વલસાડઃ વાપીમાં ગત વર્ષ 2019માં IPLની રમતમાં એક યુવક સટ્ટો રમવામાં 2.30 લાખ રૂપિયા જેવી માતબર રકમ હારી ચૂક્યા બાદ સમયાંતરે થોડા-થોડા રૂપિયા આપતા યુવકનું 3 શખ્સોએ અપહરણ કરી એક રૂમમાં ગોંધી રાખી માર માર્યો હતો. આ ઉપરાંત તેને નગ્ન કરી વીડિયો બનાવ્યો હતો અને જો પૈસા નહીં આપે તો વીડિયો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી યુવકે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ, વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી - વલસાડ ન્યૂઝ
વાપીનો યુવક ઓનલાઇન IPL જુગારમાં આશરે 2 લાખથી વધુની રકમ હારી જતા સટ્ટો રમાડનારાએ રૂપિયા વસૂલવા યુવકનું અપહરણ કરી તેનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. આ ઉપરાંત યુવક રૂપિયા ન ચૂકવે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ