ભાવનગર: ગુજરાતમાં મહાનગરપાલિકાઓ માટે એક સરખો નિયમ BPMC એક્ટ બનાવવામાં આવ્યો છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓમાં ઘરવેરો ભરવામાં ના આવે તો ઘરવેરાની રકમ ઉપર કેટલું વ્યાજ લઈ શકાય તે BPMC એક્ટમાં બતાવવામાં આવેલું છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ઘરવેરો ન ભરનાર વ્યક્તિના ઘરવેરાની રકમ ઉપર કેટલા ટકા વ્યાજ ચડાવે છે? તેમજ કઈ સુવિધા છીનવી શકે છે. ચાલો જાણીએ...
વેરો સમયસર ના ભરાય તો શું કાર્યવાહી?
આ અંગે ભાવનગર મનપાના ડેપ્યુટી કમિશનર એમ.એમ. હિરપરાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સમાં લગભગ સાડા ત્રણ લાખ જેટલા ખાતાઓ છે. આ પૈકી જે આસામીઓ દ્વારા વેરો ભરવામાં આવતો નથી. એમને આપણે માસ જપ્તીની કાર્યવાહી ચાલુ કરેલી છે અને એમાં આ લોકોને આપણે સીલ કરીએ છીએ, પાણી અને ગટરના કનેક્શન કાપવાનું પણ શરૂ કરવાના છીએ.
હાલમાં શું સ્કીમ છે કેટલું વ્યાજ ચડાવાય છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત હાલ આપણે ATIS 2 સ્કીમ લાગુ કરેલી. જેમાં પાછલા બાકીદાર હોય એમને સરળ પાંચ વર્ષના પાંચ હપ્તા કરી અને એમાં વ્યાજમાફી આપેલી છે, તો આ યોજનાનો લાભ પબ્લિક લે. જો આ યોજનામાં ન જોડાય અને વેરો ન ભરાય તો જે આપણો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એની ઉપર વાર્ષિક 18 ટકા લેખે વ્યાજ લેવામાં આવે છે. અને અમુક બિલો તો એવા હોય છે કે જેમાં 25,000 નું બિલ હોય અને 25,000 ઉપર તો એનું વ્યાજ ચડી ગયું હોય છે 18 ટકા લેખે. એટલે ભાવનગર શહેરની જનતાને અપીલ કરવામાં આવે છે કે તાત્કાલિક વેરો ભરે અને વ્યાજના ચક્રમાંથી મુક્ત થાય.
BPMC એક્ટ મુજબ વ્યાજની સત્તા
ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એમ.એમ હિરપરાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ઘરવેરાના ઉપર 18 ટકા વ્યાજ બીપીએમસી એક્ટના નિયમ મુજબ 141( ક )પ્રમાણે લઈ રહી છે. જો કે આ વ્યાજની રકમ હટાવવાની કોઈને સત્તા નથી. મહાનગરપાલિકાનું બોર્ડ એકમાત્ર નિર્ણય કરી શકે છે.
આ પણ વાંચો: