ETV Bharat / state

વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી - ન્યુઝ ઓફ વલસાડ

વલસાડ: તાલુકાના વેલવાચ ગામે બે ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા આરોપી ભાઈની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસની 4 વર્ષ બાદ સુનાવણી થઈ હતી. જેમાં વલસાડ કોર્ટે આરોપી ભાઈને 7 વર્ષની સજા ફટકારી છે.

વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારીવલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી
વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી
author img

By

Published : Jan 17, 2020, 5:41 AM IST

ચાર વર્ષ પહેલાં વેલવાચ ગામે કૌટુંબિક ભાઈઓ રતિલાલ અને નાનાભાઈ દિપક વચ્ચે ઘર આંગણે મુકવામાં આવેલી પાણીની મોટર બાબતે ઝઘડો થયો હતો. જેમાં નાનો ભાઈ ઉશ્કેરાઈ જતા કુહાડી વડે મોટાભાઈ પર ગાળાના ભાગે હુમલો કરતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઇજાગ્રત હાલતમાં તેને ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત થયુ હતુ. ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને દિપકની ધરપકડ કરી હતી.

વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી

2016માં બનેલી આ ઘટનાની વલસાડ સેશન્સ કોર્ટમાં ગુરુવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે દિપકને દોષિત જાહેર કરતા IPC કલમ 304 ભાગ 2ના ગુના મુજબ સાત વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ 1000 રૂપિયાનો દંડ અને જો દંડ નહીં ભરવામાં આવે તો 30 દિવસની વધુ સજાનો હુકમ કર્યો છે.

Intro:વલસાડ તાલુકાના વેલવાચ ગામે વાઘદરડા ફળિયામાં કુટુંબી ભાઈ ઓ વચ્ચે ઘર આંગણે મુકેલ પાણી ની મોટર બાબતે તકરાર હતી જેમાં સને 2016 માં કુટુંબી ભાઈ એ તેના મોટા ભાઈ જે ઉશ્કેરાઈ જઈ ગળાના ભાગે કુહાડી નો ઘા મારી દેતા મોત થયું હતું જોકે સમગ્ર બાબત નો કેસ આજે વલસાડ સેશન્સ કોર્ટ માં ચાલી આવતા કુહાડી મારનાર ભાઈ ને કોર્ટે દોષિત જાહેર કરી સાત વર્ષની સખત કેદ ની સજા અને રૂપિયા 1000 નો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ 30 દિવસ ની સજા કરવાનો હુકમ કર્યો છે Body:સને 2016 માં વલસાડ તાલુકાના વેલવાચ ગામે વાઘડરડા ફળીયા માં રહેતા મુકેશ રડકા ભાઈ એ ફરિયાદ કરી હતી કે તારીખ 31/10/16 ના રોજ તેમના ભાઈ રતિલાલ અને નાના ભાઈ દિપક વચ્ચે ઘર આંગણે મુકવામાં આવેલ પાણીની મોટર બાબતે ઝગડો થતા દીપકે ઉશ્કેરાઈ જઈ ને નજીક માં પડેલ કુહાડી રતિલાલભાઈ ને ગાળાના ભાગે મારતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રત હાલત માં તેમને ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબો એ સારવાર દરમ્યાન મૃત જાહેર કરવામાં આવ્યા બાદ પોલીસે સમગ્ર બાબતે હત્યા નો ગુન્હો દાખલ કરી ને દિપક ભગુ પટેલની ધરપકડ કરી હતી આજે આ કેસ ની વલસાડ સેશન્સ કોર્ટ માં સુનવાણી દરમ્યાન સેશન્સ જજ પી જી ગોકાણી એ સરકારી વકીલ અનિલ ત્રિપાઠી ની દલીલો ગ્રાહ્ય રાખી ને દિપક ભગુ ને દોષિત જાહેર કરતા આઈ પી સી કલમ 304 ભાગ 2 ના ગુન્હા મુજબ સાત વર્ષની સખત કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો 30 દિવસ ની વધુ સજા નો હુકમ કર્યો છે
Conclusion:સરકારી વકીલ અનિલ ત્રિપાઠી ના જણાવ્યા મુજબ સામે પક્ષે કોર્ટ માં એવી દલીલ કરવામાં આવેલી કે આ કૃત્ય ઉશ્કેરાટ માં થયું છે અને હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો જેને ધ્યાને રાખી 302 નહીં પરંતુ 304 ભાગ 2 મુજબ આરોપી ને સજા કરવામાં આવે જ્યારે ફરિયાદ પક્ષે પણ આ કૃત્ય હત્યા કરવા માટે જ કરવામાં આવ્યું હોય એવી દલીલો કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા સમગ્ર બાબતે 304 ભાગ બે મુજબ આરોપી ને 7 વર્ષની સજા નો હુકમ કરવામાં આવ્યો છે

બાઈટ -અનિલ ત્રિપાઠી (સરકારી વકીલ)

Note:- video with voice over
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.