આદિવાસી ઉત્સવો હોય પ્રસંગો હોય કે, તેમના જીવન સાથે વણાયેલી અનેક ચીજોને જો ચિત્ર દ્વારા પ્રગટ કરવાની વિશેષ કલા હોય. તો તે આદિવાસી ઓની પોતીકી કહી શકાય એવું વારલી ચિત્રકલા અને એમાં દરેક પ્રસંગો તમને આબેહૂબ કંડારેલા જોવા મળી શકે છે. પરંતુ આ કળાનો વારસો સચવાઈ રહે એવા હેતુથી આદિવાસી વિસ્તારની કુલ 13 સ્કૂલોના 2109 વિધાર્થીઓને એક સાથે એક મંચ ઉપર લાવી વારલી ચિત્રકામ કરવાનો એક વિશેષ કાર્યક્રમ વલસાડની સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.
વલસાડના ધરમપુર રોડ ચોકડી નજીકમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે 2109 વિધાર્થીઓ દ્વારા ધ્યાન આકર્ષક વારલી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. ધોરણ 6થી કોલેજ સુધીના વિધાર્થીઓ દ્વારા વિવિધ વિષયો વિવિધ પ્રસંગો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા હતા. વળી આજ ઘટનાને એક સાથે 2109 વિધાર્થીઓ દ્વારા ભારતમાં પ્રથમ વાર વારલી ચિત્રકલા માટે એકત્ર થયા હોય. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમગ્ર બાબતને સ્થાન મેળવ્યું છે. કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. વન આદિજાતિ વિકાસ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર સાથે ત્રણે ધારાસભ્યો કનુભાઈ દેસાઈ, અરવિંદભાઈ પટેલ, ભરતભાઇ પટેલ, તેમજ સી ડબ્લ્યુ સીના ચેરમેન સોનલ બેન સોલંકી સહિત તમામએ સંસ્થા દ્વારા વારલી ચિત્રકલા માટે આયોજિત કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી.
![વલસાડ એક સાથે 2109 વિધાર્થીઓએ વારલી પેઇન્ટિંગ કરી મેળવ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5605816_vadora.jpg)
નોંધનીય છે કે, વારલી ચિત્રકલાએ સદીઓથી આદિવાસી સમાજના પ્રસંગોચિત સાથે ગૂંથાયેલી છે. જે ઘરની દિવાલો ઉપર કે અન્ય જગ્યાઓ ઉપર તેને ગેરૂ વડે કે, ચુનાથી દોરવામાં આવતી હતી પણ વર્તમાન સમયમાં હોવે તેનું અર્વાચીન સ્વરૂપ બદલાયું છે. લોકો તેને રંગના ઉપયોગથી બનાવતા થયા છે. સ્કૂલના વિધાર્થીઓમાં પણ ચિત્રો બનાવવાને લઇ ઉત્સાહ જોવા મળ્યો હતો.