ETV Bharat / state

Valsad Crime : વાપીમાં એક જ રાતમાં 15 દુકાનોના શટર તોડી તસ્કરોનો તરખાટ, તબીબની ક્લિનિકમાંથી 19 લાખની ચોરી - તસ્કરોનો તરખાટ

વલસાડ જિલ્લાના વાપીમાં ચોર ટોળકીએ કુલ 15 દુકાનોના શટર તોડી ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. તસ્કરોએ એક ક્લિનિકમાંથી 19 લાખ તો અન્ય દુકાનમાંથી 22 હજારની ચીજવસ્તુઓ તેમજ નાની મોટી રકમની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઈ છે.

Valsad Crime : વાપીમાં એક જ રાતમાં 15 દુકાનોના શટર તોડી તસ્કરોનો તરખાટ, તબીબની ક્લિનિકમાંથી 19 લાખની ચોરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 5:53 PM IST

કુલ 15 દુકાનો તૂટી

વાપી : વાપીમાં ચોર ટોળકીએ તરખાટ મચાવી પોલીસને લપડાક મારી છે. વાપીમાં રવિવારે એક જ રાત્રિમાં તસ્કર ટોળકીએ ગુંજન વિસ્તારમાં ભાનુ હિલ્સ અને ગાર્ડન વ્યુ સોસાયટીમાં આવેલી ઓફિસ, દુકાન અને દવાખાનાના શટરના તાળા તોડી ચોરી કરી છે. તસ્કરોએ એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ રોકડની ચોરી કરી છે. જે અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી : વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડીંગ, ભાનુ હિલ્સ બિલ્ડિંગ, હેમ એપાર્ટમેન્ટ એમ અલગ અલગ 3 સ્થળોએ ચોર ટોળકીએ કુલ 15 જેટલી દુકાનોના શટર તોડી ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. તસ્કરો એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ રોકડની ચોરી ઉપરાંત અન્ય દુકાનોમાંથી પણ નાની મોટી રોકડ રકમ અને મોબાઈલ ફોન જેવી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસને પડકાર ફેંકનાર ચોર ટોળકીને દબોચી લેવા ટાઉન પોલીસ અને LCB, SOG ની ટીમે CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

19 લાખ રોકડા રૂપિયાની ચોરી : વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડિંગમાં રહેતા અને આ જ બિલ્ડિંગમાં પોતાનું ડેન્ટલ ક્લિનિક ધરાવતા ડૉ ધવલ કોટડીયાએ પોતાના ક્લિનિકમાં તેમના પેશન્ટની ફીની પાંચેક મહિનાની રોકડ રકમ અને તેમની પત્ની, તથા પિતાની બચતના રૂપિયા ક્લિનિકના કબાટમાં રાખેલા હતા તે કબાટનો લોક 2 ચોર ઈસમોએ તોડી કુલ 19 લાખ રોકડા રૂપિયાની ચોરી કરી નાસી ગયા છે.

દુકાનોમાં પણ હાથફેરો કર્યો : આ જ સમયગાળામાં ચોર ટોળકીએ અન્ય આસપાસની 5 જેટલી દુકાનોમાં પણ ચોરી કરી હતી. તો, આ વિસ્તારમાં આવેલ ભાનું હિલ્સ નામની બિલ્ડિંગમાં પણ 6 જેટલી દુકાનો અને અન્ય એક એપાર્ટમેન્ટમાં આવેલ 3 થી વધુ દુકાનોમાં પણ હાથફેરો કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણકારી વાપી ટાઉન પોલીસ મથક, ડુંગરા પોલીસ મથકમાં કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ચોર ટોળકી પકડાઈ જાય તેવી શકયતા : ગાર્ડન વ્યૂમાં આવેલ ક્લિનિકમાંથી 19 લાખની રોકડ રકમની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ચોરીની ઘટના અંગે ટાઉન પોલીસના PI સી. બી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે દુકાનોમાં અને ક્લિનિકમાં લગાવેલ CCTV ચેક કરતા તેમાં 2 અજાણ્યા ચોર ચોરી કરતા નજરે પડ્યા છે. જે આધારે હાલ અન્ય આસપાસના CCTV ફૂટેજ ચેક કરી ચોર ટોળકી કઈ દિશામાં ભાગી છે. તે દિશામાં ટાઉન પોલીસ, LCB, SOG ની ટીમ ને તપાસ સોંપી છે. ચોર ટોળકી ગણતરીના દિવસોમાં પકડાઈ જાય તેવી શકયતા છે.

પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો : ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ક્લિનિકમાં તસ્કરો માત્ર 11 મિનિટમાં 19 લાખની રકમ ચોરી ગયા છે. તો અન્ય દુકાનોમાંથી નાનીમોટી રકમ, મોબાઇલ અને કેમેરા જેવી ચીજવસ્તુઓ ચોરી ગયા છે. આ વિસ્તારમાં રાત્રિના બાર વાગ્યા સુધી લોકોની અવરજવર રહેતી હોય છે. તેમ છતાં ડેન્ટલ ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મુજબ તસ્કરો રાત્રિના અગિયાર કલાકે જ ક્લિનિકમાં ચોરી કરતા જોવા મળ્યા હતા. જેથી જિલ્લા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  1. Vapi News: વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા
  2. Navsari Crime: ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય, નવસારીમાં ચોરોએ શ્રાવણના પ્રથમ દિવસે જ મંદિરને ટાર્ગેટ કર્યું
  3. Ahmedabad Crime: ઘરઘાટી રાખતાં હોવ ચેતતા રહેજો, અમદાવાદમાં ઘરકામ કરતાં લોકોની ટોળકીએ 5 ઘરોમાં ચોરી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.