વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ અને વલસાડ જેવા તાલુકાઓના આવેલા વિવિધ ગામોમાં મોટાભાગના ખેડૂતો ડાંગરના પાક ઉપર જ નભતા હોય છે.
સમગ્ર વર્ષ દરમિયાન તેઓ પોતાના ખેતરમાં ડાંગરની ખેતી કરે છે અને તે જ ડાંગરનો ઉપયોગ તેઓ પોતાના જીવનનિર્વાહ માટે પણ કરતા હોય છે. પરંતુ, આ વર્ષે વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરના પાકને ભયંકર નુકસાન થયું છે અને આ નુકશાનનો ભોગ ખેડૂતો બન્યા છે.
વલસાડ જિલ્લામાં 80 ટકા જેટલા ડાંગરના પાકને નુકસાન પહોંચી ચૂક્યું છે અને સતત વરસાદ હજુ પણ ચાલી રહ્યું છે, જેના કારણે આગામી દિવસમાં પણ વધુ નુકસાન ખેતરોમાં જોવા મળી શકે છે.
શું કહે છે પોતાની સમસ્યાઓ અંગે ખેડૂતો, જૂઓ વીડિઓમાં...