મગોદ ગામમાં આવેલા દરિયા કિનારે મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તણાઇ આવી હતી. જેને લઇને માછીમારી જણાવી રહ્યાં છે કે, દરિયા કિનારે તપાસ કરતાં કિનારા પર કેમિકલયુક્ત ઓઇલના ગઠ્ઠાં જોવા મળ્યા હતાં. જેના કારણે આ માછલીઓ મરી રહી છે. તો સ્થાનિકોનું કહેવું છે કે,"સ્થાનિક કંપનીઓ દ્વારા કેમિકલ દરિયામાં છોડવામાં આવે છે. જેના કારણે માછલીઓ મરી રહી છે અને તેમના રોજગાર પર એની સીધી અસર પડી રહી છે.
આમ પણ માછીમારો માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક કંપનીઓ દ્વારા કેમિકલ દરિયામાં છોડતા માછલી મરવાથી તેમને બેરોજગારીનો ભોગ બનવું પડે છે. તેથી રોષે ભરાયેલાં માછીમારોએ દરિયાને દૂષિત કરતી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.