ETV Bharat / state

પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ, કહ્યું 'પોલીસ ભરતી માટે રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો' - hc on police bharti - HC ON POLICE BHARTI

પોલીસ ભરતી માટે શિક્ષિત બેરોજગારો રાહ જોઇ રહ્યા છે. ત્યારે હજુ ભરતી પ્રક્રિયા શરુ ન થતા ગુજરાત હાઇકોર્ટે સરકારને રિક્રુટમેન્ટ કેલેન્ડર આપવાનો આદેશ કર્યો છે.

પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ
પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 10:40 PM IST

અમદાવાદ: પોલીસ ભરતી માટે યુવા બેરોજગારો દ્વારા ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે પણ હજી સુધી ભરતીની પ્રક્રિયા શરૂ નથી થઈ. પોલીસ ભરતી ન કરવાની ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

હાઇકોર્ટે ભરતી કેલેન્ડરની વિગતો માગી: પોલીસ ભરતી અંતર્ગત ડીજીપી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યું હતું. જેની બાહેંધરી આપવામાં આવી હતી કે, આગામી દિવસોમાં પોલીસ ભરતી કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે ભરતી કેલેન્ડરની વિગતો સરકાર પાસેથી માંગી છે. આગામી દિવસોમાં સરકાર પોલીસ ભરતી અંગેની તમામ વિગતો હાઇકોર્ટમાં રજૂ કરશે. આ અંગેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, અમને ભવિષ્યની ભરતી માટેનું રિક્રુટમેન્ટ કેલેન્ડર જોઈએ. આ અંગેની વધુ સુનાવણી 11 ઓક્ટોબરે થશે.

સુનવણી દરમિયાન હાઇકોર્ટે શું કહ્યું?: ગત સુનવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, રિક્રુટમેન્ટ માટે કેલેન્ડર બનાવીને આપો?, તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રેનીંગ માટેનો સમય કેટલો હોય છે?, પોલીસ માટેની ટ્રેનિંગ સ્કૂલને અપગ્રેડ કરવા માટે શું પગલાં લેવામાં આવશે?, ગૃહ વિભાગના સચિવ સોગંદનામું કરીને નવી સ્કૂલ શરૂ કરવા અંગેનો જવાબ આપે અને એક સપ્તાહમાં જવાબ આપવા અંગે હાઇકોર્ટે આદેશ કર્યો છે.

સરકારે જગ્યાઓ ભરવાની બાંહેધરી આપી: તે દરમિયાન પોલીસ વિભાગમાં ભરતીના મામલે રાજય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને 2026 સપ્ટેમ્બર સુધી તમામ વેકેન્સી પર ભરતી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી. આ અંગે સરકારે જણાવ્યું હતું કે, 12.8484 વિભાગીય પોસ્ટ છે. 33.385 જગ્યા ખાલી છે 25.660 પોસ્ટની સીધી ભરતી અને 7725 પ્રમોશનથી ભરતી કરવામાં આવશે. તેમજ 31મી જુલાઈને બેચમાર્ક રાખી છે, પ્રમોશનથી જુલાઈથી અત્યાર સુધીમાં 2477 બઢતીથી ભરતી કરવામાં આવી છે અને હજી 5248 પોસ્ટ બાકી છે. આ ભરતીને 31મી ડિસેમ્બર 2024 સુધી પૂર્ણ કરાશે.

આ પણ વાંચો:

  1. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી હમણા નહીં, ચૂંટણીની માંગ કરતી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી - visavdar vidhansabha seal poll
  2. ગુજરાત હાઈકોર્ટે સરકારને કહ્યું, 'અમારૂં માથું શરમથી ઝુકી ગયું છે' - Gujarat High Court

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.