ETV Bharat / state

સરીગામના સરપંચ અને તેનો પતિ 50 હજારની લાંચ લેતા ઝડપાયા

author img

By

Published : Oct 6, 2019, 11:57 AM IST

વલસાડ : જિલ્લાના સરીગામ ખાતે મહિલા બિલ્ડરને કોમર્શિયલ બાંધકામ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવની નકલની જરૂર હતી. જેના માટે ગ્રામ પંચાયતના સરપંચના પતિએ મહિલા સરપંચના કહેવાથી રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. આ રકમ ગ્રામપંચાયતમાં લેતા મહિલા સરપંચ અને પતિ બંનેને ACBના રંગે હાથે ઝડપી લેતા ચકચાર મચી છે.

સરીગામૃના સરપંચ અને તેનો પતિ 50 હજારની લાંચ લેતા ઝડપાયા

ઉમરગામ તાલુકાના સરીગામે મહિલા બિલ્ડરે વાણિજ્ય બાંધકામ અંગે ગ્રામ પંચાયત પાસે ઠરાવ કરવાનો હતો. તેની નકલ મેળવવા બિલ્ડરે પંચાયતમાં અરજી કરી હતી. ગ્રામ પંચાયત સરપંચ હંસાબેન અને તેના પતિ શૈલેષ રમણ કોભિયાએ બિલ્ડર પાસે 50 હજાર ની લાંચ માગી હતી. જે અંગે મહિલા બિલ્ડરે ACBમાં ફરિયાદ કરી હતી.

સરીગામના સરપંચ અને તેનો પતિ 50 હજારની લાંચ લેતા ઝડપાયા

ACBએ છટકુ ગોઠવતા રૂપિયા 50 હજારની લાંચ ગ્રામ પંચાયત કચેરીમાં શૈલેષભાઇએ સ્વીકારી હતી. જ્યાં સરપંચ પણ ઉપસ્થિત હતા. ACBએ બંનેને રંગે હાથે ઝડપી વધુ તપાસ માટે વલસાડ ACB કચેરી લાવવામાં આવ્યા હતા.

ગ્રામ પંચાયત સરીગામ અગાઉ પણ અનેક વિવાદોથી ધેરાયેલી રહી છે. હવે સરપંચ અને તેમના પતિ બંને 50 હજારની લાંચ લેતા ACBમાં પકડાઈ જતા હાલ સમગ્ર કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

Intro:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે મહીલા બિલ્ડરે વાણિજ્ય બાંધકામ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ ની નકલ ની જરૂર હોય તે માટે ગ્રામ પંચાયત ના સરપંચના પતિ એ મહિલા સરપંચના કહેવા થી રૂપિયા 50 હજાર ની લાંચ માંગી હતી જે પૈસા આજે ગ્રામપંચાયત માં લેતા મહિલા સરપંચ અને પતિ બંને ને એ સી બી એ રંગે હાથે ઝડપી લેતા ચકચાર મચી ગઇ છે
Body:ઉમરગામ તાલુકાના સરીગામ ગામે એમ મહિલા જે કન્સ્ટ્રક્શન ના વ્યવસાય કરતા હોય વાણિજ્ય બાંધકામ અંગે ગ્રામ પંચાયત પાસે ઠરાવ કરવાનો થતો હોય અને એની નકલ મેળવવાની થતી હોય ગ્રામ પંચાયત સરપંચના પતિ દેવ શૈલેષ રમણ કોભિયા એ મહિલા સરપંચ હંસાબેન કોભિયાના કહેવા થી 50 હજાર ની લાંચ માંગી હતી જે અંગે મહિલા બિલ્ડરે એ સી બી વલસાડ ડાંગ માં ફરિયાદ કરતા સમગ્ર બાબતે એ સી બી એ છટકું ગોઠવતા રૂપિયા 50 હજારની લાંચ ગ્રામ પંચાયત કચેરીમાં શૈલેષભાઇ એ સ્વીકારી હતી જ્યાં સરપંચ હંસા બેન પણ ઉપસ્થિત હોય એ સી બી એ બંને ને રંગે હાથે ઝડપી લીધા હતા બંને ને વધુ તપાસ માટે વલસાડ એ સી બી કચેરી લાવવામાં આવ્યા હતા Conclusion:નોંધનીય છે કે ગ્રામ પંચાયત સરીગામ અગાઉ પણ અનેક વિવાદો થી ગેહરાયેલી રહી છે ત્યારે અચાનક સરપંચ અને તેમના પતિદેવ બંને 50 હજાર ની લાંચ પ્રકરણ માં એ સી બી માં પકડાઈ જતા હાલ સમગ્ર કિસ્સો ભારે ચર્ચા નો વિષય બન્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.