મૂળ પારસી હાલ સુરત રહેતા જાલ રૂસ્તમજી કાટપિટિયાએ જેઓ 90 વર્ષની વયના છે, છતાં પોતાના બાપદાદાના સમયથી ઘડિયાળને જર્મની, જાપાન, લંડન જેવા દેશોમાંથી આયાત કરી અહીં લાવી વેચાણ કરતા આવ્યા છે. તેમના પિતાના સમયમાં આયાત બંધ થઈ જતા તેમના વેપારને અસર થઈ હતી, પરંતું તેમના પિતાના અવસાન બાદ તેઓએ ફરીથી આ વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ તેઓ છેલ્લા કેટલાક વર્ષથી ઘડિયાળ વેચી રહ્યા છે.
તેમને સેલવાળી ઘડિયાળ અને લોલક ઘડિયાળ વચ્ચેનો ફરક સમજાવતા કહ્યું કે, લોલક વાળી ઘડિયાળ બનાવવામાં અનેક કારીગરો સામેલ હોય છે. સુથાર, પેઈન્ટર, મિકેનીક્સ તમામની મહેનત આ ઘડિયાળ બનાવવામાં સામેલ હોય છે. જ્યારે સેલ વાળી ઘડિયાળ તો એક રમકડાં સમાન છે. હજૂ એક એવો વર્ગ છે, જે આજે પણ આ (ગ્રાન્ડ ફાધર ઘડીયાળ)ને પસંદ કરે છે. ઉદવાડામાં અમે રૂપિયા 2થી 18 લાખ સુધીની ઘડિયાળો પ્રદર્શન અને વેચાણ અર્થે મુકવામાં આવી છે. જેમાં બે ઘડિયાળનું વેચાણ પણ થઈ ચૂક્યું છે.
ભલે આજનો યુવાવર્ગ મોબાઇલમાં સમય જોતો થઈ ગયો હોય, પરંતુ આજે પણ એક વર્ગ એવો છે, જે લોલક વાળી ઘડીયાળ પસંદ કરે છે. એમાં પણ પારસી સમાજના લોકોના ઘરમાં આવી લોલક વાળી ઘડિયાળ અચૂક પણે જોવા મળે છે. હાલ તો આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી ઘડિયાળએ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે, પરંતુ તેની કિંમતે લોકોને ખરીદવી કે નહીં તે અંગે વિચારતા કરી દીધા છે.