ETV Bharat / sukhibhava

આ નિયમિત કસરતો તમને દેખાડશે 40માં પણ 30નાં!

જેમજેમ તમારી ઉંમર વધે તેમ તેમ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ મહત્વનું બને છે. ખાસ કરીને મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. એટલા માટે જરુરી છે કે તેઓ 40 વર્ષની ઉંમરે પણ શારીરિક રીતે સક્રિય રહે. આ ધ્યાનમાં રાખીને કેટલીક એવી કસરતો દર્શાવીએ છીએ જે તમને ચાળીસીમાં પણ ત્રીસીમાં હોવ તેવા દેખાડે અને આસાનીથી કરી શકો છે.

આ નિયમિત કસરતો તમને દેખાડશે 40માં પણ 30નાં!
આ નિયમિત કસરતો તમને દેખાડશે 40માં પણ 30નાં!
author img

By

Published : Sep 8, 2021, 5:50 PM IST

  • કસરત માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે
  • ઉમરની ચાળીસીમાં દરરોજ કરવા જેવી કસરતોથી ફાયદો
  • ETV Bharat Sukhibhav ની સાથે જાણો યુવાન દેખાવામાં મદદ કરતી કસરતો

આપણે બધાં એ હકીકતથી વાકેફ છીએ કે આપણી દિનચર્યામાં કસરત માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય વર્કઆઉટ રૂટિન વૃદ્ધત્વને આવતું ધીમું કરી શકે છે? બેઠાડુ જીવનશૈલીના પરિણામે શરીરને થતા નુકસાનને ઉલટાવી શકાય છે. નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટ (એનએચએલબીઆઈ) દ્વારા ફંડિગ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બેઠાડુ જીવનશૈલીવાળા લોકોનેં પૂરતી અને સતત કસરત હૃદયરોગને અટકાવવામાં મદદ કરે છે. ETV Bharat Sukhibhav માં કેટલાક યોગાસનો જણાવીએ છીએ કે જેનાથી વયના 40ના દાયકામાં પણ ત્રીસીમાં હોવ તેવા યુવાન અને સ્વસ્થ દેખાઈ શકો છો!

(આ કસરતો સરળ તો છે પરંતુ તે કરતાં પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ જરુર લો)

ધનુરાસન

આ મુદ્રામાં વ્યક્તિ ધનુષનો આકાર બનાવે છે જે શરીરમાં તણાવ લાવે છે

  • સૌ પ્રથમ પેટના બળે સૂઈ જાઓ. પગ વચ્ચેનું અંતર નિતંબ જેટલું રાખો અને હાથ સીધા રાખો.
  • ધીમે ધીમે ઘૂંટણને વાળો અને પગના પંજાને પકડો. શ્વાસ લેતાં છાતીના ભાગથી ઊંચા થાઓ અને પગને એવી રીતે ઉંચા કરો કે જાંઘ પણ જમીનથી ઉપરની તરફ ઉઠેે. સામેની દિશામાં દ્રષ્ટિ રાખો અને મુખ પર હાસ્ય લાવો.
  • આ મુદ્રામાં વ્યક્તિ ધનુષનો આકાર બનાવે છે જે શરીરમાં તણાવ લાવે છે. આ આસન દરમિયાન ઊંંડા અને લાંબા શ્વાસ લેતાં રહો. 15થી 20 સેકન્ડ માટે આ આસનની સ્થિતિમાં રહ્યાં પછી શ્વાસ બહાર કાઢો અનેે સામાન્ય સ્થિતિમાં પાછા ફરો.

    સેતુબંધાસન
સેતુબંધાસનમાં તેટલી કમરને ઉપરની તરફ ઉઠાવો

  • આ આસન માટે જમીન પર પેટના બળે સૂઈ જાવ
  • બંને હાથને બાજુ પર રાખો અને ધીમેધીમે પગને ઘૂંટણથી વાળીને કમર સુધી લઇ આવો
  • હવે ધીરેધીરે શ્વાસ લઇને જેટલી બને તેટલી કમરને ઉપરની તરફ ઉઠાવો. આ અવસ્થામાં એક-બે મીનિટ સુધી શ્વાસ રોકી રાખો
  • આ પછી ધીમેધીમે શ્વાસ છોડતાં છોડતાં પાછાં પહેલાં જેવી સ્થિતિમાં એટલે કે જમીન પર આવી જાવ
  • આ પ્રક્રિયાને 5થી 10 વાર રીપીટ કરો

સુપરમેન પોઝ

હવામાં ઉડતાં હોવ તેવી આ છે સુપરમેન પોઝની મોજીલી કસરત

  • જમીન પર તમારી હથેળીઓના ટેકા રાખી પેટના બળે સૂઈ જાઓ
  • હવામાં ઊડી રહ્યાં હોવ તેવી રીતે તમારા હાથ અને પગ ઉંચા રાખો
  • 10 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહ્યાં પછી સામાન્ય સ્થિતિમાં પાછાં આવો
  • 10 સેકંડ માટે આરામ કરો અને સમગ્ર પ્રક્રિયાને ફરી 10થી વધુ વખત પુનરાવર્તિત કરો

ડોન્કી કિક્સ

ડોન્કી કિક્સ તરીકે ઓળખાતી આ કસરત સ્નાયુ મજબૂત કરે

  • તમારા હાથ અને ઘૂંટણ પર બેસી જાવ
  • તમારા નિતંબની પહોળાઈ પ્રમાણે ઘૂંટણ અને ખભાની પહોળાઈ પ્રમાણે હાથ રાખો
  • સંતુલન જાળવી જ્યાં સુધી તમે કરી શકો ત્યાં સુધી જમણા પગને પાછળ લાવો
  • તમારી કોણી વાળશો નહીં
  • પગને પાછાં ફ્લોર પર લાવો અને બીજા પગ સાથે પુનરાવર્તન કરો. 20 ગણવા સુધી આ કસરત કરો

સ્ટેન્ડિંગ સાઈડ સ્ટ્રેચ-

સ્ટેન્ડિંગ સાઈડ સ્ટ્રેચ થાકને પણ દૂર કરે છે

  • બંને પગને ખભાની પહોળાઈ પ્રમાણે ફેલાવી ઊભાં રહો
  • જમણા હાથને કમર પર રાખો અને ડાબા હાથને સીધો લંબાવો
  • કમરની જમણી તરફ ઝૂકો અને ધીરેધીરે શરુઆતની સ્થિતિમાં પાછાં આવી જાવ
  • હવે કમરની ડાબી તરફ ઝૂકો અને ધીરેધીરે પ્રારંભિક સ્થિતિમાં પાછાં આવો
  • આને 20 ગણવા સુધી કરો

આ પણ વાંચોઃ શું યોગ પ્રજનનક્ષમતામાં મદદ કરી શકે છે?

આ પણ વાંચોઃ બાજરી જેવા આખા અનાજ કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.