ETV Bharat / state

ગાંધીનગરમાં રેલી પહેલા જ વલસાડ પોલીસે ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણીને નજર કેદ કર્યા - વલસાડ પોલીસ સ્ટેશન

વલસાડ: ગુજરાત સરકારે 30થી ઓછી સંખ્યા ધરાવતી દરેક શાળાને અન્ય શાળામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. જેનો વિરોધ કરવા માટે મંગળવારના રોજ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા એક વિશાળ રેલીના આયોજનનો મેસેજ રવિવાર સાંજથી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતો. જેથી પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને દરેક તાલુકાના પ્રમુખ તથા અગ્રણીઓને પોલીસે તેમના નિવાસ સ્થાનથી નજર કેદ કર્યા હતા.

Valsad police arrested the leader of Bhilsasthan Tiger sena
વલસાડ પોલીસે ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણીને નજર કેદ કર્યા
author img

By

Published : Dec 9, 2019, 11:44 AM IST

ગુજરાતમાં પાંચ હજારથી વધુ પ્રાથમિક શાળાને અન્ય શાળામાં મર્જ કરી દેવાના વિરોધમાં આજે દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરી વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ રેલી અંગે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા અગ્રણીઓ ગાંધીનગર નીકળે તે પહેલાં જ જિલ્લા પોલીસે, ટાઈગર સેના પ્રમુખ અને અગ્રણી કાર્યકરોને તેમના નિવાસ સ્થાનેથી જ નજર કેદ કરી લીધા હતા.

અગ્રણીને નજર કેદ કરવાથી તેમનામાં સરકારી કામગીરીને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, તેમના ઘર સુધી પોલીસની ગાડી આવે છે અને તેમને રાતોરાત પોલીસ મથક સુધી ઊંચકી લાવવામાં આવે છે. આ ઘટનાને લઈને તેમના પરિવાર અને તેમના સામાજિક જીવનમાં પણ ઊંડા પ્રત્યાઘાતો પડી રહ્યાં હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

વલસાડ પોલીસે ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણીને નજર કેદ કર્યા

વલસાડ તાલુકામાંથી જીતુ પટેલ, ધરમપુરમાં કલ્પેશ પટેલ, પારડી તાલુકામાં સુમન પટેલ અને હરીશ પટેલ, વાપી તાલુકામાંથી પરેશ પટેલ અને કેતન પટેલ જ્યારે કપરાડા તાલુકામાંથી જયેન્દ્ર ગામીત અને બીપીન રાઉતને મોડીરાત્રે નજર કેદ કર્યા હતા. ઉપરાંત કપરાડા તાલુકાના ધરમપુર રોડ પર પોલીસે બેરીકેડ મુકી ત્યાંથી પસાર થતા અનેક વાહનોમાંથી લોકોને ઉતારીને ચેક કર્યા હતા. ઉપરાંત તેમને પૂછ્યું પણ હતું કે, શું તેઓ ગાંધીનગર રેલીમાં જાય છે? આ સમગ્ર બાબતને લઈને ભીલીસ્થાન ટાઇગર સેનાના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Intro:ગુજરાત સરકારે 30 થી ઓછી સંખ્યા ધરાવતી દરેક શાળાઓ અને અન્ય શાળામાં મર્જ કરવા ના બાબતનો વિરોધ કરવા માટે મંગળવારના રોજ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા એક વિશાળ રેલીનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવનાર હોવાના મેસેજ ગઈ કાલ સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને દરેક તાલુકાના પ્રમુખ અને અગ્રણીઓને પોલીસે તેમના ઘરેથી લઈ નજરકેદ કર્યા હતાBody:ગુજરાતમાં પાંચ હજારથી વધુ પ્રાથમિક શાળાઓ જેમાં બાળકોની સંખ્યા 30 થી ઓછી છે આવી શાળાઓને અન્ય શાળામાં મર્જ કરી દેવાના વિરોધમાં આજે દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરી વિરોધ કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવનાર હતું પરંતુ આ રેલી અંગે સોશ્યલ મીડિયામાં એક મેસેજ વલસાડ જિલ્લામાં વાયરલ થતા મોડી રાત્રે આ અગ્રણીઓ ગાંધીનગર નીકળે તે પહેલાં જ જિલ્લા પોલીસે તાલુકા મથકથી કામ કરતા ભિલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ અને અગ્રણી કાર્યકરો અને તેમના ઘરેથી ઊંચકી લાવી પોલીસ મથકે નજર કેદ કરી લીધા હતા જેને પગલે ને આ અગ્રણીઓમાં સરકારી કામગીરીને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો તેમણે કહ્યું કે તેમના ઘર સુધી પોલીસની ગાડી આવે છે અને તેમને રાતોરાત પોલીસ મથક સુધી ઊંચકી લાવવામાં આવે છે જાણે કે તેઓએ કોઈ ગુનો કર્યો હોય આ ઘટનાને લઈને તેમના પરિવાર અને તેમના સામાજિક જીવનમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું આ લખાય છે ત્યાં સુધી તેઓને પોલીસ મથકમાંથી મુક્ત કરાયા નથી એટલે કે સોમવાર ની આખી રાત તેઓએ પોલીસ મથકમાં જ ગુણકારી છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ તાલુકામાંથી ભિલીસ્થાન ટાઈગર સેના જીતુભાઈ પટેલ ધરમપુરમાં કલ્પેશભાઈ પટેલ પારડી તાલુકામાં સુમનભાઈ પટેલ અને હરીશભાઈ પટેલ વાપી તાલુકામાંથી પરેશભાઈ પટેલ અને કેતનભાઈ પટેલ જ્યારે કપરાડા તાલુકામાં થી જયેન્દ્ર ગામીત અને બીપીનભાઈ રાઉત મોડીરાત્રે પોલીસે આ તમામને પોલીસ મથકે લઇ આવીને નજરકેદ કર્યા હતા જેથી તેઓ ગાંધીનગર જઈ ન શકે મહત્વની વાત એ છે કે કપરાડા તાલુકાના ધરમપુર રોડ ઉપર વડખંભા પાર નદીના પુલ પાસે પોલીસે બેરીકેડ મુકી ત્યાંથી પસાર થતા અનેક વાહનો માં લોકોને ઉતારીને ચેક કરીને પૂછ્યું પણ હતું કે શું તેઓ ગાંધીનગર રેલીમાં જાય છે આ સમગ્ર બાબતને લઈને ભિલીસ્થાન ટાઈગર સેના ના અગ્રણીઓ અને કાર્યકરોમાં પોલીસની આવી કામગીરીને લઇને ભારે રોષ જોવા મળ્યો છેConclusion:નોંધનીય છે કે ગાંધીનગર રેલીમાં જોડાવા માટે નો એક મેસેજ વલસાડ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વલસાડ જિલ્લાની પોલીસ હરકતમાં આવી હતી અને આ તમામ કાર્યકરો વલસાડ જિલ્લો છોડે તે પહેલાં જ તેઓને તેમના ઘરેથી ઊંચકી લાવી પોલીસ મથકમાં નજરકેદ કરી લેવાયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.