ETV Bharat / state

રાજ્ય પ્રધાન પદ ગયા બાદ પણ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર કાર્યક્રમોમાં વ્યસ્ત - Gujarat News

રાજ્યપ્રધાનનો હોદ્દો ગયા બાદ પણ રમણલાલ પાટકર કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યા છે. 17 મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ 4 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી જન્મદિવસની ઉજવણી કરી હતી.

Narendra Modi's birthday
Narendra Modi's birthday
author img

By

Published : Sep 17, 2021, 6:10 PM IST

  • રમણલાલ પાટકરે મોદીજીના જન્મદિવસની ઉજવણી કરી
  • 71 કિલોની કેક કાપી ઉજવણી કરી
  • પ્રધાનપદ ગયા બાદ પણ પાટકર કાર્યક્રમોમાં વ્યસ્ત

વલસાડ: ગુજરાતમાં હાલમાં નવા મુખ્યપ્રધાન બનેલા ભુપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં નવા પ્રધાનોની વરણી કરવામાં આવ્યાં બાદ વિજય રૂપાણી ટીમમાં વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રહેલા ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરને પડતા મુકાયા છે. રાજ્યપ્રધાનનો હોદ્દો ગયા બાદ પણ રમણલાલ પાટકર કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યા છે. 17 મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ 4 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

રાજ્ય પ્રધાન પદ ગયા બાદ પણ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર કાર્યક્રમોમાં વ્યસ્ત

અંકુશ કામલીના કાર્યાલય ઉપર મોદીજીના 71 મા જન્મદિવસની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના સુઅવસર પર 17/9/2021 ના દિવસે ઉંમરગામ શહેરમાં વોર્ડ નંબર 5 માં ઉમરગામ શહેર સંગઠન તેમજ બાંધકામ સમિતિના અધ્યક્ષ અંકુશ કામલીના કાર્યાલય ઉપર મોદીજીના 71 મા જન્મદિવસની ઉજવણી નીમિત્તે 71 કિલોની કેક કાપવામાં આવી હતી. તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

કેક કટિંગ, વેક્સિનેશન ડ્રાઈવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે કેક કાપી વડાપ્રધાનને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત સરીગામ ખાતે અને તેમના ગામ ધોડી પાડા ખાતે પણ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિતે વેક્સિનેશન ડ્રાઈવ, સર્વ રોગ નિદાન ચેકઅપ સહિતના કાર્યક્રમો પણ પાટકરની અધ્યક્ષતામાં યોજાયા હતાં. જે બાદ તેમના મત વિસ્તાર બહાર ધરમપુર ખાતેના કાર્યક્રમમાં અને વાપીના કાર્યક્રમમાં જવા રવાના થયા હતાં. ટૂંકમાં પ્રધાનપદ ગયા બાદ પણ રમણલાલ પાટકર પોતાના મત વિસ્તારમાં અને મત વિસ્તારના બહારના કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.