ETV Bharat / state

વલસાડની નાનીદાંતી પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ “કોવિડ19 ટ્રેકર અને નિવારણ”ની રાષ્ટ્રીય કક્ષાએ થઈ પસંદગી

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2021માં (National Child Science Council 2021) સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતા ત્રણ ગેજેટ્સ બાળકોએ બનાવ્યા છે. વલસાડની નાનીદાંતી સ્કૂલના પ્રોજેકટ “કોવિડ19 ટ્રેકર અને નિવારણ” (Project “Covid 19 Tracker and Prevention”) રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા સ્કૂલ શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી છે.

વલસાડની નાનીદાંતી પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ “કોવિડ19 ટ્રેકર અને નિવારણ”ની રાષ્ટ્રીય કક્ષાએ થઈ પસંદગી
વલસાડની નાનીદાંતી પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ “કોવિડ19 ટ્રેકર અને નિવારણ”ની રાષ્ટ્રીય કક્ષાએ થઈ પસંદગી
author img

By

Published : Dec 26, 2021, 11:03 AM IST

વલસાડ: સમગ્ર ભારત દેશમાં એનસીએસટીસી નેટવર્ક, ન્યુ દિલ્લી દ્વારા રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ 2021નું (National Child Science Council 2021) આયોજન કરવામાં આવે છે. તે કાર્યક્રમના ભાગ રૂપે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરના સહયોગથી રજુ કરવામાં આવેલ પ્રોજેકટ “કોવિડ19 ટ્રેકર અને નિવારણ” (Project “Covid 19 Tracker and Prevention”) રાષ્ટ્રિય કક્ષાના બાળ વિજ્ઞાન કોગ્રેસ ૨૦૨૧ માટે પસંદગી પામેલ છે.

વલસાડની નાનીદાંતી પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ “કોવિડ19 ટ્રેકર અને નિવારણ”ની રાષ્ટ્રીય કક્ષાએ થઈ પસંદગી

કોવિડ 19 ટ્રેકરની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

રાજય કક્ષાના રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન (National Child Science Council-2021) કોગ્રેસનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા તા. 19થી 21 ડીસેમ્બર 2021 દરમિયાન ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ (Gujarat Science City Ahmedabad) ખાતે કરવામાં આવેલ હતું. તેમાં નાની દાંતી પ્રાથમિક શાળાની બાલ વૈજ્ઞાનિક ગ્રૂપ લીડર કુ. તનીશા પી ટંડેલ અને સહયોગી કુ. અંજલ એ બાટલીવાલા ધોરણ 8 દ્વારા શિક્ષક ઉમેશકુમાર કે ટંડેલ અને આચાર્ય શૈલેશભાઈ ટી. પટેલના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ “ટકાઉ જીવન માટે સામાજિક નવીનતા” આધારીત પેટા વિષય પર આધારીત “કોવિડ 19 ટ્રેકર અને નિવારણ”ની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે.

કોરોનાથી બચવા ત્રણ મોડેલ બાળકો બનાવ્યા

સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના રોગચાળાનો સામનો કરી રહ્યું હતું તે સમયે કોવિડ 19ને ટ્રેક કરવા, શોધવા અને અટકાવવા માટેનો પ્રોજેક્ટ આઇડિયા સ્માર્ટ ડોરબેલ, સ્માર્ટ આઇડેન્ટિટી કાર્ડઅને કોન્ટેક્ટલેસ બેલ - મંદિરમાં સંપર્ક વિનાની ઘંટડી કુ. તનીશા પી ટંડેલ અને સહયોગી કુ. અંજલ એ બાટલીવાલા દ્વારા રજૂ કરવામાં આવેલ હતો.

કોન્ટેકટ લેસ બેલ અને સ્માર્ટ આઈડેન્ટિટી કાર્ડની ખાસિયત

કોરોના કાળમાં લોકો જાહેર જગ્યા ઉપર અનેક ચીજોને હાથ લગાવવાનું ટાળતા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખતા હતા. ત્યારે મંદિરોમાં મુકવામાં આવેલ બેલને હાથ લગાડ્યા વિના તેને વગાડી શકાય તે માટે સેન્સરનો ઉપયોગ કરી કોન્ટેકલેસ બેલનું નિર્માણ કરાયું છે તો સ્માર્ટ આઇડેન્ટિટી કાર્ડ એક એવું કાર્ડ છે કે, જે વિધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવશે. જે પણ વિધાર્થીઓ આ કાર્ડ ગળામાં પહેરશે તેની સામે 6 ફૂટના અંતર ઉપર જો કોઈ સામે આવે તો તેમાં રહેલા સેન્સર તરત લાઈટ ઓન કરી બીપ આવાજ કરશે એટલે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા નિર્દેશ કરશે.

5 વિભાગોમાંથી 198 પ્રોજેકટ પૈકી 33 પ્રોજેકટ રાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામ્યા

સમગ્ર ગુજરાતમાંથી કૂલ 5 વિભાગમાંથી 198 જેટલા પ્રોજેકટમાંથી 33 જેટલા પ્રોજેકટ રાષ્ટ્રીય સ્તર માટે પસંદગી પામ્યા છે. કોન્ટેક લેસ બેલ અને સ્માર્ટ આઇડેન્ટિટી કાર્ડ હાલ કોરોના જેવા સમયમાં સ્કૂલોમાં કે મંદિરોમાં લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. ત્યારે દાંતી સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ વર્તમાન સમયની જરૂરિયાતને લઈને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ભાગ લેનાર તમામ બાલ વૈજ્ઞાનિકોને ભિનંદન પાઠવવામાં આવ્યા

ભાગ લેનાર તમામ બાલ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરીષદના વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર અશોક જેઠે, અને ડિસ્ટ્રિક્ટ એકેડેમીક કોર્ડિનેટર, પ્રજ્ઞેશ રાઠોડ, દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વલસાડમાં બાળ કલ્યાણ સમિતિની સરાહનિય કામગીરી, 283 જેટલા કેસનો કર્યો નિકાલ

આ પણ વાંચો: હવે ટોપી કરાવશે કોરોના ગાઇડલાઇનનું પાલન, સરદાર પટેલ યુનિવર્સિટીના છાત્રોએ બનાવી Social distancing cap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.