ETV Bharat / state

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 7 આરોપી ઝડપાયા

વલસાડ જિલ્લામાં સોશિયલ મિડિયામાં એક પ્લેટફોર્મ પર ઉપર નાણાં ઇન્વેસ્ટ કરાવી વધુ વળતર આપવાની લાલચ આપીને એક ઈસમ પાસે 34,000 ઇન્વેસ્ટ કરાવ્યાં હતા. ફરિયાદીને પોતે શંકા જતા તેમણે નાણા પરત માગ્યા હતા. જોકે નાણા પરત ન આવતા વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતમાં પોલીસે થોડા દિવસ પૂર્વે બે આરોપી મુનાફ નેનપુર વાલા અને નવાઝ નેનપુર વાલાની ધરપકડ કરી હતી. જોકે, આ જ કિસ્સામાં વધુ તપાસ કરતાં વધુ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું

author img

By

Published : Jul 6, 2021, 5:09 PM IST

  • preoccupied સીમકાર્ડની મદદથી સાયબર ક્રાઈમના ગુનાઓને આપવામાં આવતો હતો અંજામ
  • લોકોના KYC ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કોરા સીમકાર્ડમાં paytm અને google પે ચાલુ કરી દેવામાં આવતા હતા
  • લોકો પાસેથી નાના ઇન્વેસ્ટ કરાવી છેતરપિંડી કરવામાં આવતી હતી

વલસાડઃ જિલ્લામાં ગત તારીખ 26/ 6/ 2021 ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, સોશિયલ મિડિયામાં એક આઈડી પરથી નાણા ઈન્વેસ્ટ કરવાની વાત કરી અને વધુ વળતર આપવાની વાત કરીને તેમની પાસેથી રૂપિયા 34 હજાર ઓનલાઈન એપ્લિકેશન દ્વારા મંગાવ્યા હતા. જે બાદ ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની શંકા જતા તેણે ઈન્વેસ્ટર પાસેથી ફરી આ નાણાં પરત માગ્યા હતા. પરંતુ તેમણે પરત આપવા માટેની ના પાડતાં તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની જાણકારી મળતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું
વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું

સાયબર ક્રાઇમની ટીમ ટેકનીકલ એનાલીસીસની મદદથી એકાઉન્ટ ધારક સુધી પહોંચી

આ સમગ્ર કિસ્સામાં ફરિયાદ મળતાની સાથે વલસાડ સાયબર ક્રાઇમની ટીમ સક્રિય બની હતી અને ટેકનીકલ એનાલીસીસની મદદ દ્વારા ફરિયાદીએ ટ્રાન્સફર કરેલા પૈસા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, તે એકાઉન્ટ ધારક સુધી પહોંચી ગઈ હતી. જેમાં મુનફ સત્તર, અહેમદ નેનપુર વાલા, નવાઝ મુનાફ સત્તર નેન્નપૂર વાળાની પોલીસે ધરપકડ કરી હતી. જે બંને આ સમગ્ર કૌભાંડમાં beneficiary એકાઉન્ટ ધારક હતા. સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસ તેમને પકડી ન શકે અને કોઈપણ footprint ન મળે તે માટે જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરેલી રકમ એકથી બીજા ખાતા અને બીજાથી ત્રીજા બેંકના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરીને વહેંચવામાં આવી હતી અને આ માટે preoccupied સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સોશિયલ મિડિયા પર ફોરેક્સ ટ્રેડિંગ માટે આઇડી બનાવી પ્રમોશનલ જાહેરાત મૂકીને કસ્ટમર શોધવામાં આવતા હતા

પોલીસે આ સમગ્ર કિસ્સામાં ઝડપી પાડેલા પાંચ આરોપી પૈકી મુખ્ય આરોપી અહમદ રઝા ઉર્ફે છબો, અસલમ નૂરાની સોશિયલ મિડિયા ઉપર ફોરેક્સ ટ્રેડિંગ માટે આઈડી બનાવી પ્રમોશનલ જાહેરાતો મૂકતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ કસ્ટમર શોધી કાઢતો હતો અને લોકો પાસે વધુ વળતર આપવાની લાલચ આપી પૈસા ઈન્વેસ્ટ કરાવતો અને આ પૈસા તે વિવિધ વોલેટ ના માધ્યમથી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો.

કેવી રીતે ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ અને કેટલી જગ્યાએ ટ્રાન્સફર થતા હતા પૈસા

સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે, ફરિયાદીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલી રકમ એક પેમેન્ટ બેન્ક દ્વારા ચેતન જરીવાલા નામના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી. જે બાદ એ રકમ અવેસ અસફક ભીમાણી નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી, તે પછી ફરીથી આ રકમ ઓનલાઈન પેમેન્ટના માધ્યમ દ્વારા અનાસ ઓરાવાલા નામના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર્ થઈ હતી અને ત્રણ જગ્યાએ ટ્રાન્સફર થયા બાદ અંતે આ રકમ એક બેન્કના અકાઉન્ટ ધારક ફેનીલ આબાનુ મુનાફ નેનપુર વાલા ના એકાઉન્ટમાં પહોંચી હતી. પોલીસે આ તમામ એકાઉન્ટ તપાસ કરતા પ્રથમ ત્રણ એકાઉન્ટ કેવાયસી ડીટેલ ધરાવતા ફેક સીમકાર્ડ પરથી બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ

ગ્રાહક KYC અપડેટ કરવા આવે ત્યારે તેને અલગ-અલગ બહાના બનાવીને ના પાડતો હતો

વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપેલા પાંચ આરોપી પૈકી ધવલ વસંત કુમાર મિસ્ત્રી છેલ્લા ત્રણ વર્ષથી પેટીએમનું અને ફાસ્ટ એક તથા કેવાયસી અપડેટ કરવાનું કામ કરતો હતો. ગ્રાહક કેવાયસી અપડેટ કરવા આવે ત્યારે ગ્રાહકને સર્વર ડાઉન છે અને આધારકાર્ડ બીજા નંબર લીંક છે. બાયોમેટ્રિક આવતું નથી આધાર સાથે મેચ થતું નથી એવા અલગ-અલગ બહાના બનાવીને ગ્રાહકને ના પાડી દેતો હતો અને આરોપી ફેજ પાસેથી મેળવેલા કોરા સીમકાર્ડમાં ઓનલાઈન પેમેન્ટનું એક એપ ચાલુ કરી આરોપી ફેઝને 1100 રૂપિયામાં સીમકાર્ડ લીધો હતો અને ગ્રાહકોને paytm પર એકાઉન્ટ બંધ કરવા જણાવતો હતો.

આ પણ વાંચોઃ કેનેરા બેંકના ATM સાથે ચેડાં કરી છેતરપિંડી કરતી ગેંગના આરોપીની ધરપકડ

સમગ્ર કૌભાંડમાં મુખ્ય કારીગર બ્લેન્ક સીમકાર્ડ રૂપિયા 300માં લઈ ધવલને KYC અપડેટ કરવા આવતો

પોલીસે પકડેલા આરોપીમાં ફૅઝ હમીદભાઇ દાનીસ નામના યુવક પાસેથી સીમકાર્ડ રૂપિયા 300માં લઈ આરોપી ધવલને કેવાયસી અપડેટ કરવા માટે આવતો હતો અને કેવાયસી અપડેટ થયા બાદ આરોપી ધવલને રૂપિયા 1500 ચૂકવતો હતો અને આવા સીમકાર્ડ આરોપી અહમદ રઝા ઉર્ફે છબો પુરાણી નવા મુન્ના 17 નેનપુર વાલા તથા અબ્દુલ્લાહ ગગનને રૂપિયા 2500થી 3000માં વેચતો હતો અને આ સીમકાર્ડ અબ્દુલ્લા આકીબ ગગન છેલ્લા બીજાના નામ વાળા સીમકાર્ડ રૂપિયા 500 માં ખરીદી રૂપિયા 700થી હજારમાં વેચતા હતા તથા paytm, google અને કેવાયસી અપડેટ વાળા સીમકાર્ડ રૂપિયા 2500માં ખરીદી ત્રણ હજારમાં વેચતા હતા.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર યુવતીઓ સાથે મિત્રતા કેળવી શારીરિક સબંધ બાંધનારાની ધરપકડ

સમગ્ર કૌભાંડમાં પોલીસે પાંચ આરોપીને પકડી પાડયા

આ સમગ્ર કિસ્સામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં અહેમદ રજા ઉર્ફે છબો અસલમ નૂરાની, અવેશ અશફાક ભીમાણી,અનસ મુસ્તાક ઓરાવાલા,ફૅઝ હમીદ મોતીવાલા,અબ્દુલ્લા આકીબ ગગનની ધરપકડ કરી છે. આમ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરાવી છેતરપિંડી કરનારા કુલ 7 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં online paytm અને google pay જેવા માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવી એક ખાતામાંથી પૈસા બીજા ખાતામાં અને ત્યાંથી ત્રીજા ખાતામાં એમ ત્રણ ચાર વાર વિવિધ ખાતાઓમાં પૈસાવાળા પરથી મોકલી છેતરપિંડી કરવાનો એક વિશિષ્ટ કૌભાંડ ચલાવી રહ્યા હતા. જે અંગે ફરિયાદ થતા પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.