ચિંતાપંતી જણાવે છે કે, 'આ અવસ્થામાંથી કોઈપણ પસાર થઈ શકે છે, પરંતુ તેમાંથી બહાર નીકળી શકાય છે. બ્રેઈન ફોગ થવાના ઘણાં કારણો છે, જેમ કે, ઓછી ઉંઘ લેવી, તણાવ, એક સમયે બહુ બધા કામ કરવા, સંબંધોમાં સમસ્યા, વર્તમાન સમયની કોરોના મહામારી.'

ડૉ.પ્રવીણ જણાવે છે કે, 'આ અવસ્થામાં વ્યક્તિ મૂંઝવણમાં જોવા મળે છે. આ અવસ્થામાં વ્યક્તિ કોઈ પ્રતિક્રિયા નથી આપતો અથવા તેનું વર્તન બહુ અલગ થઈ જાય છે. લોકો સાથે તેનું વર્તન સામાન્ય નથી હોતું. વ્યક્તિના વર્તનથી લોકો તેને નાપસંદ પણ કરી શકે છે.'

ડૉ.પ્રવીણ જણાવે છે કે, 'વધારે પડતાં ડ્રગ્સને કારણે, આલ્કોહોલને કારણે અથવા વધારે પડતાં મશરુમ ખાવાથી બ્રેઈન ફોગ થઈ શકે છે. કેટલાક કેસોમાં થોડા સમય માટે મૂંઝવણ પેદા થાય છે. કેટલાંક કેસોમાં લાંબા સમય માટે બ્રેઈન ડેમેજ થવાની શક્યતા છે અને વ્યક્તિ બહુ અસ્પષ્ટ બની જાય છે. જો મગજને ઈજા પહોંચી હોય તો તે પણ એક કારણ છે બ્રેઈન ફોગ થવાનું.'

ડૉ.પ્રવીણ જણાવે છે કે, આ કારણોને આપણે અલગ પાડી શકીએ છીએ

  • સ્ટ્રક્ચરલ ડેમેજ, (અકસ્માત અથવા સ્ટ્રોક)
  • કેમિકલ ડેમેજ (અમુક નશીલા પદાર્થોને લીધે)
  • ભાવનાત્મક મુદ્દા (વ્યક્તિનું ભાવનાત્મક પરિબળ)

બ્રેઈન ફોગની સારવાર

  • વ્યસન છોડી દેવું જોઈએ
  • સ્ટ્રકચરલ ડેમેજ હોય તો ન્યૂરોલોજીસ્ટનો સંપર્ક કરવો
  • એક સમયે એક જ કામ કરવું
  • જો કામ મોટું હોય તો તેને અલગ અલગ ભાગોમાં વહેંચી દો

વધુમાં ડૉ.પ્રવીણ જણાવે છે કે, 'જો કામ બાકી રહી જાય તો બીજા દિવસે શાંત મગજથી ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવું. એ રીતે નિર્ણય લેવો જેથી બાદમાં પસ્તાવો થાય નહીં. ખાલી પેટે, વ્યસન કરેલું હોય અથવા અધૂરી ઉંઘમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવો નહીં. જો તમે મૂંઝવાયેલા છો તો કોઈની સાથે વાત કરો જે તમને સમજી શકે. જો એક સપ્તાહથી તમને આ સમસ્યા છે તો આ માનસિક સમસ્યા હોઈ શકે છે. નિષ્ણાંતનો સંપર્ક કરો.'

અંતમાં ડૉ.પ્રવીણે કહ્યું કે, 'જો તમારી આસપાસના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે, તો તેમના વર્તનને દોષિત ઠેરવવાને બદલે તેમની સાથે વાત કરો, તેમને સાંભળો. આ જ રીતે તમે તેમની મદદ કરી શકો છો. જો સમસ્યા વધુ ગંભીર બની જાય તો નિષ્ણાંતનો સંપર્ક કરો.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.