છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર વલસાડ જિલ્લામાં યથાવત્ છે. ત્યારે વધુ વરસાદને કારણે પારડી તાલુકાના ડુમલાવ ગામે દેસાઈ ફળિયામાં રહેતા વાસુદેવ પટેલનું 25 વર્ષ જૂનું નળીયા વાળુ ઘર અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. વધુ વરસાદને કારણે અચાનક જ ઘર તૂટી જતા ઘરના ઓટલા ઉપર બેસેલી બે મહિલાઓ અવાજ આવતાની સાથે ઓટલાની બહાર નીકળી ગઇ હતી. જેને લઈ કોઈપણ જાનહાની થઈ ન હતી.
પરંતુ ઘરની અંદર મૂકી રાખવામાં આવેલ માલસામાનને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાની જાણકારી ઘર માલિકે તેમજ આસપાસના લોકોએ સરપંચને કરતા સરપંચ પુષ્પાબેન, ડેપ્યુટી સરપંચ પ્રકાશ ભાઈ તેમજ તલાટી સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઘરમાલિકને ઘરવખરીના નુકસાન બાબતે જિલ્લામાં રિપોર્ટ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.