ETV Bharat / state

કપરાડા અરણાઇ ગામે આશ્રમ શાળામાં બાળકો ખુદ રસોઈ બનાવવા મજબુર - શ્રી ધરમપુર સેવા મંડળ

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અરણાઇ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકો ખુદ પોતાના માટે ભોજન બનાવવા મજબુર છે. બાળકો રસોઈ બનાવતા હોવાનો વિડીયો સામે આવતા આશ્રમ શાળાની વાસ્તવિકતા છતી થવા પામી છે

કપરાડા અરણાઇ ગામે આશ્રમ શાળામાં બાળકો ખુદ રસોઈ બનાવવા મજબુર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 9:26 PM IST

બાળકો રસોઈ બનાવતા હોવાનો વિડીયો સામે આવ્યો

વલસાડ : કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં અનેક આશ્રમ શાળાઓ આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓ રહીને શિક્ષણ મેળવે છે. ત્યારે આવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પાસે કામ લેવામાં આવતું હોવાનું બહાર આવવા પામ્યું છે. વર્ગ 4 ના કર્મચારીની ભરતી ન કરવામાં આવતા આશ્રમ શાળામાં રસોઈયાઓની ભરતી ન થતા આશ્રમ શાળામાં ભોજન બનાવવા કોઈ ન હોય ખુદ બાળકોએ ભોજન બનાવવા મજબૂર બનવું પડી રહ્યું છે.

શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત છે આરણાઇ આશ્રમ શાળા : કપરાડામાં શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા અરણાઈમાં માસૂમ બાળકોને રસોઈયા બનાવી દેવાયાં છે. સરકાર આશ્રમ શાળા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જમવા રહેવા માટે ખૂબ ખર્ચો કરે છે. પરંતુ સંચાલકોના પાપે ભણતા માસૂમ બાળકોને ઉત્તમ વ્યવસ્થાને બદલે બાળકોએ વેઠ કરવી પડી રહી છે.

રસોઈયો સોમવારે જ આશ્રમ ખાતે આવે છે : શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂછતા જાણવા મળ્યું કે રસોઈયો દર સોમવારે આવીને જતો રહે છે અને ત્યાર બાદ રસોઈ અમારે જ જાતે બનાવવી પડે છે. શાળામાં બાળકો ભણવા માટે આવે છે પરંતુ આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પૂરતું મળતું ન હોવાથી ભવિષ્યમાં આગળ વધી પોતે પગભર થઈ શકતા નથી અને વાલીઓ જે આશાએ બાળકોને ભણવા મૂકે છે તે આશા ઉપર પાણી ફરી વળે છે.

જે વિડીયો બાળકોનો રસોઈ બનાવતા સામે આવ્યો છે તે જોતાં જરૂરી પગલાં લેવામાં આવશે.આશ્રમ શાળામાં 5 શિક્ષકો પણ રેસિડેન્સિયલમાં હોય છે તેમ છતાં બાળકો રસોઈ બનાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે તે જોતા જરૂરી પગલાં લેવામાં આવશે. વિક્રાંત થોરાતે ( આશ્રમ શાળા અધિકારી )

રસોઈયા ન હોવાથી બાળકોને જાતે રસોઈ બનાવવી પડે છે : આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રસોઈયા ન અવવાને કારણે ખુદ બાળકો એ જ પોતાનું પેટ ભરવા માટે રસોઈ બનાવવા મજબુર બનવું પડી રહ્યું છે. સરકાર એક વિદ્યાર્થી દીઠ 1500 થી 2000 જેટલી રકમ દર માસે આશ્રમ શાળા ચલાવતી સંસ્થાને ચૂકવે છે પરંતુ આવી સંસ્થાના સંચાલકો બાળકોને પ્રાથમિક સવલત પુરી પાડવામાં નિષ્ફળ જણાઇ રહી છે. ત્યારે હાલ તો કપરાડામાં બનેલી આ ઘટનાએ વાલીઓ અને આશ્રમ શાળા ગામના લોકોમાં ભારે ચર્ચા જગાવી છે જેમાં આશ્રમ શાળા અધિકારી કેવા પગલાં લેશે તેની ઉપર સૌની નજર છે.

  1. વલસાડની 3 શાળાના 32 શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી, જાણો સમગ્ર મામલો
  2. Student committed suicide : તાપીમાં આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, કારણ અકબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.