સ્કૂલવાનમાં ઠાંસી ઠાંસીને ભરતાં વાહનચાલકો પર RTOએ કડક પગલાં લીધાં છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RTO કચેરી દ્વારા આ પગલાં લેવામાં આવ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં 18 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે અન્ય કેટલાક RTO મેમો આપવામાં આવ્યો છે.
વલસાડ આરટીઓ અધિકારી રાવલીયાએ જણાવ્યું કે, "છેલ્લા ત્રણ દિવસથી તેમના દ્વારા બાળકોને આરટીઓ મેં નિયમ વિરૂદ્ધ ભરી લઈ જતા હોય એવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાકને RTO મેમો આપવામાં આવ્યો છે. તો કેટલાકને સ્થળ દંડ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ કાયદેસર રીતે સ્કુલ વાન માટેનું પાર્સિંગ કરાવી લે. પરંતુ અત્યાર સુધીમાં એવા કોઈ પણ વાનચાલકો આગળ આવ્યા નથી. જેઓ કાયદેસર સ્કુલ માટે પાર્સિંગ કરાવે તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં 105 જેટલા વાહનોને સામે કાર્યવાહી કરાઈ છે. જેમાં સાત જેટલી રીક્ષાઓ પણ સામેલ છે.
દરેક વાહનો પાસે ઓછામાં ઓછા ત્રણ હજાર જેટલો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.અત્યાર સુધીમાં ૧૮ હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે."