ETV Bharat / state

વાપીમાં કોરોના કેસ વધતા વેક્સિનેશન કામગીરીને વેગ અપાયો - valsad corona update

વલસાડ જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉંચકયું છે. તો સાથે જ આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. જેમાં 60 વધુ ઉંમરના વડીલો તેમજ 45થી 60 વર્ષની વચ્ચેના કોમોરબીડ લોકો માટે જે તે વિસ્તારમાં જ વેકસીન બૂથ ઉભા કરી ડોઝ અપાઈ રહ્યા છે.

વાપીમાં કોરોના કેસ વધતા વેક્સિનેશન કામગીરીને વેગ અપાયો

author img

By

Published : Mar 20, 2021, 9:40 PM IST

  • વાપી તાલુકામાં 12,674 લોકોને વેક સીનના ડોઝ અપાયા
  • પ્રથમ ફેઝમાં 1,345 હેલ્થકેર વર્કર, 1217 ફ્રન્ટલાઈન વર્કરને વેકસીન અપાઈ
  • ત્રીજા રાઉન્ડમાં 5391 સિનિયર સિટીઝનો, 2699 કોમરબીડ લોકોએ વેકસીનના ડોઝ લીધા
    વાપીમાં વેક્સિનેશન કામગીરી

વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં હાલ કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુની ઉંમરના અંદાજીત 5300 સિનિયર સિટીઝનો અને 45 થી 60 વર્ષની વચ્ચેના 3 હજાર કોમોરબીડ વડીલોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યાં છે. હાલ વેકસીન કામગીરી સાથે હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને ધનવન્તરી રથને પણ ફરી શરૂ કરાયા છે.

વાપી તાલુકામાં 60 વર્ષથી વધુ ઉંમરના 5,391 સિનિયર સિટીઝનોન લઈ ચૂક્યા છે વેક્સિન

વાપીમાં વાપી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગીતાનગર દ્વારા વાપીના જલારામ મંદિરે વેક્સિનેશન બુથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન અને કોમોરબીડ લોકોએ ઉપસ્થિત રહી સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે કોરોના વેકસીનના ડોઝ લીધા હતાં. આ અંગે વાપી તાલુકા હેલ્થ ઓફિસર મૌનિક પટેલે વિગતો આપી હતી કે, વાપી તાલુકામાં 60 વર્ષથી વધુ ઉંમરના 5,391 સિનિયર સિટીઝનો, 2,699 કોમોરબીડ લોકોને આરોગ્ય વિભાગ તરફથી વેકસીન આપવામાં આવી ચૂકી છે.

વેક્સિનેશન કામગીરી
વેક્સિનેશન કામગીરી

આ પણ વાંચો:વલસાડ જિલ્લાના 6 તાલુકાના પી.એચ.સી. ઉપર કોરના વેક્સિનેશન ડ્રાય રન યોજાઈ

વેકસીન લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ

વેકસીન બુથ પર થતી કામગીરી અંગે મેડિકલ ઓફિસર ડૉ. ખુશ્બુ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોમાં વેકસીનને લઈને ખુબજ ઉત્સાહ છે. દરેક બુથ પર જે તે વિસ્તારમાં સિનિયર સિટીઝનોને અનુકૂળ પડે તે મુજબ બુથનું આયોજન કરવામાં આવે છે. એક બુથ પર 10 કર્મચારીઓ સાથેનો મેડિકલ સ્ટાફ આ કામગીરી બજાવે છે. જેમાં વેકસીન લેવા માટે લોકોમાં ઉત્સાહ જોઈ ઝડપભેર કામગીરી ચાલી રહી છે.

વેક્સિનેશન કામગીરી
વેક્સિનેશન કામગીરી

કોરોના આવ્યો ત્યારથી વેકસીનની રાહ જોવાતી હતી

કોરોના વેકસીનનો ડોઝ લેવા આવનાર સિનિયર સિટીઝનો, વડીલોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારથી કોરોના આવ્યો ત્યારથી વેકસીનની રાહ જોતા હતાં. જેથી હવે વેક્સિનેશન બુથની જાણકારી મળતા તે સ્થળે પહોંચી વેકસીનનો ડોઝ લઈએ છીએ આ ડોઝથી કોઈ આડઅસર જણાઈ નથી. દરેક લોકોએ ગભરાયા વિના વેકસીનના ડોઝ લેવા જોઈએ અને કોરોના સામે બને તેટલું જલ્દી રક્ષણ મેળવી લેવું જોઈએ.

વેક્સિનેશન કામગીરી
વેક્સિનેશન કામગીરી

કોરોનાએ ફરી ઉથલો મારતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

એક તરફ વેક્સિનેશન પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસે પણ ફરી ઉથલો માર્યો છે. જેને લઈને પણ આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે. એન્ટીજેન ટેસ્ટ સહિત બહારથી આવતા લોકોનું ચેકિંગ હાથ ધર્યું છે. જે કોરોના પોઝિટિવ દર્દી મળી રહ્યા છે. તેના તમામ કોન્ટેક્ટની તપાસ હાથ ધરવા સાથે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને વેકસીન લેવામાં સરળતા રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં વેકસીન બુથ ઉભા કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં વાપી તાલુકામાં 12,674 લોકોને વેકસીનના ડોઝ અપાયા છે. જેમાં પ્રથમ ફેઝમાં 1345, બીજા ફેઝમાં 1220 હેલ્થકેર વર્કર, એ ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં 1217 અને બીજા રાઉન્ડમાં 802 FLW જ્યારે હાલના ત્રીજા રાઉન્ડમાં 5391 સિનિયર સિટીઝનો, 2699 કોમોરબીડ લોકોનો સમાવેશ થાય છે.

વેક્સિનેશન કામગીરી
વેક્સિનેશન કામગીરી

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.