ETV Bharat / state

Valsad News : ખેતરના સેઢે સરગવાની સિંગ વાવીને બમણી આવક મેળવી રહ્યા છે ખેડુતો

વલસાડના ખેડૂતો હવે વિવિધ રોગોનો ઈલાજ કરતી સરગવાની સિંગની ખેતી તરફ વળ્યા છે. સરગવાની સેઢા પર સિંગ વાવીને બમણી આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત રોજીંદા સરગવાની સિંગ 10 ટનથી વધુ જથ્થો સુરત કે મુંબઈના માર્કેટમાં પહોંચાડવામાં આવે છે.

Valsad News : સેઢે સરગવાની સિંગ વાવીને બમણી આવક મેળવી રહ્યા છે ખેડુતો

author img

By

Published : Jan 21, 2023, 1:14 PM IST

Updated : Jan 21, 2023, 3:30 PM IST

રોગોના ઈલાજ માટે ઉપયોગી સરગવાની શીંગની ખેતી તરફ વળ્યા અહીંના ખેડૂતો

વલસાડ : આયુર્વેદમાં રોગના ઈલાજ સામે જે સંજીવની ગણવામાં આવે છે તે સરગવાની સિંગની ખેતી તરફ હવે ખેડૂતો વળ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લો આમ તો હાફૂસ કેરી માટે જાણીતો છે, પરંતુ ક્લાયમેટ છે અને વાતાવરણમાં આવી રહેલા પલટાને કારણે ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે વધુ ઉત્પાદન, સારી આવક આપી અને આયુર્વેદમાં ઔષધિ માટે ઉપયોગમાં આવતી સરગવાની સિંગની ખેતી ખેડૂતો માટે ફળદાયી નીવડી રહી છે. મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરના સેઢા પર સરગવાની સિંગના ઝડો નાખવા લાગ્યા છે અને બમણી આવક પણ મેળવી રહ્યા છે.

આ પણ વાંચો : Doubling of Farmers Income : પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ખેડૂતો, ડાયજેસ્ટર પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનો કરાવે ડબલ ઇન્કમ

સરગવાની સીનના આહારમાં ફાયદા : સરગવાની સીનમાં વિટામિન એ,સી અને ડી ભરપૂર માત્રા મહત્વનું માનવામાં આવે છે. જેમાં ફોલિક એસિડ કેલ્શિયમ, કેલ્શિયમ ફોસ્ફરસ, પોટેશિયમ મેગ્નેશિયમ અને આર્યન જેવા તત્વો સામેલ થઈ સરગવાની સિંગના સેવનથી લીવરને લગતા રોગો દૂર થાય છે. તો ડાયાબીટીસ જેવા રોગોમાં તે ખૂબ ગુણકારી છે. હાડકાના રોગોમાં પણ તે ખૂબ ઉપયોગી છે. તે હિમોગ્લોબીન વધારે છે સાથે એન્ટી ઓક્સીડેન્ટ હોવાને કારણે તે વિવિધ રોગોના રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કબજિયાતને દૂર કરે છે તેમજ પોલીસ ફીનોલ હોવાને કારણે તે લીવરના રોગોમાં ખૂબ ઉપયોગી બને છે આમ તે વિવિધ રોગોના ઉપયોગી છે.

આ પણ વાંચો : Kutch News: તાઇવાનના ગુલાબી જામફળની ખેતી હવે થઇ રહી છે કચ્છમાં, કોઈપણ સીઝનમાં મળે છે આટલો ભાવ

ધરમપુરથી જ રોજિંદા 10ટન સરગવાની સિંગ : વલસાડ જિલ્લાના એકમાત્ર ધરમપુર વિસ્તારમાંથી જ રોજિંદા નિયમિત રીતે 10 ટન કરતાં પણ વધુ જથ્થો સુરત કે મુંબઈના માર્કેટમાં પહોંચાડવામાં આવે છે, એટલે કે ધરમપુર વિસ્તારમાંથી જ ઉત્પાદન વધુ જોવા મળી રહ્યું છે. અહીં આવેલા ભેસધરા, ઝરીયા, ફૂલવાડી, જેવા તેમજ નાની વહીયાળ જેવા ગામોના ખેડૂતો મોટી માત્રામાં સરગવાની સિંગની ખેતી તરફ વળી રહ્યા છે. ત્યાંથી જ ઉત્પાદન મોટાભાગે મળી આવે છે. વલસાડ જિલ્લાનો ખેડૂતો હવે કેરીની સાથે સાથે શાકભાજી તરફ વળી રહ્યો છે અને ઔષધીય ગુણો ધરાવતા સરગવાની શીંગની ખેતી તરફ આગળ વધી રહ્યો છે.

Last Updated : Jan 21, 2023, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.