વલસાડ નજીક આવેલા ધરમપુરમાં પાલિકા વિસ્તારમાં કાર્યરત એવી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં ધરમપુર પ્રાંત અધિકારી નગરપાલિકા સીઓ અને જિલ્લા ફુડ વિભાગના અધિકારીઓએ સંયુક્ત રીતે ફાયર સેફટી અંગેના સર્વે કરવા માટે પહોંચ્યા હતા, જોકે સર્વે કરવા દરમિયાન ત્યાં કેટલીક ચીજો બાદ તેઓની આંખો પહોળી થઇ ગઇ હતી, કંપનીમાં રો મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી કેરીઓ કોહવાયેલી અને બગડી ગયેલી હતી, જેને ઉપયોગમાં લેવાઈ રહી હતી તો ત્યાં બનાવવામાં આવેલા કેટલાક સમોસાનો ભાગ પણ ખાવામાં ઊપયોગમાં લઇ શકાય તેમ ન હતો.
જ્યારે ફાયરસેફ્ટીના સર્વેના સાધનો પણ સંપૂર્ણપણે અભાવ હોવાનું બહાર આવ્યું હતું, આ સમગ્ર બાબતે etv ભારતને માહિતી આપતા ધરમપુર પ્રાંત અધિકારી રવિન્દ્ર ખટારા જણાવ્યું કે તેમની કંપનીને જરૂરી નિયમો અને ફૂડ સેફ્ટીના નિયમોને આધીન હાલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમ જ પંદર દિવસની અંદર કંપનીમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે, જો તેમ છતાં પણ કંપની દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે શુક્રવારના રોજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે દરમિયાન કંપની માંથી મળી આવેલી 5260 કિલો બગડેલી કેરીઓ જેની કિંમત અંદાજિત 1,84,000 થાય છે, તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે કંપનીમાં બનાવવામાં આવતા 25 કિલો જેટલા સમોસાનો પણ નાશ કરાયો હતો, આમ અચાનક થયેલા સર્વેમાં મળી આવેલી કેટલીક ચીજોના સેમ્પલ પણ ફુડ વિભાગ દ્વારા લઈને વધુ તપાસ માટે રાજકોટ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જોકે હાલ તો કંપનીને પંદર દિવસની મુદત આપી ધારાધોરણ મુજબ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.