ETV Bharat / state

Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી - Vat Savitri vrat 2021

હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રત(Vat Savitri vrat) નો અનેરો મહિમાં છે. ધાર્મિક માન્યતા અનુસાર પતિના લાંબા આયુષ્યુ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. તો હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે વટ સાવિત્રી પર્વ નિમિત્તે વાપીમાં અંબા માતા મંદીર સહિત અનેક ધાર્મિક સ્થળો પર વડના વૃક્ષની સોશિયલ ડિસ્ટન્સ(distance) સાથે પૂજા કરી હતી.

Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરીVat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી
Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી
author img

By

Published : Jun 24, 2021, 1:52 PM IST

  • વટ સાવિત્રી વ્રત(Vat Savitri vrat) પૂજા નિમિતે મહિલાઓએ કરી પૂજા
  • કોરોના કાળમાં પણ હિન્દુ રીવાજો મુજબ કરી પૂજા
  • પતિના લાંબા આયુષ્ય માટે કરાય છે વડની પૂજા

વલસાડઃ ગુરૂવારના રોજ 24મી જૂન આજે વટ સાવિત્રી પર્વ નિમિત્તે વાપીમાં અંબા માતા મંદીર સહિત અનેક ધાર્મિક સ્થળો પર વડના વૃક્ષની પૂજા કરી, 101 સુતરની આંટી ચડાવી સૌભાગ્ય વતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી.

સાવિત્રી પર્વની ઉજવણી

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી પર્વ ઉજવવામાં આવે છે. વટ સાવિત્રી પર્વે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડના ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું. તેથી આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેના ફરતે સુતર બાંધવામાં આવે છે.

Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી

આ પણ વાંચોઃ vat savitri vrat: વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત

હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમાં

હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમાં છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. જેઠ સુદ અગિયારસથી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ વ્રત ચાલે છે. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રતની પૂજા અર્ચના કરવામાં આવે છે.

વર્ષોથી આ પૂજાનું અનેરું મહત્વ છે.

જે અંતર્ગત ગુરૂવારે વટસાવિત્રી વ્રત (Vat Savitri vrat) ની પુર્ણાહુતી હોવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પૂજા-અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આ અંગે વાપીમાં અંબા માતા મંદિર ખાતે પણ મહિલાઓએ ઉપસ્થિત રહી વટસાવિત્રી વ્રતની ઉત્સાહભેર પૂજા કરી હતી. આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે હિંદુ સંસ્કૃતિ અને માન્યતાને ધ્યાને રાખી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સોશિયલ distance અને માસ્ક લગાવી મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરી હતી. વર્ષોથી આ વ્રત સૌભાગ્યવતી મહિલાઓ કરતી આવી છે. અને આવનારા વર્ષોમાં પણ કરતી રહેશે. આ દિવસે તમામ મહિલાઓ ઉપવાસ કરે છે. નજીકના મંદિર પર અથવા તો ચોકમાં જ્યાં વડનું ઝાડ હોય, ત્યાં જઈ વડની પૂજા કરે છે. સાતથી લઈને 101 સુધીની સુતરની આટી વડને ચડાવે છે.

આ પણ વાંચોઃ vat savitri : વ્રત વિશે જાણો આ અહેવાલમાં, સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત?

આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તેવી માન્યતા છે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હોવા છતાં પણ હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહિલાઓ સોશિયલ distance અને માસ્ક લગાવી જરૂરી સાવચેતી સાથે પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવાનું ચૂકી નથી. વટ સાવિત્રી વ્રતના ઇતિહાસ વિશે લોકવાર્તા છે કે, સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી જેના પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હતું આથી યમરાજ જ્યારે સાવિત્રીના પતિને યમલોક લઈ જવા આવ્યા, ત્યારે સાવિત્રીએ પોતાના સસ્તિત્વના જોરે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા એટલે આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. તેવી માન્યતા છે.

આ પણ વાચોઃ આજે જેઠ સુદ પૂનમ, વટ સાવિત્રી વ્રત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.