અમદાવાદ: ગુજરાતી અને જાપાનની સંસ્કૃતિ જાણે એક થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં સર્જાયા હતા. જ્યારે જાપાની સ્ત્રીઓ ચણિયાચોળી તેમજ પુરુષો કેડીયું અને પાઘડી પહેરીને માતાજીના આંગણમાં ગરબે ઘૂમ્યા હતા.
માતાજીની આરતી અને ભગવાન બુુદ્ધની ઉપાસના: ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાત દ્વારા આ અનેરા કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં ગુજરાતી લોકો જાપાની પહેરવેશ પહેરીને અને જાપાની લોકો ગુજરાતી પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતા.
જાપાની અને ગુજરાતી લોકો દ્વારા પહેલા માતાજીની આરતી ત્યાર બાદ જાપાની સંસ્કૃતિ પ્રમાણે ભગવાન બુદ્ધની ઉપાસના કરવામાં આવી હતી.
જાપાની અને ગુજરાતી લોકો ગરબે ઘૂમ્યા: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ સાવન ઘોડીવાલા જણાવે છે કે, આ કાર્યક્રમ જાપાની લોકો અને ગુજરાતી લોકો એકબીજાના પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા છે. આના થકી જાપાન અને ગુજરાતની સંસ્કૃતિની સમાનતા જોવા મળી રહી છે. વધુમાં સાવન ઘોડીવાલાએ જણાવે છે કે, ગણતરી નથી. પરંતુ આજે અહી 50 થી 60 જાપાનીઝ લોકો પોતાના પરિવાર સાથે ગરબે ઘૂમ્યા છે.
ઇન્ડો અને ભારતીય સંસ્કૃતિમાં એકતા: ત્યારે જાપાનના અમદાવાદ કંસોલ મુકેશ પટેલ જણાવે છે કે, છેલ્લા 11 વર્ષથી આ ઈન્ડો - જાપાન મહિનો મનાવવામાં આવે છે અને આ 12 મા વર્ષે જાપાની અને ગુજરાતી સંસ્કૃતિ બને એક સાથે જોવા મળી રહી છે.
આ પણ વાંચો: