ETV Bharat / state

વાપી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનનાં કેસ અંતર્ગત 1607 આરોપીઓને ઝડપી પાડ્યા - ગુજરાતી સમાચાર

વલસાડ જિલ્લાનાં વાપી ડિવિઝન હેઠળ આવતા 8 પોલીસ મથકોમાં વર્ષ 2020માં બુટલેગરો પર તવાઈ બોલાવી હતી. વાપી ડિવિઝનમાં વર્ષ 2020માં 2.47 કરોડથી વધુ રૂપિયાની કિંમતનો દારૂ, 17.45 કરોડથી વધુ રૂપિયાનાં 738 વાહનો સહિત 1607 આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

વાપી ડિવીઝન પોલીસે પ્રોહિબિશનનાં કેસો અંતર્ગત 2020માં 17.45 કરોડનાં વાહનો, 2.47 કરોડનાં દારૂ સહિત 1607 આરોપીઓ પકડ્યાં

author img

By

Published : Jan 30, 2021, 10:17 AM IST

  • 2020માં વાપી પોલીસની બુટલેગરો પર તવાઈ
  • 20 કરોડના વાહનો-દારૂ સાથે 1607 સામે કાર્યવાહી
  • વલસાડ જિલ્લામાં સૌથી વધુ દારૂના કેસ નોંધાય છે

વાપી: વલસાડ જિલ્લો એક તરફ સંઘપ્રદેશ દમણ, બીજી તરફ દાદરા નગર હવેલી અને ત્રીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે. વલસાડ જિલ્લામાં મોટાપાયે સંઘપ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી દારૂ ની હેરાફેરી થાય છે. આ જિલ્લામાં ગુજરાતનાં અન્ય જિલ્લાઓ કરતા સૌથી વધુ દારૂનાં કેસો નોંધાય છે. વર્ષ 2020માં પણ વલસાડ જિલ્લામાં પોલીસે પ્રોહીબિશન હેઠળ બુટલેગરો પર તવાઈ બોલાવી કરોડોનો દારૂ-વાહનો જપ્ત કર્યા હતાં.

વાપી ડિવિઝનનાં 8 પોલીસ મથકો દારૂનાં કેસો પકડવામાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેની પડોસના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી નથી. એટલે આ વિસ્તારમાંથી મોટાપાયે દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને વલસાડ જિલ્લો આવેલો છે. જેના વાપી ડિવિઝનનાં 8 પોલીસ મથકો દારૂનાં કેસો પકડવામાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબરે રહ્યા છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP વિ. એમ. જાડેજાએ વિગતો આપી હતી કે, ગત વર્ષ 2020માં વાપી ડિવિઝને 2.47 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ, 17.45 કરોડ રૂપિયાનાં 738 વાહનો સાથે 1607 આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વાપી ડિવીઝન પોલીસે પ્રોહિબિશનનાં કેસો અંતર્ગત 2020માં 17.45 કરોડનાં વાહનો, 2.47 કરોડનાં દારૂ સહિત 1607 આરોપીઓ પકડ્યાં
વાપી ડિવિઝનમાં વર્ષ 2020માં દારૂનાં 3854 કેસો નોંધાયા

વાપી ડિવિઝન હેઠળ આવતાં 8 પોલીસ મથકોમાં વર્ષ 2020માં પકડાયેલા દારૂમાં કુલ 3854 કેસો નોંધાયા હતાં. જેમાં વિદેશી દારૂનાં 1387 કેસ હતાં. પોલીસના અલગ અલગ 8 પોલીસ મથકમાં કુલ 2,27,418 વિદેશી દારૂની બોટલો પકડાઈ હતી. એ જ રીતે દેશી દારૂમાં 64,440 રૂપિયાનો 2959 લીટર દારૂ અને 362 આરોપીઓને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

31 ડિસેમ્બરનાં રોજ 1600થી વધુ દારૂ પીધેલાઓ સામે કાર્યવાહી કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગેરકયદે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો વાહનોમાં અવનવા કિમીયા અજમાવી દમણ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર માંથી દારૂ ઘુસાડતા હોય છે. જેમાં પોલીસ પણ સતર્ક બનીને આ બુટલેગરો પર તવાઈ બોલાવીને કરોડોનો દારૂ અને વાહનો જપ્ત કરી ખાખીનો પરચો બતાવતી આવી છે. વર્ષ 2020ની 31મી ડિસેમ્બરે અને 1લી જાન્યુઆરી 2021ના વલસાડ પોલીસે 1600 જેટલા પીધેલા લોકોની અટકાયત કરી તેમનો નશો ઉતાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.