ETV Bharat / state

વલસાડ પોલીસની દરિયાદીલી, લોકડાઉનમાં પરપ્રાંતીયોને દાલ-બાટી ખવડાવી ટીશર્ટ આપ્યા - corona virus news

લોકડાઉનના દિવસોમાં વલસાડ પોલીસે માત્ર વોરિયર્સની જ નહીં, પરંતુ તેનાથી પણ હટકે એવા માનવતાના દર્શન કરાવ્યાં છે.

Etv Bharat
valsad
author img

By

Published : Apr 19, 2020, 10:10 PM IST

વલસાડઃ વલસાડ જિલ્લામાંથી પગપાળા વતન તરફ જતા લોકોને વલસાડ પોલીસે સરીગામ શેલ્ટર હોમમાં અશ્રય આપ્યો છે. આ શેલ્ટર હોમના લોકોએ દાલબાટી ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા વલસાડ જિલ્લા પોલીસ વડા અને DYSP વાપીએ તમામને સ્વાદિષ્ટ દાલ બાટી ખવડાવી "CARE BY VALSAD POLICE ’’ લખેલ ટીશર્ટનું વિતરણ કર્યું હતું. વલસાડ પોલીસની આ માનવતા શેલ્ટર હોમના લોકો ક્યારેય નહીં ભૂલે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

25માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે સમયગાળા દરમિયાન વલસાડ જિલ્લાના સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠમાં બનાવેલા શેલ્ટર હાઉસમાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા અને પગપાળા વતન તરફ જવા નીકળેલ 150 જેટલા પરપ્રાંતીય મજુરો (સ્ત્રી, પરૂષ, બાળકો)ને રાખવામાં આવેલા છે. વલસાડ જિલ્લાના પોલીસવડા સુનીલ જોષી તથા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. જાડેજા અવાર નવાર આ શેલ્ટર હોમની મુલાકાત લઇ શેલ્ટર હોમમાં રાખેલા લોકોના ખબર અંતર પુછી- તેઓને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા મળી રહે તેનું સતત ધ્યાન રાખે છે.

તેઓની મુલાકાત દરમિયાન શેલ્ટર હાઉસમાં રાખવામાં આવેલા લોકોએ દાલ બાટી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે જ નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.જાડેજા તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.આર.ભાદરકા તથા એ.ડી.મિયાત્રાએ સરીગામ ભીલાડના જૈન એલર્ટ ગૃપના જીગ્નેશ રાઠોડના સહયોગથી શ્રેષ્ઠ રસોઇયા દ્વારા દાલ બાટી, ચુરમા, સંભારો, છાશનુ ભોજન તૈયાર કરાવી પીરસવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસવડા સુનિલ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. શેલ્ટર હોમના લોકો સાથે ભોજનનો આનંદ માણ્યો હતો. ભોજન બાદ જિલ્લા પોલીસવડા સુનીલ જોષીએ અને પોલીસ સ્ટાફે તમામને “CARE BY VALSAD POLICE’’ લખેલ ટીશર્ટનુ વિતરણ કર્યું હતું. આ અનોખો પ્રસંગ જોઈ ઉપસ્થિત શેલ્ટર હોમના લોકોના ચહેરા પર અનોખી મુસ્કાન જોવા મળી હતી. આ દિવસ સદાયને માટે યાદગાર દિવસ હોવાની પ્રતીતી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.