ETV Bharat / state

Vapi Police: હત્યામાં પકડાયેલા આરોપીઓ પ.બંગાળથી યુવતીને અપહરણ કરી લાવ્યા, ખોટો ધંધો કરાવતા

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામે બંગાળી મહિલાની હત્યામાં સંડોવાયેલા 2 હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા છે. આ હત્યારાઓએ પશ્ચિમ બંગાળથી એક યુવતીનું અપહરણ કર્યું હોવાનું અને તે યુવતી પાસે વાપી, દમણ, સેલવાસમાં દેહવ્યાપાર કરાવતા હોવાની વિગતો મળતા પોલીસે યુવતીને છોડાવી વતન પશ્ચિમ બંગાળ રવાના કરી છે.

author img

By

Published : Apr 24, 2023, 8:15 AM IST

Vapi Police: મહિલાની હત્યામાં પકડાયેલા આરોપીઓએ પ.બંગાળથી યુવતીને અપહરણ કરી લાવ્યા, ખોટો ધંધો કરાવતા

વાપી: વાપી તાલુકાના છીરી ગામે પૈસા મેળવવાની લાલચે એક બંગાળી યુવતીની હત્યા કરનાર આરોપી દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવતીને પશ્ચિમ બંગાળથી લાવી તેની પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની વિગત સામે આવી છે. આ ચોંકાવનારી વિગતો વલસાડ પોલીસે આપી છે. હત્યાના આરોપીઓ નીકળ્યા દેહવ્યાપાર માટે યુવતીનું અપહરણ કરનારા જેને લઈને પોલીસે અપહરણ અંગેનો તથા દેહવ્યાપારનો ગુનો નોંધી કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ Sudamapuri temple: અક્ષયતૃતીયા દિવસે સુદામપુરીના ચરણસ્પર્શ કરવાનો અનોખો મહિમા

આવી હતી ઘટનાઃ ગત તારીખ 18મી એપ્રિલે વાપી નજીકના છીરી ગામના રણછોડનગરમાં આવેલ ગાયત્રી કોમ્પલેક્ષના બીજા માળે રહેતી બિલ્કીસ પરવીન રાજુ મંડલ પોતાના ઘરે એકલી હતી. તે દરમિયાન આરોપીઓ ગળે ટુંપો આપી હત્યા કરી ફરાર થયા હતાં. જેને SOG ની ટીમે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જો કે આ હત્યારાઓની વધુ પૂછપરછ કરતા તેઓ દેહવ્યાપારનું પગેરૂ મળી આવ્યું હતું. જેને જોઈ પણ થોડા સમય માટે પોલીસ પણ ચોંકી ગઈ હતી. પશ્ચિમ બંગાળથી એક યુવતીને લલચાવી ફોસલાવો અપહરણ કરી વાપી લાવી તેની પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. જેમાં પોલીસે યુવતી અંગે પણ તપાસ કરી છે.

દેહવ્યાપાર કરાવતા હતાઃ આરોપીઓની વિશેષ પુછપરછ દરમિયાન આરોપી બહાઉદ્દીન ઉર્ફે રાજુએ વેસ્ટ બંગાલ વર્ધમાન જિલ્લા ખાતેથી એક 20 વર્ષની સ્ત્રી નું અપહરણ કરી ગુજરાત ખાતે લાવી દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું કબુલ્યું હતું. આ બાબતે ખાતરી કરતા વેસ્ટ બંગાલ રાજ્ય વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ સ્ટેશનમાં આ અંગે અપહરણનો ગુનો રજીસ્ટર થયો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે અપહરણ થયેલી યુવતીને આરોપીની ચુંગાલમાંથી અને દેહ વ્યાપારના ધંધામાંથી મુકત કરાવી મહત્વની કામગીરી કરેલી છે.

આ પણ વાંચોઃ Surat news: સુરતમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના, 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 7 અંગોનું દાન

અહીં મોકલતા હતાઃ આ કેસમાં અપહ્યત યુવતીને આરોપીઓ વર્ધમાન જિલ્લાથી વાપી ખાતે લાવી હત્યાના સહ આરોપી સમીર ઉર્ફે અમીત મંડલના ઘરે રાખવામાં આવી હતી. જેને દેહવ્યાપાર માટે સુરત, દમણ, સેલવાસ ખાતે મોકલતા હતા. આમ, પશ્ચિમ બંગાળથી અપહરણ કરી દેહ - વ્યપારની પ્રવૃતીમાં ધકેલાયેલ સ્ત્રીને આરોપીની ચુંગાલમાથી છોડાવવામાં વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા મળેલ છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.