વલસાડ શહેરમાં આવેલી આર.એમ એન્ડ વી.એમ સ્કૂલના નામે એક વીડિયો વાયરલ થયો હતો. જેની કોઈ પણ જાતની ખરાઈ કર્યા વિના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તેના ટ્વિટર એકાઉન્ટમાં ટ્વિટ કર્યો હતો. જેની હકીકતમાં તે ફેક વીડિયો હોવાનું સામે આવ્યું હતું. જે વલસાડની સ્કૂલનો ન હતો.
જેથી સ્કૂલની થયેલી બદનામી બાબતે સ્કૂલના આચાર્ય બીજલ બેન દ્વારા વલસાડ સિટી પોલીસ મથકમાં જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ પોલિસ મથકમાં ફરિયાદ 13 જુનના રોજ ફરીયાદ નોંધવવામાં આવી હતી. જે અંગે પોલીસ વિભાગ દ્વારા જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળાની તપાસ શરૂ કરી હતી.
આ ફરિયાદમાં ગુના દાખલ હોવાના પગલે આ કેસ બાબતે જીજ્ઞેશ મેવાણી દ્વારા વલસાડ કોર્ટમાં આગોતરા જમીન બાબતે અરજી કરવામાં આવી હતી.
જે સંદર્ભે કોર્ટ દ્વારા જિજ્ઞેશ મેવાણીની આગોતરા જામીનની અરજીને નામંજુર કરી હતી. તો આ સમગ્ર બાબતે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, જીજ્ઞેશ મેવાણી દ્વારા વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી.
તો પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, તેમણે આ ટ્વિટ જોવાના હેતુથી કરી હતી. તેમને જાણ થતાં તેમણે ટ્વિટ કર્યાના 10 કલાક બાદ આ ડિલીટ કરી દીધી હતી. સાથે જ સરકારી વકીલ મારફતે તેમણે એવી પણ કોર્ટમાં રજૂઆત કરી કે, તેઓ આ સમગ્ર બાબતે માફી માગવા પણ તૈયાર છે.
જો કે ફરિયાદ પક્ષે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, તેઓ એક સમાજસેવક, એક ધારાશાસ્ત્રી અને એક ધારાસભ્ય છે. તેથી તેમની જવાબદારી વધી જાય છે. જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ એક મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી હોય ત્યારે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાઇ તે રોકવાની તેમની ફરજ છે.
પરંતુ તેમણે વીડિયોની ચકાસણી કર્યા વિના વીડિયોને ટ્વિટ કરી દીધો હતો. તેમણે કરેલું ટ્વિટ રાજકીય લાભ મેળવવા માટે હોવાનું છે. તેમજ આ અગાઉ પણ તેમની સામે અમદાવાદમાં 4 જેટલા કેસ નોંધાયા છે. તો બીજી તરફ વલસાડના કેસ માટે જ્યારે પોલીસે તેમને CRPCની કલમ 41 મુજબ નોટિસ પાઠવી ગુનાના કામની તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. બંને વખતે તેઓ હાજર ન હોતા રહ્યાં. આ તમામ બાબતોને ધ્યાને રાખી કોર્ટ દ્વારા તેમના આગોતરા જામીન નામંજુર કરવાનો હુકમ કર્યો છે.