ETV Bharat / sukhibhava

ત્વચાની નિયમિત સારસંભાળ માટે ઘણું જ ફાયદાકારક છે પ્લાન્ટ ઓઇલ - ત્વચા અને ઓઇલની સંભાળ માટે પ્લાન્ટ ઓઇલ

પ્લાન્ટ ઓઇલને ત્વચા અને વાળની ​​સંભાળ માટે (plant oils for skin and hair care) આદર્શ ગણી શકાય છે, કારણ કે તે કુદરતી પોષક તત્વોથી ભરપૂર (rich in natural nutrients) હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં તેની આડઅસર પણ થતી નથી. આ તેલના ઉપયોગથી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય અને સુંદરતા (health and beauty of skin and hair) બંનેમાં વધારો થઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વિગતવાર વાંચો.

ત્વચાની નિયમિત સારસંભાળ માટે ઘણું જ ફાયદાકારક છે પ્લાન્ટ ઓઇલ

author img

By

Published : Nov 26, 2021, 3:59 PM IST

  • વધુ પડતા રસાયણ ત્વચાને કરે છે નુકસાન
  • પ્લાન્ટ ઓઇલ કુદરતી વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર
  • ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે પ્લાન્ટ ઓઇલ

બધા બ્યુટિશિયન અને ત્વચારોગ વિજ્ઞાનીઓ (beautician dermatologist) ત્વચાની સંભાળ માટે કુદરતી અને ઓછા રાસાયણિક સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ પર આગ્રહ રાખે છે. વાસ્તવમાં આપણી ત્વચા એટલી સંવેદનશીલ હોય છે કે વધુ પડતા રસાયણો તેને ઊંડે સુધી નુકસાન પહોંચાડે છે. પ્લાન્ટ ઓઇલ એટલે કે જે તેલ છોડ, ફળો અને બીજમાંથી કાઢવામાં આવે છે તે ત્વચાની નિયમિત સંભાળ અને સ્વાસ્થ્ય અને સુંદરતા જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક (plant oils for skin and hair care) છે. આ તેલ કુદરતી પોષણથી ભરપૂર હોય છે અને મોટાભાગના તેલની ત્વચા પર કોઈ આડઅસર (side effects on oily skin) થતી નથી.

પ્રદૂષણથી થતાં નુકસાનથી પણ બચાવે છે પ્લાન્ટ ઓઇલ

ઉદાહરણ તરીકે, આર્ગન, બદામ, જોજોબા અને દાડમના બીજ તેલ, જે કુદરતી વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર છે, તે માત્ર ત્વચાને જ પોષણ આપતા નથી, પરંતુ તેને ત્વચાની સમસ્યાઓ, મુક્ત કણો અને પ્રદૂષણના નુકસાનથી પણ બચાવે છે. ત્વચાની નિયમિત દેખભાળ (regular skin care)માં કયા-કયા પ્લાન્ટ ઓઇલ કઇ રીતે ફાયદો (benefits of plant oil) પહોંચાડે છે, આવો જાણીએ. Etv ભારત સુખી ભવ: (sukhibhav)ના આ વિશેષ લેખમાં જણાવીશું કે આ ઓઇલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

પ્લાન્ટ ઓઇલના ફાયદા

ઉત્તરાખંડની ડર્મેટોલૉજિસ્ટ ડૉ. આશા સકલા (uttarakhand dermatologist Dr. Asha Sakla)ની જણાવે છે કે આપણી ચામડી પર હવામાન, તેના પર લગાવવામાં આવતી પ્રોડક્ટ્સ તથા પ્રદૂષણની ઊંડી અસર થાય છે, કેમકે ચામડી પોતાના સંપર્કમાં આવનારા ઘટકોને લગભગ 60થી 70 ટકા શોષી લે છે. આ સમસ્યાઓનો પ્રભાવ વાળ પર પણ જોવા મળે છે, જેના કારણે તૂટવા-ખરવા ઉપરાંત વાળમાં બીજી પણ અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આવામાં ત્વચા અને વાળ માટે પ્રાકૃતિક ઉત્પાદનો જેવા પ્લાન્ટ ઓઇલનો ઉપયોગ વધારે ફાયદાકારક થાય છે, કેમકે ફળો, ખાસ કરીને બીજમાંથી નીકાળવામાં આવતા આ તેલ પ્રાકૃતિક પોષણથી ભરપૂર હોય છે.

કુદરતી વિટામિન્સથી સમૃદ્ધ, આ તેલ માત્ર ત્વચાને જ નહીં પરંતુ વાળને પણ મૂળમાંથી સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. આ સિવાય ત્વચા અને વાળની ​​નિયમિત સંભાળ રાખવાથી પ્રદૂષણની અસર, મેકઅપ અને હેર સ્ટાઇલ પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અને અન્ય કારણોસર થતી સમસ્યાઓમાં ઘટાડો થાય છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક કેટલાક પ્લાન્ટ ઓઇલ

આર્ગન ઓઇલ

આ તેલ વાળ અને ત્વચા માટે જાદુ જેવું કામ કરે છે. તેના વિશેષ ગુણોને કારણે તેને 'લિક્વિડ ગોલ્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તેલ આર્ગન વૃક્ષમાંથી કાઢવામાં આવે છે. વાળ અને ત્વચાને પોષણ આપવા ઉપરાંત, આ તેલ ફોલ્લીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓમાં પણ રાહત આપે છે અને ઘાને ઝડપથી મટાડે છે. આર્ગન તેલમાં વિટામિન-એ અને વિટામિન-ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની સાથે તેમાં લિનોલીક એસિડ, ઓમેગા-6, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ હોય છે, જે ભેજ જાળવી રાખે છે અને ત્વચાને કોમળ બનાવે છે, તેમજ ત્વચા અને વાળને સૂર્યના કિરણોની અસરથી બચાવે છે. આ સિવાય તેમાં જોવા મળતું ટોકોફેરોલ, જે એક પ્રકારનું વિટામિન-ઈ છે, તે પણ નખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

જોજોબાનું તેલ

જોજોબા તેલ જોજોબા છોડના બીજમાંથી કાઢવામાં આવે છે, તેમાં વિટામિન ઇ, વિટામિન બી અને કોપર સહિતના ઘણા પોષક તત્વો હોય છે. લોકો આ તેલનો ઉપયોગ મસાજ તેલ, મેકઅપ રીમુવર અને કન્ડિશનર તેમજ સ્કિન ક્લીનર અને ફેસ માસ્ક તરીકે કરે છે. આ તેલનો ઉપયોગ ફક્ત બાહ્ય ઉપયોગ માટે જ થાય છે. તેનો ઉપયોગ ખોરાકમાં થતો નથી. કેટલાક લોકોને જોજોબા તેલની એલર્જી પણ હોય છે, તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તપાસો કે તમને તેની એલર્જી છે કે નહીં.

એવોકેડો તેલ

એવોકેડો ફળ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેના તેલનો ત્વચા અને વાળ પર ઉપયોગ કરવાથી પોષણ અને સુંદરતા બંને મળે છે. એવોકેડો તેલ પોટેશિયમ, વિટામિન ડી અને ઇ, મેગ્નેશિયમ અને લિનોલીક એસિડથી સમૃદ્ધ છે. આ તેલ ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે અને તેને સૂકવવાથી બચાવે છે.

દાડમમા બીજનું તેલ

દાડમના બીજનું તેલ દરેક પ્રકારની ત્વચા પર વાપરી શકાય છે. તેમાં વધુ ચીકાશ ન હોવાથી, તે ત્વચામાં સરળતાથી શોષાય છે અને ભેજ જાળવી રાખે છે. દાડમના બીજના તેલનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ તો બનાવે છે, સાથે જ ખીલ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે. આ સિવાય તે કોલાજનના ઉત્પાદનમાં તેમજ ત્વચાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દાડમના બીજનું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ શુષ્ક અને નિર્જીવ વાળને નવું જીવન આપી શકે છે, સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સનની વધુ માત્રા વાળના વિકાસમાં મદદ કરે છે.

બદામનું તેલ

બદામના તેલમાં વિટામીન A, E, D, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, આયર્ન, મેંગનીઝ, ફોસ્ફરસ અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ આપણી ત્વચા અને વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. મીઠી બદામને કોલ્ડ પ્રેસ કરીને શુદ્ધ બદામનું તેલ કાઢવામાં આવે છે, તેથી આ બદામ ખાવા કરતાં વધુ ફાયદાકારક થાય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા બદામ રોગાન તેલના થોડા ટીપા ચહેરા પર મસાજ કરવાથી ત્વચા પરના ડાઘ ઓછા થાય છે અને ત્વચા ચમકદાર બને છે. આ સિવાય નિયમિત અંતરે આ તેલથી માથામાં માલિશ કરવાથી વાળ મજબૂત અને સુંદર બને છે.

કેવી રીતે ઉપયોગ કરવો

આર્ગન તેમજ જોજોબા તેલને સામાન્ય રીતે લોકો નારિયેળ અથવા ઓલિવ ઓઇલમાં ભેળવીને લગાવે છે. આ ઉપરાંત આનો ઉપયોગ ફેશિયલ ઓઇળની સાથે ભેળવીને પણ કરવામાં આવે છે. આનો ઉપયોગ ત્વચા પર દિવસમાં 2 વાર કરવામાં આવી શકે છે. આવું કરવાથી ત્વચા મુલાયમ રહેશે, સ્વસ્થ રહેશે અને નવા કોષ બનવામાં મદદ મળશે. પ્લાન્ટ ઓઇલનો ઉપયોગ વાળ, ત્વચા અને નખની સાથે જ શરીરના કોઇપણ ભાગની ચામડી પર કરી શકાય છે.

આ પણ વાંચો: રોજ દૂધ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે

આ પણ વાંચો: બાળપણમાં આપવામાં આવેલી સલાહ આદર્શ જીવનશૈલીનું મૂળ હોય છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.